૩ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરશે: પ્રશ્ન નહીં ઉકેલાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી
રાજયના એસ.ટી. કર્મચારીઓના પડતર પ્રશ્નોનહીં ઉકેલાતા સમગ્ર રાજય સહિત રાજકોટમાં આજી એસ.ટી. ડિવિઝન હેઠળ આવતા તમામ એસ.ટી. કર્મચારીઓના ૩ દિવસ સુધી કાળી પટ્ટી બાંધી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ગુજરાત એસ.ટી.ના ચાર સંગઠનોમાંથી મજદુર મહાજન ઈન્ટુક અને બી.એમ.એસ. તા ઓફિસર્સની સેવા નિષ્ઠા હોવા છતાં પણ એસ.ટી. નિગમનું વહિવટી તંત્ર એક યા બીજા બહાના હેઠળ અધિકારીઓ કર્મચારીઓના પ્રશ્ન પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યું છે.ઘણા વર્ષોથી પડતર પ્રશ્નને લઈને જેમાં જોઈન્ટ કમીટીની રચના કરવી, સાતમાં પગારપંચ મુદ્દે અને કર્મચારીઓના અન્ય ૧૫ મુદ્દાઓ સો ચર્ચા કરી સરકાર સુધી દરખાસ્ત મોકલવાની તૈયારીના ભાગરૂપે આજી ૮ ઓગષ્ટ સુધી રાજય સહિત રાજકોટ એસ.ટી. ડિવિઝન હેઠળ આવતા તમામ એસ.ટી. ડેપો ખાતે કાળી પટ્ટી લગાવીને કર્મચારીઓએ સરકાર સમક્ષ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતુંભારતીય મજદૂર સંઘના પ્રમુખ મહેશભાઈ વેકરીયાએ ‘અબતક’ સોની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, સાતમાં પગારપંચની માંગણી તેમજ એસ.ટી. બસના ખાનગીકરણના મુદ્દે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન દર્શાવાયું છે. આગામી સમયમાં જો પ્રશ્નનો નિકાલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી પણ આપી હતી.
રાજકોટ એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ભારતીય મજદૂર સંઘના પ્રમુખ ડી.એન.ઝાલા, મહામંત્રી મહેશભાઈ વેકરીયા, કર્મચારી મંડળના પ્રમુખ જયુભા જાડેજા સહિતના આગેવાનોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.