૧૯૬૨માં પણ સદગુરૂ પૂ. રણછોડદાસજીબાપુએ સૂચવ્યો હતો ઉપાય
બુધવારથી ૯ દિવસ અનુષ્ઠાનકરી શકાય
આગામી સમયમાં આઠ ગ્રહો એક થઈ રહ્યા છે ત્યારે કોઈ પણ પ્રકારનાં અનિષ્ટથી બચવા માટે શ્રીમંગલ કળશ સ્થાપન પૂજન કરી બચી શકાય છે. સદગુરૂ શ્રી રણછોડદાસજીબાપુએ ૧૯૬૨માં આવી રીતે આઠ ગ્રહો ભેગા થયા ત્યારે જે ઉપાય સુચવ્યો હતો તે અત્રે પ્રસ્તુત છે.
સન ૧૯૬૨માં અષ્ટગ્રહ એક સાથ આવી રહ્યા હોવાથી દેશ ઉપર અનિષ્ટ થવાનું હોવાથી સદગુરૂ ભગવાન દરેક કુટુંબને શ્રીમંગલ કળશ સ્થાપન પૂજન કરીને અનિષ્ટ દૂર ર્ક્યુ હતુએ ગ્રહો અત્યારે ભેગા થઈ રહ્યા હોય દેશ ઉપર આપત્તિઓ આવી રહી હોવાથી તેના નિરાકરણ માટે સદગુરૂ રણછોડદાસજીબાપુએ ઉપાય બતાવ્યો હતો. આ વિવીધ બહેનો માતાઓને કરવાની હોય છે. તથા આ અનુષ્ઠાન ૧૭-૬-૨૦૨૦ થી તા.૨૫-૬-૨૦૨૦ સુધી ૯ દિવસ સુધી કરવાના છે.
મંગલ કલશ સ્થાપનવિધિ : દરેક માતાએ સ્નાનાધિ વિધિ પતાવી કોઈને પણ સ્પર્શ્યા વિના મૂર્તિ નળવાળો કળશ અથવા ધાતુનો કળશ લઈ શુધ્ધ કરવો. શુકલ કે કૃષ્ણ પક્ષની અષ્ટમી એકાદશી તથા પૂર્ણિમા અને અમાસની તિથિએ પવિત્ર સ્નાન પર અક્ષત બિછાવી તેના પર તુલસીપત્ર રાખો તુલસીપત્ર ઉપર હળદરની એક ગાંઠ, લોખંડનો ટુકડો, ત્રાંબાનો ટુકડો તથા દુર્વા (ડાભોળો) રાખો. હળદરની ગાંઠના બદલે જસતનો ટુકડો પણ રાખી શકાય. આની ઉપર શુધ્ધ કરેલો કળશ રાખો. આ કળશમાં ‘દિનદયાળ બિરૂદ સંભારી હરહું નાથ મમ સંકટ ભારી, મંગલ ભવન અમંગલ હારી, દ્રવહું સો દશરથ અજિરબિહારી મંત્ર સાથે થોડુ થોડુ ગંગાજલ અથવા યમુનાજલ અથવા શુધ્ધ જળ નાખવું બાદમાં કળશમાં સુપ્ત જગ્યાની મૂત્તિકા (માટી) નાખવી એક વખત માટી નાખતા સમયે ૨૧ વખત ઉપરોકત મંત્ર બોલવો સાત અલગ અલગ જગ્યા એટલે કે ગજશાલા, અશ્ર્વશાળા, રાજદરબાર, કુંભ્ભારકેના ચાકડા, નદી, ગૌશાળા અને ચાર ચોકની માટી.
આ થઈ મંગલ કલશની સ્થાપના વિધિ સ્થાપના વિધિ બાદ કળશમાં શુધ્ધ જળના ત્રણ અર્ધ્ય ઉપરોકત મંત્ર સાથે અર્પણ કરવું કળશની નળીમાંથી જળ નીકળે તો નીકળવા દેશો. આ રીતે દર સાતમા દિવસે કળશમાં પાણી લઈ દુર્વા સાથે એ જળને પૂજા ઘરમાં, ઘરમાં તમામ જગ્યાએ ઉપર નીચે ચારે તરફ મંત્રો સાથે છાંટવું અધ્ય અર્પણ કરતી વખતે ધૂપદીપ અવશ્ય કરવો.
બાદમાં સમયની અનુકુળતા મુજબ શાંતચિતે ઉપરના મંત્રનો જાપ કરવો જેને અનુકુળતા હોય તે સાંજે પણ આ પ્રકારે કરી શકે. આ અનુષ્ઠાન કાયમ મંગલ કરે છે. જે કોઈ ઈચ્છતા હોય તે તમામ આ અનુષ્ઠાન કરી શકે છે. આ અનુષ્ઠાનથી મંગલમય જ થાય છે. આઠ ગ્રહો ભેગા થાય એ સાથે વર્ષના અંત સુધી આવા અનુષ્ઠાન ચાલુ રાખવા જોઈએ તેમ ગુદેવે જણાવ્યું હતુ.
માતાઓએ માસીક ધર્મના દિવસોમાં કળશ ઉપર પોતાનો પડછાયો કે દ્રષ્ટિ ન પડે તેનું ધ્યાન રાખવું રોજના ક્રમમુજબ એટલે કે દરરોજ કળશને પ્રણામ અવશ્ય કરવા માસિક ધર્મના ચોથા દિવસે શુધ્ધ થઈ કળશના પાણીથી સૂર્યનારાયણને ઉપરોકત મંત્રના ત્રણ અર્ધ્ય આપવા આ ત્રણ દિવસના સમય તથા અનિવાર્ય પ્રવાસના સમય વખતે શુધ્ધિ સાથે ભાવપર્વક કોઈ પણ અર્ધ્ય દેવાય તેવી ગોઠવણ કરવી તમે જયાં પણ હો ત્યાં રોજના નિયમ મુજબ માનસીક પ્રણામ દર્શન અવશ્ય કરવા. ઉપરોકત વિધિ માટેની માટી રણછોડદાસજી બાપુ આશ્રમ ખાતેથી મળી જશે ધર્મ પ્રેમીભાઈ બહેનોને ફોન કરીને જ આવવા આશ્રમની એક યાદીમાં જણાવાયું છે.
આ ઉપરાંત રામાયણજીના પાઠથી પણ અનિષ્ઠ દૂર થાય છે. ૧૦૮ ધર્મપ્રેમી ભાઈ બહેનો દ્વારા શ્રી રામચરિત માનસજીના પાઠ કરવામાં આવે તો અષ્ટગ્રહોથી આવતી આપત્તી અને અનિષ્ટથી રક્ષણ થાય છે.
આ પાઠ સદગુરૂ ભગવાનની સમક્ષ દાવો કરી તા.૧૭-૬ થી ૨૧-૬ રોજ પૂર્ણાહૂતિ કરી સદગુરૂ ભગવાનને અર્પણ કરવા શ્રીરામચરિતમાનસજીના દરરોજ બે પારાયણ કરવા જેથી પાઠ તા.૨૧.૬ જેઠ વદ-૩૦ રોજ પૂર્ણ થાય તેમ સદગુરૂ સદન ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.