સૌથી વધુ વાંકાનેરની ૧૨  અને જેતપુરની ૮   સહિત કુલ ૯૨ ટ્રીપ ચલાવાશે

લોકડાઉન ૪.૦ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા જઝ બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. સરકાર દ્વારા અમદાવાદ સિવાય સમગ્ર રાજ્યમાં જઝ બસ સેવા શરૂ કરાઈ છે.

રાજકોટ, સુરત અને વડોદરામાં બસ સેવા શરૂ કરાઇ છે. રાજકોટ શહેરમાંથી આજે સૌરાષ્ટ્રના ૯ જિલ્લામાં એસટી બસ દોડશે.

રાજકોટમાં આજી અન્ય ૯ જિલ્લાઓની જઝ બસ શરૂ કરવામાં આવી છે. આજી મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, જામનગર, ભાવનગર, પોરબંદર, દ્વારકા અને ભુજનો સમાવેશ થાય છે. હાલમાં અન્ય જિલ્લાઓમાં માત્ર ગણતરીની બસો તબક્કાવાર ચાલુ કારવામાં આવશે

રાજકોટી સૌથી વધુ વાંકાનેરની ૧૨ ટ્રીપ અને જેતપુતની ૮ ટ્રીપ સહિત આજી રાજકોટ એસટી ડિવિઝન દ્વારા જુદા જુદા રૂટની કુલ ૯૨ ટ્રીપ દોડાવવામાં આવી રહી છે.તંત્ર દ્વારા તબક્કાવાર બસોને દોડાવવાનું શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ સો જ મુસાફરો માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયો છે. ૬૩૫૪૯૧૮૭૩૮ હેલ્પ લાઇન નંબર પર લોકો સંપર્ક કરી શકે છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં લોકડાઉન ૪ની ગાઈડલાઈનની જાહેરાત કરતી વખતે અમદાવાદમાં પ્રવેશ સિવાય એસટી બસોની સેવા શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જે મામલે એસટી નિગમ દ્વારા રાજ્યમાં બસો દોડાવવાને લઈ મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર ઝોન, દક્ષિણ ગુજરાત ઝોન, ઉત્તર ગુજરાત ઝોન અને મઘ્ય ગુજરાત ઝોન એમ ચાર ઝોનમાં એસટી સેવા શરૂ કરવામાં આવી હતી.

જઝ વિભાગ દ્વારા મુસાફરો, ડ્રાઇવર અને કંડકટરનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ સો જઝ બસમાં મુસાફરોને બેસાડવામાં આવી રહ્યાં છે. ભુજની જ બસ શરૂ ઈ છે. તંત્ર દ્વારા તબક્કાવાર બસોને દોડાવવાનું શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ સો જ મુસાફરો માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયો છે. ૬૩૫૪૯૧૮૭૩૮ હેલ્પ લાઇન નંબર પર લોકો સંપર્ક કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.