એસ.ટી.ના મુસાફરોના અચ્છે દિન: એક પછી એક લાંબા ‚ટની નવી બસો શરૂ કરતુ રાજકોટ એસ.ટી.ડિવીઝન
રાજકોટ એસ.ટી.ડિવીઝન દ્વારા મુસાફરોની સરળ અને ઉત્તમ સુવિધા મળી રહે તે માટે લાંબા રૂટની લકઝરી બસ અને વોલ્વો શરૂ કરવામાં આવી છે. રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં આંતરરાજય બસ સેવા શરૂ કરાયા બાદ હવે એસ.ટી.નિગમ પુના અને મુંબઈ સહિતના લાંબા રૂટ ઉપર પણ વોલ્વો બસ દોડાવશે તેવું રાજકોટ એસ.ટી.ડિવીઝનના વિભાગીય નિયામક દિનેશભાઈ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ રોજિંદા ૨૮ લાખ કિલોમીટર વડે દરરોજ ૨૩ લાખ મુસાફરોને રાજય તથા નજીકના પાડોશી રાજય મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આંતરરાજય બસ સેવા પુરી પાડે છે. લાંબા અંતરના ‚ટમાં પ્રવાસીઓ આરામદાયક અને ઝડપી પ્રવાસ કરી શકે તે હેતુથી રાજકોટથી જયપુર, રાજકોટથી નાથદ્વારા, અમદાવાદ નાથદ્વારા, ડિસાથી મુંબઈ હાઈ એન્ડ એરકંડીશન બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
હાલમાં ઉનાળુ વેકેશન દરમિયાન લોકોને જુદા-જુદા ધાર્મિક અને પ્રવાસન સ્થળ ઉપર જવા માટે સરળ અને ઉત્તમ વાહન વ્યવહારની સુવિધા મળી રહે તે માટે લાંબા ‚ટની લકઝરી અને વોલ્વો બસ શ‚ કરવામાં આવી છે. રાજકોટવાસીઓની છેલ્લા ઘણા સમયથી મુંબઈ ‚ટ ઉપર એસ.ટી.બસ શ‚ કરવાની માંગણીને ખાસ ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં રાજકોટથી બોરીવલી વાયા બરોડા, સુરત, વાપી વોલ્વો બસ દરરોજ બપોરે ૩:૩૦ કલાકે મળશે જેનું ભાડું ‚ા.૧૩૬૭ રાખવામાં આવ્યું છે.
આ ઉપરાંત રાજકોટથી રાજસ્થાનના ઉદેપુર, જયપુર, કોટા તેમજ મહારાષ્ટ્રના જુદા-જુદા શહેરોમાં એસ.ટી.ડિવીઝનની વોલ્વો બસ દોડાવવામાં આવશે. ઉપરાંત રાજયના લાંબા ‚ટ ઉપર પણ ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખી વધારાની બસો પણ દોડાવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
ભારતમાં સૌપ્રથમ બીએસ-૪ હાઈ એન્ડ એરકંડીશન વોલ્વો દોડાવશે એસ.ટી
મુસાફરોને સરળ, આરામદાયક અને ઝડપી પ્રવાસ કરી શકે તેવી સુવિધા એસ.ટી.નિગમ દ્વારા વોલ્વો બસમાં કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રદુષણને ધ્યાનમાં લઈ કાર્બન ફુટપ્રીન્ટનું પ્રમાણ ઘટે અને પર્યાવરણને ખાસ ધ્યાનમાં રાખીને એસ.ટી.નિગમ ભારતભરમાં સૌપ્રથમ બીએસ-૪ પ્રકારની હાઈ એન્ડ એરકંડીશન બસો પાડોશી રાજય મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં નજીકમાં દિવસોમાં શરૂ કરશે.