બોર્ડ ટોપટેન શાળાના વિદ્યાર્થીઓ: . ગ્રેડમાં વિદ્યાર્થીઓએ સિધ્ધિ હાંસલ કરી

ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ જાહેર થયેલા ધો.૧૨નાં પરિણામમાં રાજકોટ શહેરની સર્વોદય સ્કુલે શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું છે. આજે જાહેર થયેલા પરિણામમાં સર્વોદય સ્કુલનું પરિણામ ૯૭.૬૦ ટકા આવ્યું છે. જેમાં ૯૯ થી વધુ પીઆર મેળવવામાં રેકોર્ડ બ્રેક ૨૧ વિદ્યાર્થીઓ, ૯૫ થી વધુ પીઆર મેળવવામાં ૬૮ વિદ્યાર્થીઓ, ૯૦ થી વધુ પીઆર મેળવવામાં ૯૬ વિદ્યાર્થીઓ, ૮૦ થી વધુ પીઆર મેળવવામાં ૧૪૦ વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરી છે.

બોર્ડ દ્વારા આજે જાહેર થયેલા ધો.૧૨નાં પરિણામમાં ભાર વગરનાં ભણતરને સાર્થક કરી સતત શ્રેષ્ઠ પરિણામ આપતી સર્વોદય સ્કુલે ફરી સામાન્ય પ્રવાહમાં શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી ફરીવાર વિજય ઘોષ કર્યો છે.  સર્વોદય સ્કુલમાંથી સોરઠિયા પ્રિન્સી ૯૯.૯૮ પીઆર સાથે બોર્ડ ટોપ ટેનમાં બીજા ક્રમે તેમજ શાળામાં પ્રથક ક્રમે રહી સ્ટેટ-૧૦૦/૧૦૦ ગુણ મેળવી શ્રેષ્ઠ સફળતા મેળવી છે. સોજીત્રા ક્રિષ્ના ૯૯.૯૭ પીઆર સાથે સમગ્ર બોર્ડમાં તૃતીય ક્રમે તેમજ શાળામાં દ્વિતીય ક્રમે એ/સી-૧૦૦/૧૦૦ ગુણ મેળવી સફળતા મેળવે છે.

તેમજ ગોહેલ તૃષા ૯૯.૯૧ પીઆર સાથે સમગ્ર બોર્ડમાં નવમાં ક્રમે રહી એ/સી-૧૦૦/૧૦૦ ગુણ મેળવી સફળતા મેળવે છે. સમગ્ર બોર્ડમાં એ-વનમાં ૯ વિદ્યાર્થીઓ, એ-ટુમાં ૨૪ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ રીતે સફળતા મેળવી છે. બોર્ડનું પરીણામ ૭૩.૨૭ ટકા છે. જયારે શાળાનું પરિણામ ૯૭.૬૦ ટકા સાથે શ્રેષ્ઠતમ રહ્યું છે.

ધો.૧૦માં પીઆર પરિણામ કરતા ધો.૧૨ કોમર્સનાં પરિણામમાં ખુબ વધારા સાથે પરિણામ મેળવ્યું છે. શાળામાં જીએસઈબી અને સીબીએસઈ બોર્ડ રીઝલ્ટમાં સાયન્સ-કોમર્સમાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યા છે.ધો.૧૦ સીબીએસઈ ૧૦ વર્ષથી ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કરે છે. ધો.૧૦ જીએસઈબીમાં બોર્ડ ફર્સ્ટ ૭-૭ અને બોર્ડ ટોપ ટેનમાં ૧૬-૧૬ વિદ્યાર્થીઓ રહ્યા છે. ધો.૧૨ એચ.એસ.સી. બોર્ડમાં ટોપ ટેનમાં ૪-૪ વિદ્યાર્થીઓ રહ્યા હતા.

