સલામત સવારી… એસ.ટી અમારી ગુજરાતના તમામ ૧૪ હજારથી વધુ ગામડાઓમાં પરીવહન વ્યવસ્થાની સુરત ઉગે થી આથમ્યા સુધીની વ્યવસ્થા અને શહેરી અને ગ્રામ્ય વિસ્તારની ધડકન બની ચૂકેલી એસ.ટી. પબ્લીક ટ્રાન્સપોર્ટેશન તાઉતે વાવાઝોડાને કારણે અલ્પવિરામ લેતા હૃદય જાણેકે ધબકાર ચૂકી ગયો હોય તેવી સ્થિતિ ઉભી થઈ હતી આંગળીના ટેરવે ગણી શકાય એટલી જ કલાકો સુધી વ્યવસ્થાના ભાગ રૂપે સલામતીના કારણોસર બંધ રાખવામા આવેલી એસ.ટીની ઠપ્પ થઈ ગયેલી સેવાથી જનજીવનએ રીતસરનો મુંઝારો અનુભવ્યો હતો.

આજે વાવાઝોડા બાદ એસ.ટી.નો વ્યવહાર પૂરવર્વત શરૂ થઈ જતા ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પૂન: સંચાર થઈ ચૂકયો છે. પરીવહન સેવામાં અલ્પવિરામથી જનજીવનમાં સુસ્ત આવી જાય છે. ખાનગી વાહનોના સહારે પરીવહન સેવાને લઈને પેટ્રોલ ડીઝલનો ધુવાડો અને આર્થિક બોઝ ઉઠાવવા છતા એસ.ટી.જેવી પરીવહન સુવિધા ઉભી કરી શકાતી નથી.

એસ.ટી.આજે રાજયભરમાં શહેરી ઉપરાંત ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો માટે એક લાઈફલાઈન જેવી બની ચૂકી છે. વિકાસમાં ગુજરાત નંબર ૧ ગણાય છે તેમ દેશના તમામ અન્ય રાજયોમાં ચાલતી સ્થાનીક પરીવહન સેવાથી ગુજરાત ટેસ્ટ રોડ ટ્રાન્સપોટ કોર્પોરેશન એટલે કે આપણી એસ.ટી. સૌથી વધુ સુવિધા આપનારી અને રાજયના એક પણ ગામડાની લીંકીંગ સેવાથી પ્રજાના બાકાત રાખતી નથી. રાજયની એસ.ટી. અંતરરાજય સેવાઓ પણ પૂરી પાડે છે. ઉપરાંત રાષ્ટ્ર સેવાની સાથે સાથે સમાજ સેવામાં પણ પૂરૂ યોગદાન આપે છે.

ધારાસભ્ય, સંસદસભ્યો , જનપ્રતિનિધિઓ, અખબારનેવેસો, દિવ્યાંગો, પ્રજ્ઞાચક્ષુઓ, વિકલાંગને મફત મુસાફરી પેટ્રોલ ડીઝલના આગ ઝરતા ભાવ છતા વિદ્યાર્થીઓ માટે કીફાયત ભાવની પાસ સેવા, દરરોજ મુસાફરી કરતા કોઈપણ વર્ગના લોકો માટે અર્ધા ભાવે સેવા જેવી સંપૂર્ણ પણે પ્રજા લક્ષી અભિગમ ધરાવતી એસ.ટી. એક દિવસ બંધ રહે તો પણ સામાજીક જીવનમાં મોટો અવકાશ સર્જાય જાય છે. એસ.ટી.ને ભલે આવશ્યક સેવાનો દરજજો આપવામા ન આવતો હોય પરંતુ એસ.ટી નિગમ સંપૂર્ણ પણે નફાને ધ્યાને લીધા વગર પરીવહન સેવાને આવશ્યક સેવાથી પણ વધુ સારી રીતે નિભાવે છે. કુદરતી આફતના પગલે અલ્પવિરામ લીધેલી એસ.ટી. પૂન: દોડતી થઈ ગઈ છે.

શહેરી ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી. પરીવહનની મૂખ્ય લાઈફ લાઈન બની ચૂકી છે ત્યારે એસ.ટી.ના સંચારથી ગુજરાતનું જનજીવન પૂન: ધમધમતુ થઈ ગયું છે. એસ.ટી.ના વ્યવહાર પૂવર્વત શરૂ થતા ગુજરાત ફરીથી ધમધમી ઉઠ્યું છે. એસ.ટી. અમારી અને સલામત સવારીના બંને સુત્રો અક્ષરક્ષ સાચી રીતે પૂરવાર કરતી સેવા બની રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.