રાજકોટ સેન્ટ્રલ એસ.ટી.બસ સ્ટેન્ડની કાયાપલટ દરમિયાન માધાપર, વાવડી અને શાસ્ત્રીમેદાનની જગ્યા હંગામી ધોરણે નકકી
છેલ્લા ઘણા સમયથી રાજકોટના સેન્ટ્રલ એસ.ટી.બસ સ્ટેન્ડના સ્થળાંતરની ચર્ચા થઈ રહી હતી પરંતુ આખરે આજે એસ.ટી.ના સ્થળાંતર માટેની મુખ્ય ત્રણ જગ્યા ફાઈનલ કરી દેવામાં આવી છે. જેમાં માધાપર, વાવડી અને શાસ્ત્રીમેદાનની જગ્યાનો સમાવેશ થાય છે. આગામી વીસેક દિવસમાં મુખ્ય બસ સ્ટેન્ડ ત્રણ વિભાગોમાં વહેંચાશે અને નવા બસ સ્ટેન્ડના નિર્માણની કામગીરીનો ધમધમાટ શ‚ કરવામાં આવશે.
રાજકોટમાં આગામી ૨ વર્ષમાં દોઢસો કરોડના ખર્ચે અત્યાધુનિક એરપોર્ટને ટકકર મારે તેવું હાઈટેક એસ.ટી. બસપોર્ટનું નિર્માણ થનાર છે ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી અને રાજયકક્ષાના પરિવહનમંત્રી વલ્લભભાઈ કાકડીયાની ઉપસ્થિતિમાં સેન્ટ્રલ એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે નવનિર્માણ થનારા બસપોર્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ નવા બસ સ્ટેન્ડની કામગીરી શ‚ કરતા પહેલા વર્તમાન બસ સ્ટેન્ડને અન્ય જગ્યાએ ખસેડવું અનિવાર્ય હતું.
નવા બસ સ્ટેન્ડના નિર્માણ અને મુસાફરોને કોઈ પ્રકારની તકલીફ ન પડે અને અવ્યવસ્થા ન સર્જાય તે માટે વર્તમાન સેન્ટ્રલ એસ.ટી.બસ સ્ટેન્ડને જુદા જુદા ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. જેમાં માધાપર ચોકડી ખાતે એક જગ્યા નકકી કરાય છે જયાં મોરબી, કચ્છ અને જામનગર ‚ટની બસો ઉપડશે. આ જગ્યા એસ.ટી.ની પોતાની માલિકીની છે અને ૬,૮૦૦ મીટરમાં પથરાયેલી છે.
જયારે બસ સ્ટેન્ડ વાવડી ખાતે હંગામી ધોરણે રાખવાનું નકકી કરાયું છે. સરકારની માલિકીની આ જગ્યા ૮૦૦૦ મીટરમાં પથરાયેલી છે. જયાં ગોંડલ, જેતપુર, જુનાગઢ અને ઉપલેટા સહિતના ‚ટની બસો આ જગ્યાએથી ઉપડશે. ત્રીજું કામ ચલાઉ એસ.ટી.બસ સ્ટેન્ડ તરીકે શાસ્ત્રીમેદાનની પસંદગી કરવામાં આવી છે. મોટાભાગની એકસપ્રેસ બસો અને વોલ્વો શાસ્ત્રીમેદાનથી ઉપડશે.
ઉપરોકત તમામ હંગામી ધોરણે ફાળવાયેલા એસ.ટી.બસ સ્ટેન્ડમાં મુસાફરોને જ‚રી તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નવા બસ સ્ટેન્ડમાં નિર્માણ કામ પૂર્ણ થાય ત્યાં સુધી અંદાજીત બે વર્ષ સુધી ઉપરોકત ત્રણેય બસ સ્ટેન્ડને હંગામી ધોરણે કાર્યરત કરવામાં આવશે. રાજકોટ એસ.ટી.ડિવીઝન દ્વારા નકકી કરાયેલા ત્રણેય એસ.ટી.બસ સ્ટેન્ડની સ્થળાંતરની કામગીરી શ‚ કરી દેવામાં આવી છે. આગામી ૧૦ મે સુધીમાં ત્રણેય જગ્યા ઉપર હંગામી ધોરણે એસ.ટી.બસ સ્ટેન્ડ કાર્યરત થશે.જુનુ બસ સ્ટેન્ડ સંપૂર્ણ રીતે ખાલી થઈ ગયા બાદ ત્યાં નવા બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરીનો ધમધમાટ શ‚ કરવામાં આવશે. સૌપ્રથમ આખા બસ સ્ટેન્ડના બાંધકામને તોડી પાડી જગ્યા ખુલ્લી કરી દેવામાં આવશે અને ત્યારબાદ તબકકાવાર નવા બસ સ્ટેન્ડની કામગીરી શ‚ કરાશે.