સર્વોદય સ્કુલ શિક્ષણ સાથે કેળવણીનાં વિચારથી તેમજ રાષ્ટ્રહીતનાં વિચાર સાથે ઉતમ સમાજનું ઘડતર કરી સાર્થક કેળવણી આપવા કટીબદ્ધ છે ત્યારે વિદ્યાર્થીઓને આ સફળતા તેમને તેમનાં કાર્યમાં વધુ સક્ષમ બનાવશે. શાળાના ઝળહળતા પરિણામ બદલ સ્કુલનાં સંસ્થાપક ભરતભાઈ ગાજીપરા, આચાર્યા ગીતાબેન ગાજીપરા, ટ્રસ્ટી ગૌરવભાઈ પટેલે તમામ વિદ્યાર્થીઓ તથા ધો.૧૨નાં વિભાગીય વડા મનોજભાઈ તળપદા તથા તમામ શિક્ષકગણને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ સુરતમાં બનેલ દુ:ખદ ઘટના પ્રત્યે અમે સંવેદના પ્રગટ કરીએ છીએ. તેના ભોગ બનેલા તમામ સદગતને અમે હૃદયથી શ્રદ્ધાંજલી આપીએ છીએ.

vlcsnap 2019 05 25 13h30m13s159

આ તકે સર્વોદય સ્કુલના ચેરમેન ભરતભાઈ ગાજીપરાએ અબતકને જણાવ્યું હતુ કે આજે એચએસસી ૧૨ કોમર્સનું રીઝલ્ટ આવ્યું છે. ખૂબ સરસ રીઝલ્ટ શાળાનું છે. પરંતુ જે સુરતની દુર્ઘટના બની તેને કારણે વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બન્યા તેમને શ્રધ્ધાંજલી સ્વરૂપે અમે આ રીઝલ્ટનીકોઈ ઉજવણી કરતા નથી અને તેમને તમામ વિદ્યાર્થીઓ અને શાળા વતી શ્રધ્ધાંજલી પાઠવીએ છીએ આ એચએસસી રીઝલ્ટમાં શાળાનુંરીઝલ્ટ ૯૭.૬૦% જેટલુ આવ્યું છે. બોર્ડની અંદર ટોપ ૧૦ ૪ વિદ્યાર્થીઓ છે. એ.૧ગ્રેડમાં ટોટલ ૯ વિદ્યાર્થીઓ, એ.૨ ગ્રેડમાં ૨૪ વિદ્યાર્થીઓ અને સરેરાશ રીઝલ્ટ ખૂબજ સરસ આવ્યું છે.vlcsnap 2019 05 25 13h30m52s126

આ તકે ભાર્ગવ અજાગીયાએ અબતકને જણાવ્યું હતુકે આજે ધો.૧૨ કોમર્સનું રીઝલ્ટ આવ્યું છે. ત્યારે આજનો કાર્યક્રમ એ કોઈ બોર્ડની ઉજવણી માટેનો નથી પણ આજે સુરતમાં જે ઘટના બની છે. તેમાં અમારા ભાઈ બહેનોનું જે મૃત્યુ થયું છે. તેના માટે ભાવપૂર્વક અમે શ્રદ્ધાંજલી આપીએ છીએ તે બીજા કોઈ નહિ પણ અમારા ભાઈ બહેનો જ હતા. આજે રીઝલ્ટ આવ્યું છે. તેની અમને ખુશીપણ છે. અને આવી દુ:ખદ ઘટનાને લીધે તેનું દુ:ખ પણ છે.

કારખાનામાં કામ કરતા પિતાની પુત્રી પ્રિન્સીએ કોમર્સમાં મેળવ્યા ૯૯.૯૮ પીઆર

vlcsnap 2019 05 25 13h30m57s141

દ્રઢ વિશ્ર્વાસ જો હોય સાથે તો સપના થાય સાકાર આ પંકિતને સાર્થક કરતી સર્વોદય સ્કુલ કોમર્સની વિદ્યાર્થીની સોરઠીયા પ્રિન્સીએ ૯૯.૯૮ પીઆર મેળવીને પોતાનું તેમજ માતા-પિતાનું સપનું સાકાર કર્યું છે. ઉપરાંત આંકડાશાસ્ત્ર (સ્ટેટ)માં ૧૦૦/૧૦૦ મેળવી આનંદ સાથે સોરઠીયા પ્રિન્સિ કહે છે, ‘મારા પિતાનું સપનું હતું કે, ધો.૧૦ની જેમ ધો.૧૨માં પણ ખુબ શ્રેષ્ઠ પરિણામ મેળવું. ધો.૧૦નાં પરીણામ બાદ સી.એ. બનવાનું સ્વપ્ન મે વિચાર્યું હતું જે આજે પુરુ થવા જઈ રહ્યું છે.

