કાલે વિશ્ર્વ મહિલા દિવસ
આ વર્ષની થીમ “ડિજિટલ યુગમાં નવિનતા અને તકનીકી પરિવર્તન” તમામ મહિલાઓની લીંગ સમાનતા અને સશકિતકરણ અને તેમને શિક્ષિત કરવા
21મી સદીના સૌથી મોટા પડકારોમાં આબોહવા કટોકટી અને આપત્તિના જોખમના ઘટાડા સંદર્ભે લિંગ સમાનતાને આગળ વધારવી: આ દિવસ 1900ના દાયકાની શરૂઆતથી મનાવાય છે
મહિલાઓની આર્થિક-સામાજીક-સાંસ્કૃતિક અને રાજકીય સિધ્ધિઓને ઓળખવા સાથે મહિલાઓનાં અધિકારોનું રક્ષણ અને નિર્ભય વાતાવરણ પુરૂ પાડવા સમાજના દરેક નાગરિક કાર્ય કરવા કટિબધ્ધ થાય તે જરૂરી
28મી ફેબ્રુઆરી 1909ના રોજ અમેરિકન સમાજવાદી પાર્ટીએ ‘એ ન્યુયોર્કમાં રાષ્ટ્રીય મહિલા દિવસની સ્થાપના કરી હતી. યુનાઈટેડ નેશન્સે 1975માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું 1977માં સંયુકત રાષ્ટ્રે મહિલાઓનાં અધિકારો અને વૈશ્ર્વિક શાંતિના સમર્થનમાં 8મી માર્ચે વિશ્ર્વ મહિલા દિવસ જાહેર કર્યો. દર વર્ષે અપાતી થીમમાં આ વર્ષે ડિજીટલ યુગમાં નવીનતા અને તકનીકી પરિવર્તન દ્વારા તમામ મહિલાઓની લિંગ સમાનતા અને સશકિતકરણ અને તેમને શિક્ષીત કરવાની વાત કરે છે.આપણા દેશમાં મહિલાઓ ઉપર દિવસેને દિવસે અત્યાચારો વધી રહ્યા છે. બળાત્કાર, ઘરેલું હિંસા, છેડતી,શારીરીક અને માનસિક શોષણ વગેરે જેવા અત્યાચારો વધી રહ્યા છે. જે શરમજનક બાબત છે.
મહિલા આ શબ્દ જ શકિત સ્વરૂપ સાથે જોડાયેલ છે. નવ માસ ગર્ભધારણ કરીને પુત્ર કે પુત્રીના જન્મબાદ તેના લાલન પાલનમાં જીવન ખર્ચી નાંખે છે. છેલ્લી કેટલીક સદીથી ઉત્તરોતર મહિલાઓની સ્થિતિમાં બહુ મોટા ફેરફારો આવ્યા 20મી સદીમાં દેશના ઘણા ઉચ્ચ પદો શોભાવ્યા છે જેમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, લોકસભાના અધ્યક્ષ, વિરોધપક્ષનાના અધ્યક્ષ જેવા અનેક છે. પ્રાચિન કાળથી તેની ભૂમિકા સંદર્ભે બહુ થોડા લખાણો મળે છે. જેમાં 1730 આસપાસ સ્ત્રીધર્મ પધ્ધતિ અપવાદ છે. ચોથી સદીમાં લખાયેલ અપસ્તંભસુત્રને ધ્યાને લઈને વર્તન પરની નિંદા પણ લાદવામાં આવેલી હતી.
