રેડ ઝોનમાં જિલ્લામાંથી એસ.ટી.બસ નહીં કરી શકે અવર-જવર
લોકડાઉન-૪ને લઈ સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. લોકડાઉનનાં કારણે થંભી ગયેલા એસ.ટી.બસના પૈડાનો ધમધમાટ ફરી એકવાર શરૂ કરવામાં આવશે. જોકે અમુક શરતોને આધીન એસ.ટી.બસો દોડાવવામાં આવશે તેવું હાલ નકકી કરાયું છે. જેમાં રેડ ઝોનમાં બસ નહીં જઈ શકે. લોકડાઉન-૪ને લઈ સૌથી મોટા રાહતના સમાચાર મળ્યા છે. ૧૮મેથી એસ.ટી.બસનાં થંભી ગયેલા પૈડાની ફરીથી ગતિમાન કરવામાં આવશે.
ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાં એસ.ટી.બસ શરૂ થઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખોરવાઈ ગયેલો આ વાહન વ્યવહાર ફરી એકવાર શરૂ થશે જોકે એસ.ટી.બસો રેડ ઝોનમાં શરૂ નહીં કરવામાં આવે. રેડ ઝોન સિવાયનાં વિસ્તારમાં બસ શરૂ કરવામાં આવશે. ગ્રીન ઝોનમાં બેરોકટોક મુસાફરી કરી શકાશે અને ઓરેન્જ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં એસ.ટી.બસમાં નહીં જઈ શકાય.
કયાં ચાલશે અને કયાં બંધ રહેશે એસ.ટી?
- ઓરેન્જ-ગ્રીન ઝોન જિલ્લામાં શરૂ થશે એસ.ટી.બસ
- એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બસ શરૂ કરાશે
- ઓરેન્જમાંથી ગ્રીન ઝોનમાં નહીં ચાલે એસ.ટી.
- એક ગ્રીનમાંથી અન્ય ગ્રીન ઝોનમાં જ એસ.ટી.ને મળશે છુટ
- બે ગ્રીન ઝોન જિલ્લા વચ્ચે રેડ ઝોન હશે તો નહીં ચાલે એસ.ટી.બસ