ત્રણ તબકકામાં કરાશે સ્થાળાંતર: પ નવેમ્બરથી સંપૂર્ણ પણે શાસ્ત્રીમેદનમાં ધમધમશે એસ.ટી. બસ સ્ટેન્ડ
રાજકોટ એસ.ટી. બસ પોર્ટના ખાતમુહુર્તને છ મહીના થયા બાદ આખરે શાસ્ત્રી મેદાનમાં હંગામી બસ સ્ટેશન આવતીકાલથી ધમધમતુ થશે છ મહિનાની ઇંતજારી બાદ આખરે હંગામી બસ સ્ટેન્ડની કામગીરી પૂર્ણ થઇ છે. જે અંતગત આજરોજ શાસ્ત્રીમેદાનમાં પત્રકામ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવતીકાલથી ત્રણ તબકકામાં હાલના એસ.ટી. બસ સ્ટેન્ડનું સ્થળાંતર કરવામાં ત્રણ તબકકામાં કરવામાં આવશે. સંપૂર્ણ પણે પમી નવેમ્બરથી શાસ્ત્રી મેદાન ખાતે હંગામી બસ સ્ટેન્ડ ધમધમતુ થશે.પત્રકાર પરિષદ સંબોધતા રાજકોટ એસ.ટી. ના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું હતું કે આવતીકાલથી રાત્રીના ૧ર વાગ્યે એસ.ટી. સ્થળાતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હંગામી એસ.ટી. બસ સ્ટેશનમાં કુલ રર પ્લેટ ફોર્મ બનાવવામાં આવ્યા છે. જેમાં ૧ થી ૮ નંબરના પ્લેટ ફોર્મ નં.રજી નવેમ્બરી સ્થળાંતરીત કરવામાં આવશે. ત્યારબાદ ૯ થી ૧૪ નંબરના પ્લેટફોર્મને ૩જી નવેમ્બર અને ૧પ થી ૨૦ નવેમ્બરના પ્લેટફોર્મને રવિવારના રોજ એટલે કે પમી નવેમ્બરે સ્થળાંતરીત કરાશે અને ત્યારબાદ લગભગ સંપૂર્ણ પણે હાલના એસ.ટી. બસ સ્ટેશન શાસ્ત્રીમેદાન ખાતે સ્થાળાતરીત કરાશે અને ૬ નવેમ્બરથી એરપોર્ટ જેવા અઘતન બસ પોર્ટનું નિમાણ કામ ચાલુ થશે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હંગામી બસ સ્ટેન્ડ બનાવવા માટે અંદાજી રૂ. ૫૦ લાખના ખર્ચની સંભાવિત રકમ લાગવાની હતી. પરંતુ હંગામી બસ સ્ટેન્ડને તૈયાર કરવામાં કુલ રૂ. ૧ કરોડ ૬૦ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. હંગામી એસ.ટી. સ્ટેન્ડમાં જુના એસ.ટી. પ્રમાણેની બધી સવલતો પુરી પાડવામાં આવશે.વધુમાં તેઓના જણાવ્યું અનુસાર સૌરાષ્ટ્ર તરફથી આવતી બસ ઢેબર રોડથી માલવીયા ચોક થઇને શાસ્ત્રીમેદાન ખાતે પહોચશે તેમજ અમદાવાદ તરફના રૂટની બસ જયુબેલી ચોકથી ત્રિકોણબાગ ત્યારબાદ માલવીયા ચોકથી થઇને શાસ્ત્રીમેદાન ખાતે પહોંચશે. હાલમાં શાસ્ત્રીમેદાન ખાતે હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત રહેશે ત્યારબાદ જે વધુ જરુર પડશે તો માધાપર ચોકડી ખાતે પ પ્લેટફોર્મ માટેનું બસ સ્ટેન્ડ તૈયાર કરવામાં આવશે.મુસાફરોને થોડા દિવસ અવગડતા ન પડે તે માટે હાલના એસ.ટી. સ્ટેન્ડ ખાતે સ્થળાંતર કરાયેલા બેનરો લગાડવામાં આવશે આ ઉપરાંત શાસ્ત્રીમેદાન ખાતે પણ બે હોડીગ લગાવવામાં આવશે જેમાં તમામ માહીતી પુરી પાડવામાં આવશે. મુસાફરોની સવલતને ઘ્યાનમાં રાખી હાલના એસ.ટી. સ્ટેન્ડથી શાસ્ત્રીમેદાન ખાતે પહોચાડવા બે મીની બસની સુવિધા કરવામાં આવશે. ટુંકમાં પ નવેમ્બરથી હંગામી સ્ટેન્ડ ધમધમતુ થશે અને લગભગ ૨૦૨૦ સુધીમાં રાજકોટને નવું એરપોર્ટ જેવું બસ પોર્ટ મળી જશે.