સુરતમાં જે કરૂઘટના બની તે ખરેખર ખુબ દુ:ખદ કહેવાય જેમાં અમારા જેવા જ વિદ્યાર્થીઓ પણ મૃત્યુ પામ્યા. આજનું આ પરીણામ અમે એવા વિદ્યાર્થીઓને સમર્પિત કરી તેમને સાચી શ્રદ્ધાંજલી આપીએ છીએ. શાળામાંથી અપાયેલા કાર્યને રોજબરોજ નિયમિત રીતે કરતું રહેવું અને હળવાશથી કોઈપણ પ્રકારનાં ટેન્શન રાખ્યા વગર આનંદથી અભ્યાસ કરવો એવું વિચારતી સોરઠીયા પ્રિન્સીના પિતા કારખાનામાં કામ કરી દીકરીને ઉચ્ચ અભ્યાસ કરાવવા કટીબદ્ધ છે. પિતાનાં સપનાને સાકાર કરવા સોરઠીયા પ્રિન્સીને પોતાની સી.એ. બનવાની ઈચ્છા છે.

મજુરી કામ કરતા પિતાની પુત્રી સોજીત્રા ક્રિષ્નાએ મેળવી જવલંત સફળતા

krishna sojitra

મધ્યમ વર્ગીય વિદ્યાર્થી સોજીત્રા ક્રિષ્ના બોર્ડમાં ૯૯.૯૭ પીઆર સાથે શાળામાં દ્વિતીય ક્રમે સફળતા મેળવી છે તેમજ એ/સી વિષયમાં ૧૦૦/૧૦૦ ગુણ મેળવી સફળતા મેળવી છે. પિતા મજુરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે ત્યારે સોજીત્રા ક્રિષ્નાએ પોતાનાં પિતાનું સપનું સાકાર કર્યું છે. ક્રિષ્નાને કોમર્શીયલ તેમજ બેંકીંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની મહેચ્છા છે. પોતાના સપના સાકાર કરવા વ્યવસ્થિત આયોજનબઘ્ધ ડે ટુ ડે વર્કની થીમ અપનાવીને આ સફળતા મેળવી છે. સર્વોદય કોમર્સમાં ચાલતા જી.સી.પી.ટી. કોર્સથી ઘણો ફાયદો થયો છે. જેના કારણે મારા મનમાં કોમર્શીયલ વિચાર તરફ જવાનું મનોબળ દ્રઢ થયું છે.

સીલાઈ કામ કરતા પિતાની દીકરી ગોહેલ તૃષાને બનવું છે સી.એ.

gohel trusha

મન હોય તો માળવે જવાય એ વિચારને ચરીતાર્થ કરતી ગોહેલ તૃષા ૯૯.૯૧ પીઆર સાથે સમગ્ર બોર્ડમાં તૃતીય નંબર તેમજ નામુ વિષયમાં ૧૦૦/૧૦૦ ગુણ મેળવી જવંલત સફળતા મેળવી છે. સીલાઈ કામ કરતા પિતા અને ગૃહિણી માતાનાં સ્વપ્નને સાકાર કર્યું છે. નિયમિત કાર્ય અને શાળામાં ચાલતા સ્ટે બેકને કારણે ઘણો ફાયદો થયો છે. વિષયવાર આયોજનથી આજે સફળતા મેળવી છે. ભરતસરનાં વિચાર મુજબ શિક્ષણ સાથે કેળવણી પ્રાપ્ત કરી સી.એ. તરફ કારકિર્દી બનાવવાની મહેચ્છા છે. સામાન્ય પરીવારની દીકરીએ પોતાના મહેનત વડે પોતાનું ધ્યેય લક્ષી સપનું સાકાર કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.