એક્સપ્રેસ બસનાં રૂટ સોમવારે ચર્ચા બાદ નક્કી કરાશે

ગુજરાત એસટી વિભાગ દ્વારા મોટો અને મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત એસટીનાં આ નિર્ણયની અસરો ગુજરાતમાં લાખો લોકોને અસર કરશે અલબત આ અસર પોઝિટિવ હોવથી લોકોની સુવિધા જાળવવામાં મદદ રુપ બનશે. ગુજરાત એસટીએ જાહેરાત કરી છે કે, આગામી ૧ જુલાઈથી એક્સપ્રેસ બસ દોડાવાશે.

જો કે, ૧ જુલાઈથી શરુ કરવામાં આવી રહેલી એક્સપ્રેસ બસનાં રુટ સોમવારે ચર્ચા બાદ નક્કી કરાશે. ગ્રામ્ય વિસ્તારોનાં રુટને હાલ બાકાત રાખી સંચાલન કરાશે અને આંતર રાજ્ય બસ સેવા હાલ શરૂ નહીં થાય. આપને જણાવી દઇએ કે, અત્યાર સુધી એસટી દ્વારા ફક્ત ૩૦ ટકા બસ જ શરૂ કરાઈ છે. ત્યારે આગામી દિવસોમાં એક્સપ્રેસ રુટ શરુ કરવામાં આવે તો લાખો લોકોનાં ખિસ્સા પરનુ પ્રાઇવેટ બસોનાં ભાડાનું ભારણ ઓછુ થશે.

જો કે કોરોનાના કાળ વચ્ચે આંતરરાજ્ય બસો દોડાવવામાં નહિ આવે અને આ એક્સપ્રેસ બસો ગામડાઓમાં પણ ઉભી નહીં રહે.

જો કે લોકડાઉન દરમિયાન એસટી.ના પૈડા બે માસ સુધી થંભી ગયા હતા ગત ૧લી જૂનના રોજ એસ.ટી. બસ ફરી ધમધમી હતી. અને હાલ રાજય સરકાર આગામી તા-૧ જૂલાઇ એટલે કે બુધવારથી એકસપ્રેસ બસો દોડાવવાનું પણ શરૂ કરી રહી છે. ત્યારે મુસાફરો માટે આવન ગમન માટેના સારા સમાચાર આવ્યા છે. હજુ રૂટ બાબતે કોઇ શેડયુલ આવ્યું નથી. સોમવારે રાજય એસ.ટી. નિગમ બેઠકમાં કયા કયા રૂટ શરૂ કરવા તે અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ નકકી કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.