ગીર સોમનાથ જીલ્લામાં એસ.ટી. વિભાગમાં આંધળા વહીવટથી મુસાફરી પરેશાન બન્યા છે. વિવિધ પ્રકારના રૂટ ની એસ ટી બસ સુવિધાઓ જેવીકે વેરાવળ તાલાલા સુરત સોમનાથ નાથદ્વારા સોમનાથ મુંબઈ મહારાષ્ટ્ર ની સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી યાત્રિકો તેમજ વેપારીઓ ને ધ્યાનમાં રાખીને સોમનાથ થી મુંબઈ અને સોમનાથ થી નાથદ્વારા રૂટ માં એસ. ટી વોલ્વો બસની સુવિધા ઉપલબ્ધ કરાવવાએસ.ટી તંત્રને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે
જેમાં સોમનાથ સુત્રાપાડા તેમજ તાલાલા વિસ્તારમાં વૈષ્ણવ ભાવિકોના આસથાના યાત્રાધામ નાથદ્વારાની એસ.ટી સુવિધાઓ મળી હતી પણ તંત્ર ના મનધડાક નિર્ણય લઈ આ રૃટનો પહેલાં સમય બદલી નાખયો તયારબાદ. આ રુટ ની સુવિધાઓ છીનવી આ રૂટની બસ સેવા રાત્રે ઉપડતી જે સારી આવક આપતી પણ સમય દીવસ નો કરી મળતી આવક ધટાડો થતા એકાએક છીનવી બસ બંધ કરી હતી તેમજ સોમનાથ મહાદેવ મંદિર થી મુંબઈ ની એસ.ટી બસ સુવિધાઓ પણ જરૂરી હોય હાલ એસ.ટી વોલવો બસ સુવિધા ઉપલબ્ધ થાય તો આ વિસ્તારમાં આવેલા અનેક ઉદ્યોગકારોને મુંબઈ અવર જવર માટે સુવિધા મળે તેમજ પ્રાઈવેટ ખાનગી બસો પુરતા પ્રમાણમાં ટ્રાફિકમાં દોડ છે
જયારે એસ.ટી ની એકપણ બસ સેવા મુંબઈ જવા ઉપલબ્ધ નથી જેથી સોમનાથ મુંબઈ વોલવો અથવા સલીપર કોચ એસ ટી બસ સેવા શરૂ થાય તેવી માંગ થયેલી તેમજ સોમનાથ મંદિરથી કષ્ટ ભંજન હનુમાન મંદિર સારંગપુર ની એસ.ટી બસ સુવિધા ઉપલબ્ધ નથી માંગરોળ જેવાં નાના ગામ થી સારંગપુર માતાનાં મઢ કરછ માટેની એસ.ટી બસ નિ સુવિધાઓ ઉપલબ્ધ હોય પણ વેરાવળ ગીર સોમનાથ જિલ્લામાં એસ.ટી તંત્ર ના મન માની થી વિવિધ રૂટ ની એસ.ટી સુવિધાઓ મળી શકતી નથી
ગીર પંથકમાં વર્ષોથી વેરાવળ તાલાલા સૂરત રૂટ ની બસ આ વિસ્તારમાં આશીર્વાદ રૂપ હતી પણ વેરાવળ ડેપોમાં ચાલતાં આંધળા વહીવટે આ બસ બંધ કરવાની નીતિ અપનાવી બસને જસદણ વીંછીયા કરી બસ ને મળતી આવક ઘટાડી જેથી આ રૂટ ની સુવિધાઓ ડેપોમાં ચાલતાં આંધળા વહીવટ ને કારણે બંધ થઇ ગઇ અને ગીર પંથકમાં મળતી સુરત ની એસ.ટી સુવિધાઓ છીનવાઈ હાલ ગીર સોમનાથ જિલ્લા માં સોમનાથ નાથદ્વારા સોમનાથ મુંબઈ સોમનાથ સારંગપુર તેમજ સોમનાથ માતા ના મઢ બસો ની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બાબતે એસ.ટી તંત્ર ને રજુઆત થઈ હોવાનું જણાવ્યું હતુ