હંગામી ધોરણે ફાળવાયેલા ત્રણેય બસ સ્ટેન્ડનું કરાશે
શાસ્ત્રીમેદાન, વાવડી અને માધાપર ચોકડી ખાતે નકકી કરાયેલા ત્રણેય બસ સ્ટેન્ડનું કરવામાં આવનાર હોવાનું વિભાગીય નિયામક દિનેશભાઈ જેઠવાએ જણાવ્યું હતું. એટલે કે આ જગ્યા ઉપર બાંધકામ ફોલ્ડીંગ રહેશે. જે જ‚રીયાત મુજબ ગમે તે જગ્યાએ ફેરબદલી કરી શકાશે. માત્ર બે વર્ષથી ઉપરોકત ત્રણેય બસ સ્ટેન્ડે હંગામી ધોરણે ફાળવાયા હોવાથી મુવેબલ કરવામાં આવશે.
કયાં ‚ટની બસ કયાં બસ સ્ટેન્ડથી ઉપડશે
માધાપર ચોકડી:-મોરબી, કચ્છ, જામનગર સહિતના ‚ટની બસો માધાપર ચોકડી ખાતે એસ.ટી.ના હંગામી ધોરણે ફાળવાયેલા બસ સ્ટેન્ડ ખાતેથી ઉપડશે. અંદાજીત ૧૦ મે બાદ મુસાફરોને ઉપરોકત ‚ટ ઉપર જવા માટે સેન્ટ્રલ એસ.ટી.બસ સ્ટેન્ડ નહીં પરંતુ માધાપર ચોકડી ખાતેના કામચલાઉ એસ.ટી.બસ સ્ટેન્ડથી બસ વ્યવસ્થા મળશે.
વાવડી:-ગોંડલ, વિરપુર, જેતપુર, જુનાગઢ, ઉપલેટા, જામજોધપુર, ધોરાજી, પોરબંદર સહિતના ‚ટ ઉપર જવા માટે મુસાફરોએ એસ.ટી.ના વાવડી ખાતેના કામચલાઉ એસ.ટી.બસ સ્ટેન્ડમાંથી બસ વ્યવસ્થા મળશે.
શાસ્ત્રીમેદાન:-એસ.ટી.ના શાસ્ત્રીમેદાન ખાતે ફાળવાયેલા હંગામી ધોરણે બસ સ્ટેન્ડમાં મોટાભાગે એકસપ્રેસ બસો અને વોલ્વોની સુવિધા રાખવામાં આવી છે. લાંબા ‚ટની બસો જેવી કે અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ સહિતની તમામ એકસપ્રેસ બસો શાસ્ત્રીમેદાન ખાતેથી ઉપડશે. આ ઉપરાંત રાજકોટથી અમદાવાદ જવા માટે દર કલાકે ઉપડતી વોલ્વો બસ પણ શાસ્ત્રીમેદાનથી ઉપડશે.
બે વર્ષ સુધી ત્રણેય બસ સ્ટેન્ડ હંગામી ધોરણે કાર્યરત રહેશે
રાજકોટમાં દોઢસો કરોડના ખર્ચે નિર્માણ થનાર એસ.ટી. બસ પોર્ટ બનતા અંદાજીત બે વર્ષનો સમય લાગશે પરંતુ ત્યાં સુધી મુસાફરોને એસ.ટી.ની તમામ સુવિધાઓ અને વ્યવસ્થાનો લાભ મળી શકે તે માટે વાવડી, માધાપર ચોકડી અને શાસ્ત્રીમેદાનમાં હંગામી ધોરણે બસ સ્ટેન્ડની ફાળવણી કરવામાં આવી છે. જે આગામી બે વર્ષ સુધી આ જગ્યાએ કાર્યરત રહેશે અને મુસાફરોએ જે-તે ‚ટ મુજબ અલગ-અલગ બસ સ્ટેન્ડ ખાતેથી બસ સેવા મેળવવાની રહેશે.
ત્રણેય બસ સ્ટેન્ડમાં મુસાફરો માટે તમામ પ્રાથમિક સુવિધા
એસ.ટી.ના નવા બસ સ્ટેન્ડના નિર્માણ માટે કામ ચલાઉ ધોરણે નકકી કરાયેલા ત્રણેય બસ સ્ટેન્ડમાં મુસાફરો માટે જ‚રી તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા, પંખા-ટયુબલાઈટ, ઠંડાપાણી, શૌચાલય, પુછપરછની બારી સહિતની તમામ પ્રાથમિક અને પાયાની જ‚રીયાતો મુસાફરો માટે એસ.ટી.નિગમ દ્વારા પુરી પાડવામાં આવશે.