પ્રાચિન ભારતની વાત કરીએ તો એ જમાનામાં દરેક ક્ષેત્રમાં પુરૂષ સમોવડી સ્ત્રીઓ હતી. મહિલાઓ ઋષી મુની પણ હતી. જેમાં ગાર્ગી અને મૈત્રેય પ્રમુખ નામ છે. વૈદિકકાળની શરૂઆતમાં મહિલાઓ શિક્ષીત પણ હતી. ઋગ્વેદ અને ઉપનિષદના લખાણોમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચિન ભારતના કેટલાક રાજયોમાં નગરવધુ જેવી પરંપરા હતી, જેનું વિખ્યાત ઉદાહરણ આપ્રમાલી છે.સ્મૃતિઓના આગમનથી મહિલાઓનું સન્માન ઘટવા લાગ્યું. બાબર-મુઘલ સામ્રાજયના ઈસ્લામીક આક્રમણથી અને પછી ખ્રિસ્તીઓનાં આગમનથી મહિલાઓનાં સ્વાતંત્ર્ય અને હકો પર પડદો પડી ગયો હતો. મધ્યકાલીન સમયમાં સ્ત્રીઓએ પ્રગતિ કરીને રજીયા સુલ્તાને દિલ્હીપર શાસન કર્યું,શિવાજીના માતા જીજાબાઈને રાજયનાં વહીવટદાર તરીકે નિમાયા હતા. ગુરૂનાનકકે પુરૂષ-સ્ત્રીના હકકોની સમાનતાની વાતોનો સંદેશ આપ્યો હતો. પહેલા તો ઘણા કુરિવાજોમાં દેવદાસી-સતીપ્રથા અને જૌહર જેવા ધણા હતા. વર્ષોથી સ્ત્રીઓને સહન ઘણુ કરવું પડયું છે.
આજના યુગમાં સ્ત્રીઓને મળતી સ્વતંત્રતા તેને લગતી યોજના-કાયદાઓહોવા છતાં પુરૂષ પ્રધાન દેશમાં સંપૂર્ણ સ્વતંત્રતાતેને મળતી નથી. છોકરા કરતા છોકરીઓ ઘણી પાબંદીઓ પરિવાર જ લગાવે છે. લીંગ ભેદભાવ આજના યુગમાં સૌથી વધુ જોવા મળે છે. જેન્ડર બાયસ મા-બાપ જ રાખતા જોવા મળે છે.બધાના ઘરમાંમા-બહેન હોવા છતાં સમાજની દીકરીઓ, તરૂણીઓ દુષ્કર્મ, એસીડ એટેક જેવી ઘણી ઘટનાઓ બનતી જોવા મળે છે. સમાજને બદલાવ લાવવા હજી ઘણી જનજાગૃતિની જરૂર છે.આજના યુગમાં મહિલાઓ ઉપરનાં અત્યાચારો, જાતીય સતામણી જેવી ઘટનાઓ રોજ-બરોજ બનતી જોવા મળે છે. ત્યારે હવે સમાજ ‘જટાયું’ ઝંખે છે!! દેશની સૌથી મોટી વસ્તી યુવાધન છે.તેને નારી રક્ષા પરત્વે જાગૃત થઈને સમાજને બદલવો જ પડશે.
100થી વધુ વર્ષોથી આપણે સૌ મહિલા દિવસ ઉજવણી કરીએ છીએ છતા આજે પણ મહિલાઓ ઉપર અત્યાચારો થઈ રહ્યા છે. સંયુકત રાષ્ટ્ર 1975થી દર વર્ષે ઉજવણીને સતાવાર સમર્થન આપ્યું હતુ. પ્રથમ ઉજવણીનું સુત્ર હતુ અતિતનો ઉત્સવ અને ભાવિનું આયોજન જે આજે પણ એટલું જ સાચુ પડે છે.જુલિયન કેલલેન્ડરમાં 23 ફેબ્રુૂઆરી આવતી તો ગ્રેગોરિયન કેલેન્ડરમાં 8મી માર્ચ આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે 19 નવેમ્બરે વિશ્ર્વ પુરૂષદિવસ ઉજવાય છે. ઘણા દેશોમાં આ દિવસે મહિલા કર્મચારીને રજા પણ આપવામાં આવે છે.
