જૈનમ્ જયંતિ શાસનમ્ને ચરિતાર્થ કરતા શ્રાવક-શ્રાવીકાઓ પણ ચાતુર્માસ દરમિયાન સંવત્સરી, પ્રતિક્રમણ કરી અજાણ્યા થઇ ગયેલા પાપનું પ્રશ્ચાતાપ કરશે: જૈન શ્રેષ્ઠીઓ અબતકને આંગણે
ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના આચાર્ય ભગવંત નિદ્રાવિજેતા પુ ડુંગરસિંહજી મ.સા. ની પરંપરાના અનુવાહક ગો. સંપ્રદાયના મહામૂલા જવાહિર સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણગુરુ તપસમ્રાટ પૂ. ગુરુદેવ રતિલાલજી મ.સા.ના પ્રિતીપાત્ર અને કૃપાપાત્ર માનવધર્મના મહાન પ્રણેતા ગાદી પતિ પૂ. ગીરીશમુનિ મ.સા. ના અંતેવાસી સુશિષ્ય ગુજરાત રત્ન બા.બ્ર.પુ. સુશાંતમુનિ મ.સા. વિ.સં. ૨૦૭૫-૭૬ નું ચાતુર્મા કલ્પ અર્થે શ્રી મનહર પ્લોટ સ્થા. જૈન સંઘ શેઠ પૌષધશાળાના પાવન અને પુનિત પ્રાંગણે તા. ૭ અષાઢ સુદ-પ રવિવારના સોનેરી સુર્યોદયે ૮.૦૮ કલાકે પદાપર્ણ કરશે. આત્મદિવાકર પ.સુશાંતમુનિ મ.સા. ચાતુર્માસ કલ્પ માટે મનહર પ્લોટ સંઘ શેઠ પૌષધશાળામાં સંત તરીકે પ્રથમ પધારી રહ્યા હોય સમસ્ત સંધોમાંથી એકમાત્ર પૂ. ગુજરાત રત્ન સંતનું ચાતુર્માસ પણ સંઘને સવાયા સદભાગ્યે પ્રાપ્ત થયેલ હોય જેનો અનેરો આનંદ વિશેષ સવિશેષ સંઘમાં વર્તાઇ રહ્યો છે. આ તકે જૈન શ્રેષ્ઠીઓએ અબતકની મુલાકાત લીધી હતી.
જેના જીવન બાગમાં સૌમ્યય, સાત્વિકતા અને સેવાના સુમનો ખીલ્યા છે. એવા ધીરતા, વીરતા, અને ગંભીરતા ગુણોથી શાસન અને સંપ્રાદયમાં શોભતા ગુજરાતરત્ન પૂ. સુશાંતમુનિ મ.સા. પ્રાણ પરિમલ પ્રકાશન ટ્રસ્ટ રામ એપાર્ટમેન્ટથી સવારે ૭.૩૬ ની શુભ ઘડીએ વિહાર કરી ટાગોર માર્ગ હેમુગઢવી હોલ થઇને વિરાણી સ્કુલ ચોક મઘ્યે પધારશે જયાં સમસ્ત રાજકોટના તથા સૌરાષ્ટ્રના સંઘોશ્રી મનહર પ્લોટ સફળ સંઘ જૈન શ્રેષ્ઠીવર્યો આત્મભાવે સ્વાગત કરશે અને જયાંથી ચતુવિધ સંઘ સાથે પ્રભુ મહાવીરના પ્રચંડ જયઘોષ સાથે ચાતુર્માસ પ્રવેશ ભાવયાત્રા શરુ થશે, જે મંગળા મેઇન રોડ થઇને શેઠ પૌષધશાળામાં સવારના ૮.૦૮ કલાકે પૂ. ગુરુભગવંત ચાતુર્માસ કલ્પ પ્રવેશ કરશે અને આ ભાવયાત્રા સવારે ૮.૧૮ કલાકે પૂ. ડુંગર ગીરી દરબાર રાષ્ટ્રીય શાળાના મઘ્યસ્થ હોલમાં ધર્મસભામાં પરિવતિત થશે. ચાતુર્માસ પ્રવેશ ભાવયાત્રામાં ઠેર ઠેર રંગોળીના માઘ્યમથી નવકારમંત્રના નવ કલરથી સ્વાગત થશે તેમજ સંઘના બન્ને મહિલા મંડળો સુવિધી મહીલા મંડળ તથા શાંતિનાથ પુત્રવધુ મંડળના બહેનો મસ્તક ઉપર આગમ કળશ અને અષ્ટમંગલ લઇને જોડાશે તેમજ આ ભાવયાત્રામાં પોતાના શિષ્યને અંતરીક્ષમાંથી આશીર્વાદ શુભેચ્છા આપવા પૂ. ગુરુભગવંતો પધારી રહ્યા હોય તેવા ભાવ સાથે જૈનશાળાના બાળકો બાલીકાઓ શુભેચ્છા આપવા પૂ. ગુરુભગવંતો પધારી રહ્યા હોય તેવા ભાવ સાથે જૈનશાળાના બાળકો બાલીકાઓ જોડાશે. તેમજ સ્વર્ગમાંથી ઇન્દ્ર ઇન્દ્રાણીના પાત્રમાં ચિ. હર્ષ અને અ.સૌ. પૂનમ ગોસલીયા અને નીલાબેન શશીકાંતભાઇ દોશી મારુદેવીના પાત્ર સજીધજીને પૂ. ઝારખંડરત્નનું ઉષ્માભેર સ્વાગત કરશે.
