દરેક ગીતની પ્રસ્તુતિમાં શ્રોતાઓ ઝુમી ઉઠ્યા: કાર્યક્રમ પૂર્વે બે મિનિટનું મૌન પાળી પુલવામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ અપાઈ
રાજકોટમાં સરગમ કલબના ઉપક્રમે વી.આર.કે. પ્રોડકશન પ્રસ્તુત બોલિવુડ મ્યુઝીકલ જલવાનો સુપરહિટ કાર્યક્રમ રવિવારે હેમુ ગઢવી નાટયગૃહ ખાતે યોજવામાં આવ્યો હતો.
બોલિવૂડ મ્યુઝીકલ જલવામાં હિન્દી ફિલ્મી સોંગની વણઝારથી શ્રોતાઓ આનંદ વિભોર બન્યા હતા કાર્યક્રમ પૂર્વે બે મીનીટનું મૌન પાળી શહીદ જવાનોને શ્રધ્ધાંજલી અપાઈ હતી. સમગ્ર કાર્યક્રમ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
કાર્યક્રમના પ્રારંભે પૂલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા ૪૦ ભારતીય જવાનોને શ્રધ્ધાંજલી આપવા બે મીનીટનું મૌન પાળવામાં આવ્યું હતુ અને શહીદોના આત્માને પરમ શાંતી મળે તેવી પ્રાર્થના કરાયા બાદ ‘એ મેરે વતન કે લોગો’ ગીતથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ગીત એની એટરજીએ રજૂ કરતા ઉપસ્થિત સૌ કોઈ ભાવવિભોર બન્યા હતા. ત્યારબાદ ફિલ્મી ગીતોનો સીલસીલો ચાલુ થયો હતો. અને મોડીરાત સુધી ચાલ્યો હતો.
બોલીવુડ મ્યુઝીકલ જલવા કાર્યક્રમના નિર્માતા મુકેશ પટેલ તથા બોલીવુડ મ્યુઝીકલ ડાયરેકટર નિખિલ કામથે કર્ણપ્રિય કાર્યક્રમ પ્રસ્તુત કરીને શ્રોતાઓને મુગ્ધ કરી દીધા હતા. ઓરકેસ્ટ્રા હરસિત મહેતાનું હતુ પ્લેબેક સીંગરમાં ઓસ્ટ્રેલિયાથી રેશ્મીકુમાર, એની ચેટરજી, પૂરન શિવા, રાજેશ ઐય્યર તથા ગુજરાતી ગાયક કલાકાર જયકુમાર પટેલ જે.ડી. વગેરેએ વિવિધ જૂના નવા હિન્દી ગીતો રજૂ કરીને શ્રોતાઓને મનોરંજન પૂરૂ પાડયું હતુ કાર્યક્રમનું સંચાલન અનુપમા સિંઘે કરેલું હતુ જયકુમાર પટેલે અરજીતસિંઘ સહિતના ગાયકોની રચના ગાઈને શ્રોતાઓને ખુશ કરી દધા હતા. કાર્યકમ્રમાં લતા મંગેશકર, કિશોરદા, મહમદ રફી, મુકેશ આશા ભોંસલે સહિતના ગાયક ગાયીકાઓનાં ગીતો રજૂ થયા હતા.
કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટય કરવામાં આવેલ જેમાં શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઈ મીરાણી, રાજેશભાઈ પટેલ અમેરિકા, ચંદુભાઈ નથવાણી લંડન, પ્રભુદાસભાઈ મોદી લંડન, શશીકાંતભાઈ કોટેચા, કિશોરભાઈ ભાલાળા, કાશ્મીરાબેન નથવાણી, હરેશભાઈ લાખાણી, જીતુભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ,ગુણવંતભાઈ ડેલાવાળા, ગાયીકા રેશ્મીકુમાર વગેરે જોડાયા હતા.
આ પ્રસંગે શહેરનાં મહાનુભાવો પી.ડી. અગ્રવાલ, પ્રેમકુમાર અગ્રવાલ કે.કે. જૈન હસમુખભાઈ ભગદેવ, નવીનભાઈ ઠકકર, કિશોરભાઈ કોટક, મનસુખભાઈ ઝાલાવડીયા, વિજયભાઈ કારીયા, દિવ્યેનભાઈ રાયઠઠ્ઠા, રાકેશભાઈ પોપટ, રમેશભાઈ ઠકકર, નાથાભાઈ કાલરીયા, વિક્રમભાઈ પુજારા, કમલભાઈ ધામી, જયમીનભાઈ ઠકકર, વિરેન્દ્રસિંહ જાડેજા, જીતુભાઈ કોઠારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ કાર્યક્રમને સફળ બનાવવા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ રમેશભાઈ અકબરી, સુનીલભાઈ દેત્રોજા, ગીતાબેન હિરાણી અને વિપુલાબેન હિરાણી તેમજ સરગમ કલબના હોદેદારોએ જહેમત ઉઠાવી હતી.