આજની 21મી સદીમાં સ્ત્રીએ પોતાની આંતરીક શકિત ઓળખીને પોતાના અધિકારો માટે લડતા શીખી ગઈ છે. સ્ત્રી સ્વતંત્રતાની જરૂરીયાત અને મર્યાદાઓ પણ જોવા મળે છે. આજે દરેક ક્ષેત્ર પગલે નારીની ભાગીદારી જોવા મળે છે. સ્ત્રીના વિકાસ વગર દેશ સશકત ન બની શકે, કારણ કે નારીની સંપૂર્ણ ભાગીદારી જ વિકાસનો પાયો છે. આપણા પૃથ્વીવાસીઓનાં સશકત ભવિષ્ય માટે ભેદભાવ વગર નારીનો સંર્વાંગી વિકાસ અતી આવશયક છે.
આજે સમગ્ર વિશ્ર્વ બદલાઈ રહ્યું છે. ત્યારે સર્વ દિશાએ મહિલાઓ તેમના વ્યકતિગત અને સામાજીક જીવનમાં અને રાષ્ટ્રીય લેવે નોંધપાત્ર પ્રભતી કરી છે. દેશની વિકાસ પ્રક્રિયામાં નારીનો હિસ્સો વિશેષ છે. સમાજના દરેક નાગરીકે મહિલાઓની સુરક્ષા, ગૌરવ અને સુનિશ્ર્ચિત કરવા સંકલ્પ કરવો જ પડશે. આપણે પરિવારની બહેનો-પુત્રીઓને તેની ક્ષમતાનો અહેવાલ કરવાની તક સાથે તેને આગળ વધવા પ્રોત્સાહન આપવું પડશે.
જાતીય સમાનતા સાથે વિશ્ર્વની કલ્પના કરો, પૂર્વગ્રહ અને સ્ટીરિયો ટાઈપ્સ અને ભેદભાવથી મુકત વિશ્ર્વ સાથે એકએવી દુનિયાનું નિર્માણ જેમાં વૈવિધ્યસભર અને સમાન તકો મળતી હોય તે જરૂરી છે. આજના ઈન્ફરમેશન ટેકનોલોજીના યુગમાં પણ મહિલાઓની છેડતી, અપહરણ, બળાત્કાર, ગેંગરેપ, જાતીય શોષણ, અંધશ્રધ્ધામાં ફસાયું, સાસરીયાની મારઝુડ, માનસિકત્રાસ, પ્રેશરથી એર્બોેશન, નોકરીના સ્થળે હેરાનગતી, બદનામી, બ્લેક મેલીંગ,સોશિયલ મીડિયાપર, ફોન મેસેજથી ત્રાસ જેવી વિવિધ ઘટનાઓ બનીરહીં છે. ત્યારે ‘આ આગ કયારે બુજાશે’ તેમ સૌ પુછી રહ્યા છે. આજે એક દિવસ બધા વાતોકરશે ને કાલથી ફરી એજ બનાવો ચાલુ શું દેશ કે દુનિયા અધ:પતન તરફ જઈ રહી છે. આજે કયાંય બનતી ઘટના આવતીકાલે આપણા દ્વારે પણ દસ્તક દે એ પહેલા સૌ એ જાગવું જરૂરી છે. ને યુધ્ધના ધોરણે કાર્ય કરી, જાગૃતિ લાવીને સ્ત્રી પરના અત્યાચારો મુકત વિશ્ર્વનું નિર્માણ કરવું જરૂરી છે.
મહિલાઓ મૌન તોડો, અવાજ ઉઠાવો
આજે મહિલા દિવસે મહિલાઓ જો ફરિયાદ કે પ્રતિકાર નહી કરે તો તેની હિંમત વધી જશે માટે મૌન તોડો.અવાજ ઉઠાવો. આજે છોકરીઓ કે મહિલાઓ ઘરેથી નીકળે ત્યારે બજારમાં, ભીડવાળી જગયાએ શાળા-કોલેજની અંદર કે બહાર કેટયુશન કલાસીઝ વિગેરે જગ્યાએ અને આવન જાવન વખતે રસ્તાઓ પર શાબ્દિક મુશ્કેલી કે સ્પર્શ-જાતીય સતામણી જેવી યાતનાઓ ભોગવી રહી છે. હવે એક જુટ થઈને પ્રતિકાર કરો, નરાધમોને ઉઘાડા પાડો, ફરિયાદ કરો તમારે કોઈથી ડરવાની જરૂર નથી.