પૂ. ડુંગર ગીરી દરબાર રાષ્ટ્રીયશાળાના અતિપ્રાચીન હોલમાં પૂ. સુશાંતમુનિ મ.સા.ના ચાતુર્માસ પ્રવેશ સ્વાગત સમારોહ રવિવારના સવારે ૮.૩૧ કલાકે શરુ થશે. જેમાં પૂ. જશ-ઉત્તમ-પ્રાણ ડુંગર દરબાર તથા સંઘાણી, અજરામર સંપ્રદાયના પૂ. મહાસતીજીવૃંદ પધારી પોતાના ભાવ રજુ કરશે. સમારોહ મઘ્યે પૂ. ગુરુભવંતને જૈન આગમ ઉતરાઘ્યન સૂત્ર, અંતગડ સૂત્ર, ઠાણાંગ સૂત્ર, શ્રી આચારંગ સૂત્ર અર્પણ થશે. માંગલીક બાદ ધર્મવત્સલા માતુશ્રી કલાવંતીબેન ભૂપતલાલ માઉ હફ અ.સૌ..શિલાબેન શૈલેષભાઇ માઉની અનેરી અનુમોદનથી નવકારી થશે.
સંઘ સંચાલીત યુવા ગ્રુપના રાજેન્દ્ર વોરા, તુષાર, અદાણી, સચિન સંઘવી, સમીર શાહ, જયેશ માટલીયા, જયદત સંઘાણી, હિમાંશુ અજમેરા, તેમજ સુવિધી મહીલા મંડળ અને શાંતિનાથ પુત્રવધુ મંડળના બહેનો પોતાનો ડેસકોડ પરિધાન કરી વ્હાલપ અને વાત્સલ્ય વરસાવતા વડીલ પૂ. ગુરુણી ભગવંતોને તથા જૈન શ્રેષ્ઠીઓને ચાતુર્માસ પ્રવેશ પત્રિકા ઉપર શુકનવંત કંકુ સાથીયા અને વધામણા કરીને ચરણ કમળોમાં અર્પણ કરેલ હતી.
સંઘ પ્રમુખ ડોલરભાઇ કોઠારીએ ચાતુર્માસ અંગેની વિસ્તૃત માહીતી આપતા જણાવ્યું કે ચોવીસા યંત્ર સર્જક આરાધક પૂ. સુશાતમુનિ મ.સા. ના સાનિઘ્યમાં મ.સા.ના સાનિઘ્યમાં ચાતુર્માસ ના રુડા અને મંગલકારી દિવસો અંતર્ગત આયોજનોમાં ગુરુપૂણિમા ના દિવસે આચાર્ય પૂ. ડુંગરગુરુ અને ગાદીપતિ પૂ. ગીરીશમુનિ મ.સા. યશોગાથા પુણ્ય સ્મૃતિ અવસર, આગમ આગમ દિવાકર, પૂ. જનકમુનિ મ.સા. જન્મોત્સવ, સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણગુરુ જન્મોત્સવ, પર્યૂષણ મહાપર્વ, પ્રભુ મહાદીર જન્મ કલ્યાણક વાંચન, આસો માસની શાશ્ર્વતી આયંબિલ ઓળીની આરાધના: ગોડલચ્છ શિરોમણી પૂ. જયંતમુનિ મ.સા. જન્મ સ્મૃતિ દિન, દીપાવલીની દિવ્યદિને ભગવાન મહાવીર નિર્વાણ કલ્યાણક અને તપસમ્રાટ પૂ. ગુરુદેવ રતિલાલજી મ.સા. જન્મ સ્મૃતિ અવસર, નૂતનવર્ષ મહા માંગલીક જ્ઞાનપંચમી ના જ્ઞાન આરાધના કરાવવાનો અપૂર્વ અવસર નૂતનવર્ષ મહા માંગલીક જ્ઞાનપંચમી ના જ્ઞાન આરાધના કરાવવાનો અપૂર્વ અવરસ તેમજ નિત્ય શિશુદર્શન, યુવા દર્શન, કપલ દર્શન, સીનીયર સીટીઝન દર્શન તથા મહીલા-શિશુ અને યુવાશીબીર અને ખાસ તો દર મંગળવારના પ્રવચન મઘ્યે ચોવીસ યંત્ર મંગલકર સ્ત્રોત્રની વિશિષ્ટ જપ સાધના ત્રિરંગી સામાયિક વાંચણી કાયમી નવકાર મહામંત્ર જાણ જેવા ઉત્કૃષ્ઠ ભાવ સાથે કરાવવામાં આવશે.
