છેલ્લા ત્રણેક માસથી ભુગર્ભ ગટર તુટી ગઈ હોવા છતાં કોઈ નક્કર કામગીરી ન કરાતા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને કરી રજૂઆત
હળવદ તાલુકાના સુંદરગઢ (સુર્યનગર) ગામે પ્રાથમિક શાળા પાસે ભૂર્ગભ ગટર તુટી જતા વિદ્યાર્થીઓના આરોગ્ય પર માઠી અસર થશે તેવી રજૂઆત સુંદરગઢના સરપંચ સહિત તલાટીને કરી હોવા છતાં કોઈ આ બાબતે નિરાકરણ ન આવતા આ અંગેની ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે.
હળવદ તાલુકાના સુર્યનગર ગામે આવેલ પ્રાથમિક શાળા પાસે છેલ્લા ત્રણેક માસથી ભુગર્ભ ગટર તુટી ગઈ હોવાથી વિદ્યાર્થીઓના આરોગ્ય પર માઠી અસર પડી રહી છે. ત્યારે આ બાબતે અવારનવાર ગામના સરપંચ સહિત તલાટીને રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલા ન લેવાતા આજરોજ ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી વિદ્યાર્થીઓ સહિત આજુબાજુમાં રહેતા લોકોનું આરોગ્ય જાખમાય તે પહેલા તુટેલી ભુગર્ભ ગટર લાઈન રીપેરીંગ કરવા માંગ કરાઈ છે.