રાજકોટ ડીવીઝનની બસો એક વર્ષમાં ૭.૪૭ લાખ કિ.મી. દોડી: ડીઝલ ખર્ચમાં પણ ૧૦.૩૧ કરોડનો વધારો
રાજકોટ એસ.ટી. ડિવિઝનને છેલ્લા એક વર્ષમાં ઢગલાબંધ નવી બસો મળી છે. જેનાી એસ.ટી. વિભાગની આવકમાં પણ વધારો જોવા મળ્યો છે. નવી બસો આવતા મુસાફરોને પણ આ વાત ઘણી પસંદ પડી છે અને સો મુસાફરીની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે.રાજકોટ એસ.ટી. ડિવિઝનમાં વર્ષ ૨૦૧૫-૧૬માં કુલ ૭.૦૧ લાખ કિ.મી. બસો દોડી હતી. જયારે આ વર્ષે ૭.૪૭ લાખ કિ.મી. બસો દોડી છે. કુલ મળીને ૫૦ લાખ કિ.મી. વધ્યાં છે.
રાજકોટ એસ.ટી. ડિવિઝનને ગત વર્ષે ૧૪૦.૭૭ કરોડની આવક ઈ હતી. જયારે આ વર્ષે ૧૪૦.૯૫ કરોડ ઈ છે. ગત વર્ષ અને આ વર્ષની સરખામણીમાં ૧૮ લાખની આવકનો વધારો યો છે અને એસ.ટી. તંત્રને ૧ કિ.મી. દીઠ ૬ પૈસાનો આવકમાં વધારો યો છે.
એસ.ટી. બસોની આવકમાં વધારો વાનું એક કારણ રાજકોટ એસ.ટી. ડિવિઝનને નવી બસો મળી છે અને નવા ‚ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મુસાફરોને પણ આ નવી બસો પસંદ આવી છે. આવકની સો સો એસ.ટી.ના ખર્ચમાં પણ વધારો યો છે. ગત વર્ષે તેનો આંક ૧૩૪.૩૪ કરોડ જયારે આ વર્ષે વધીને ૧૪૮.૬૦ કરોડ યો હતો. આ આંકડો વધવાનું કારણ ડ્રાઈવર-કંડકટરનો પગાર વધારો છે.
ગત વર્ષે ડ્રાઈવર-કંડકટરનો પગાર ૪૫.૬૨ ક્રોડ હતો. જે આ વર્ષે વધીને ૪૯.૨૯ કરોડ યો છે. ૩.૬૬ કરોડનો વધારો યો છે.
આ ઉપરાંત અન્ય ખર્ચાઓમાં મેન્ટેન રીપેરીંગ ખર્ચ ગત વર્ષે ૧૧.૩૫ કરોડ હતો જે આ વર્ષે વધીને ૧૧.૮૧ કરોડ યો હતો. જેમાં ૪૬ લાખનો વધારો ડીઝલ ખર્ચ, ગત વર્ષે ૬૪.૦૨ કરોડ યો હતો. જે આ વર્ષે વધીને ૭૪.૩૩ કરોડે પહોંચ્યો છે. જેમાં ૧૦.૩૧ કરોડનો વધારો જોવા મળ્યો છે.