આ તકે ચાતુમાસ અંગેની માહીતી આપવા મનહર પ્લોટ સ્થા. જૈન સંઘના ડોલરભાઇ કોઠારી, ચંદ્રકાંતભાઇ શેઠ, બકુલભાઇ મહેતા, મુંકુદભાઇ મહેતા, રજનીભાઇ મહેતા, ભૂપતભાઇ શાહ, જીતેન્દ્રભાઇ અજમેરા, કિરણભાઇ રૂપાણી, પ્રદીપભાઇ મહેતા, યુવા ગ્રુપના રાજેન્દ્ર વોરા, તુષાર અદાણી સમીર શાહ સચિન સંઘવી જયદત સંઘાણી જયેશ માટલીયા હિમાંશુ અજમેરા ઉ૫સ્થિત રહ્યા.
જૈન સંપ્રદાયમાં ચાતુર્માસ પ્રવેશનું મહત્વ શું?
જૈન સંપ્રદાયમાં સમન ભગવાન મહાવીરે સ્વામીએ જણાવ્યું હતું કે ચોમાસામાં છકૈના જીવો એટલે કે નાનામાં નાના જીવોની હિંસા ન થાય તે માટે ગુરુભગવંતો એક જ જગ્યાએ ચાર માસ રહી અનુષ્ઠાન કરે છે. ગુરુભગવંતો દ્વારા શ્રાવક શ્રાવીકાઓને જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય ની સરાહના કરાય છેફ. આગમવાચી જ્ઞાન શ્રાવકો સમક્ષ પીરસવામાં આવે છે. ચાતુર્માસ દરમિયાન ગુરુભગવંતો વિહાર એટલા માટે નથી કરતા કે ચોમાસા દરમિયાન અનેક સુક્ષ્મ જીવ તેની પ્રકૃતિ પ્રમાણે નિર્માણ પામે છે. અને વિહાર દરમિયાન આ જીવો પગ નીચે દબાઇ ન જાય અને તેમની હિંસા ન થાય તે માટે નાના જીવોને બચવવા વિહાર કરવામાં આવતો નથી. આ ઉ૫રાંત ભગવાન મહાવીર સ્વામીન આજ્ઞા મુજબ સૂર્યાસ્ત બાદ ભોજન પણ લેવામાં આવતું નથી મહત્વનું છે કે ચોમાસાની ઋતુમાં સૂર્યાસ્ત બાદ નાનજીવો નીચે ઉતરી છે. અને આ સૂક્ષ્મ જીવોની હિંસા ન થાય તે માટે સૂર્યાસ્ત પહેલા જ ભોજન ગ્રહણ કરાય છે.
મહત્વનું છે કે આગમના આસનોમાં જે જે સિઘ્ધાંતો છે તેને વૈજ્ઞાનિક રીતે પણ પુષ્ટી કરવામાં આવી છે ઓલ ઇન્ડીયા લેવલે યોજાયેલા સેમીનારમાં જૈન ધર્મના સિઘ્ધાંતોને સાયન્સ દ્વારા સ્વીકારવામાં આવ્યા છે. જૈન ધર્મ એટલે જનમાત્ર સુધી પહોચવું જ તેનો જૈન કહેવાય. જૈન ધર્મમાઁ કંદમૂળ ન ખાવા, લસણ, ડુંગળી ન ખાવાને કારણે જૈનોમાં તામસી વૃતિ હોતી નથી અને આરોગ્યની દ્રષ્ટિએ જોઇએ તો કંદમૂળ કોલેસ્ટ્રોલથી ભરપુર હોય છે અને લોહીને નુકશાન કરે છે તે પુરવાર થઇ ગયું છે માટે જૈનો દ્વારા ખાણીપીણીની પરંપરા સાયન્ટીક દ્રષ્ટિએ પણ યોગ્ય છે. ચાતુર્માસ દરમિયાન છેલ્લા દિવસે ખમત ખમાવું એટલે કે દરેકને કહેવામાં આવે છે. ક્ષમા વિરષ્યભુષણમ એટલે કે રોજબરોજની ક્રિયા પ્રતિક્રિયામૉ જાણે અજાણે પાપ થઇ જાય છે. કોઇ વ્યકિતને કોઇ વાતે મન દુ:ખ થાય તે પણ અહિંસા છે આમ પાપના પ્રાયશ્ર્ચિત માટે ચાતુર્માસના છેલ્લા દિવસે સૌ કોઇને મિચ્છામી દુકકડમ કહી ક્ષમા માગવામાં આવે છે.