૧.૭૫ કરોડના ખર્ચે એસટીની વિભાગીય કચેરી કોર્પોરેટ કક્ષાની બનાવાશે
રાજકોટ એસ.ટી. નિગમની ગોંડલ રોડ ઉપર આવેલી એસ.ટી. વર્કશોપ કચેરીની આગામી દિવસોમાં કાયાપલટ કરવામાં આવશે બસ સ્ટેન્ડ બન્યા બાદ વિભાગીય કચેરીને કલેકટર અને પીજીવીસીએલની મુખ્ય કચેરી જેવી કોર્પોરેટર કક્ષાની બનાવવામાં આવશે.રાજકોટમાં ૩ મહિના પૂર્વે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી દ્વારા એસ.ટી. બસ સ્ટેન્ડક અધતન બનાવવાનું એરપોર્ટ જેવુ બનાવવાનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતુ આવતા ૨ વર્ષમાં ૧૫૪ કરોડ ‚પીયાના ખર્ચે અત્યાધુનીક બસ પોર્ટ બનવાનું છે. એસ.ટી. તંત્ર રાજકોટમાં એક પછી એક વિકાસના કામો કરી ઝડપથી આગળ વધી રહી છે. ત્યારે ડીવીઝનની મોટાભાગની જૂની એસ.ટી. બસો સ્ક્રેપ કરી તેની જગ્યાએ નવી બસો દોડવા લાગી છે. અને રાજયની બહાર પણ નાથદ્વારા, મહારાષ્ટ્ર ‚ટની પણ બસો ચાલુ કરવામાં આવી છે. આ બધી જ કાર્યવાહી બાદ એસ.ટી. વર્કશોપની પણ કાયાપલટ થવાની છે. તેવું જાણવા મળ્યું છે.રાજકોટ એસ.ટી.ના વર્તુળમાંથી મળતી માહિતી મુજબ એસ.ટી. વર્કશોપ ખાતેક વિભાગીય નિયામકની કચેરીની કાયાપલટ કરી કલેકટર અને પીજીવીસીએલની કોર્પોરેટ ઓફીસ જેવી બિલ્ડીંગ બનાવવામાં આવશે. અંદાજીત ‚ા.૧.૭૫ કરોડનો ખર્ચ અધતન વર્કશોપ કરવામાં આવશે હવે રાજકોટમાં એસ.ટી.ની નવી બસો, બસપોર્ટ બાદ વિભાગીય કચેરી પણ અધતન બનાવવામાં આવશે.