સફાઈ બાબતે કડક વલણ અપનાવ્યું , સંતરામપુર એસટી ડેપો નો કર્મચારી સ્ટાફ હરકતમાં આવ્યો.

WhatsApp Image 2023 08 22 at 5.42.03 PM

વડાપ્રધાનએ સ્વચ્છતા અભિયાન ઉપર પૂરેપૂરો ભાર મૂકેલો છે એને અનુસંધાને એસટી વિભાગ પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં આવતા તમામ ડેપોમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે.

જેને લઈને એસ.ટી ગોધરા વિભાગીય નિયામક  બી.આર . દીંડોડ દ્વારા સંતરામપુર ખાતે આવેલ એસટી ડેપોમાં ઓચિંતી ફ્લાઈંગ વિઝીટ કરતા ડેપોની અંદર જોવા મળતી ગંદકી વિશે કડક વલણ અપનાવીને તેમને સફાઈ માટે ભાર મૂકીને ડેપો ઉપર ટોયલેટ, બાથરૂમ, પીવાના પાણીની ટાંકી તેમજ પ્લેટફોર્મ ઉપર કોઈપણ પ્રકારની ગંદકી કચરો અથવા બીજે કોઈ પણ પ્રકારની ગંદકી જોવા મળશે તો જે તે જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.  તેવું કડક હાથે કામ લેતા સંતરામપુર એસટી ડેપોમાં આજે સંપૂર્ણપણે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.

WhatsApp Image 2023 08 22 at 5.42.02 PM

જેના ભાગરૂપે ટોયલેટ બાથરૂમની સફાઈ પ્લેટફોર્મની સફાઈ એસટી બસોની સફાઈ, વર્કશોપ વિભાગની અંદર રહેતા કર્મચારીઓ એમના ટોયલેટ બાથરૂમ તેમજ જે તે વિસ્તારની આજુબાજુમાં ઠલવાતો ગંદો કચરો અને તે બધા કચરાનો નાશ કરવાનું કામ આજે હાથ ધરવામાં આવ્યું.

વિભાગીય નિયામક બી.આર. દિંડોડ દ્વારા જણાવવામાં આવ્યું કે અમદાવાદ ઓફિસ દ્વારા એક અમારું સેલ ” સફાઈ અભિયાન સેલ “રાખવામાં આવ્યું છે જેને લઈને અમે પંચમહાલ વિભાગમાં આવતા સાત ડેપો અને તેના પેટા ડેપોમાં સફાઈના રોજેરોજ whatsapp ના માધ્યમથી ફોટા પણ મંગાવીએ છીએ અને આ તમામ ડેપો અને પેટા ડેપો હંમેશા માટે સાફ સુથરા રહે અને તેને હંમેશા સાફ રાખવામાં આવે તેવી ખાસ કામગીરી હાથ ધરવામાં આવી છે.  જેને લઇને મુસાફરને રોગચાળોનો ભોગ અથવા કોઈ બીમારીનો ભોગ ના બનવું પડે તેની ખાસ તકેદારી એસ.ટી.વિભાગ રાખી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.