સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી ગાંધીનગરના પૂર્વ કુલપતિ અને કાયદા ભવનના પ્રોફેસર ડો.કમલેશ જોશીપુરાને ભવ્ય વિદાયમાન અપાયું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી ગાંધીનગરના પૂર્વ કુલપતિ તેમજ એન.એમ.એમ.એલ.ના સભ્ય, કાયદા ભવનના પ્રોફેસર ડો.કમલેશ જોશીપુરાને આજે ભવ્ય વિદાયમાન મળ્યું હતું અને કાયદા ભવન ખાતે જ ડો.કમલેશ જોશીપુરાનો વિદાયમાન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટના તમામ નામી-અનામી લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, રજીસ્ટાર, પરીક્ષા નિયામક અને શૈક્ષણિક, બિનશૈક્ષણિક તમામ સ્ટાફ હાજર રહ્યો હતો અને શુભેચ્છા મિલન કાર્યક્રમમાં જોડાયા હતા.
આ તકે સૌરાષ્ટ્ર યુવિનર્સિટીના પૂર્વ કુલપતિ ડો.કમલેશ જોશીપુરાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર વિશ્ર્વ વિદ્યાલયમાં એક વિદ્યાર્થી તરીકે આવ્યો ત્યારબાદ આગેવાન તરીકે સ્નાતક, અનુસ્નાતક અને ડોક્ટરેટની ડિગ્રી મેળવીને પ્રધ્યાપક બનવાનો મોકો મળ્યો ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તેમજ અન્ય યુનિવર્સિટીના દાયિત્ય સંભાળવાનો મોકો મળ્યો ત્યારે આજે કાયદા ભવનના પ્રોફેસર તરીકે નિવૃત થઇ રહ્યો છું એ તકે તમામ સ્ટાફનો પ્રેમ, લાગણી અને સ્નેહ માત્ર રાજ્ય જ નહિં પરંતુ દેશભર માટે ઉન્નતિની વાત છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ડોલર કાકાએ કંડારાયેલી કેડીમાં મારા કાર્યકાળ દરમિયાન સમગ્ર અધિકારીઓથી લઇ શૈક્ષણિક, બિનશૈક્ષણિક સ્ટાફનો સાથ-સહકાર કે જેઓએ તારીખ જોયા વિના પણ રાત-દિવસ કામ કર્યું છે તે ખરાઅર્થમાં યુનિવર્સિટીની અસ્કયામત છે. અધ્યાપક તરીકેનો મારો આજે કાર્યકાર પૂરો થઇ રહ્યો છે કાલથી વિશેષ સક્રિયતા, વિશેષ પ્રવૃતિ અને શૈક્ષણિક પ્રવૃતિઓ મારૂં વધુ પ્રદાન બને તે મંત્ર સાથે હું આગળ પણ કામ કરીશ. આજે આવેલા તમામ લોકોનો હું ખરા દિલથી આભાર માનું છું.