કૈલાશ વિજય સ્વીટ્સ માર્ટમાં ચાર કિલો દાઝીયા તેલનો નાશ ઝીણી સેવ, મીઠી અને તીખી ચટણીના નમૂના લેવાયા
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના મોરબી રોડથી સેટલાઇટ ચોક તથા પેડક રોડ વિસ્તારમાં ખાણીપીણીની 21 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 9 કિલો વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો.જ્યારે 12 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી.
ચેકીંગ દરમિયાન ન્યૂ જલારામ બેકરીમાંથી પેકિંગ પર યુઝ બાય ડેટ ન દર્શાવવામાં આવી હોય તેવી પાંચ કિલો વાસી બ્રેડનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરી હાઇજેનીંક ક્ધડીશન જાળવી રાખવા માટે નોટિસ આપવામાં આવી હતી.
જ્યારે કૈલાશ વિજય સ્વીટ્સ માર્ટમાંથી ચાર કિલો દાઝીયા તેલનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરી નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત યમુનાજી ફરસાણ, ચામુંડા ફરસાણ, ચામુંડા ડેરી ફાર્મ એન્ડ ફરસાણ, શિવ ફરસાણ એન્ડ સ્વીટ્સ, રિયલ ફૂડ એન્ડ ચાઇનીઝ, અમૃત ગોગળી, શ્રીજી ગાંઠીયા, સત સાહેબજી ખમણ અને દાળ-પકવાન જ્યારે શિવશક્તિ નાસ્તા સેન્ટરને ચેકીંગ દરમિયાન ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત ભક્તિનગર સર્કલ પાસે ધારેશ્ર્વર ફરસાણમાંથી લૂઝ ઝીણી સેવ, યુનિવર્સિટી રોડ પર જે.કે. ચોકમાં પ્રજાપતિ ફરાણી ખીચડીમાંથી મીઠી અને ખીચી ચટણીનો નમૂનો લેવામાં આવ્યો હતો.