શ્રીમદ રાજચંદ્રજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિતે હેમુ ગઢવી હોલ ખાતે નાટક યોજાયું: કણાર્ટકના રાજયપાલ વજુભાઇ વાળા સહીત અનેક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
શ્રીમદ્દ રાજચંદ્રજીના ૧૧૬માં નિર્વાણ દિન તેમજ ૧૫૦મી જન્મ જયંતિ નિમીતે ભકિત, સ્વાઘ્યાય, મૌન યાત્રા અને રાત્રિના હેમુગઢવી હોલ ખાતે યુગપુ‚ષનો ૪૦૦મો નાટય શો યોજાયો હતો. આ કાર્યક્રમમાં કણાર્ટકના ગવર્નર વજુભાઇ વાળા, ગુજરાત વિઘાપીઠના વાઇસ ચાન્સલર અનામીક શાહ, સાયલાથી નલીનભાઇ કોઠારી, કોબાથી સર્મિષ્ઠાબેન તેમજ વસંતભાઇ ખોખાણી ખાસ હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શ‚આત દીપ-પ્રાગટયથી કરવામાં આવી હતી. કણાર્ટકના ગવર્નર વજુભાઇ વાળા તેમજ અન્ય વિશેષ ઉપસ્થિતિ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.
તેમજ વિઘાર્થીઓને નોટબુકનો લાભ મળે તેનું વિમોચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કણાર્ટકના રાજયપાલ વજુભાઇ વાળા તેમજ અન્ય મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ નાટક યુગપુ‚ષ શ્રીમદ્દ રાજચંદ્રજી સાથે મોહનદાસ ગાંધીની મુલાકાત, શ્રીમદ્દજીની તેજસ્વી બુઘ્ધિમતા તથા સ્મરણ શકિતનો તેમના પર પડતો પ્રભાવ તેમાંથી ધાર્મિક સમજણ અને અઘ્યાત્મની ઓળખાણના પ્રસંગો એક નવા જ પરિમાળાનું નિર્માણ કરે છે. આ નાટકમાં શ્રીમદ્દજીના માર્ગદર્શન અને જીવનની વાસ્તવિક ઘટનાઓ પર આધારીત છે. શ્રીમદ્દ રાજયચંદ્રજીના પરમ ભકત અને શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પુજય ગુરુદેવ રાકેશભાઇની પ્રેરણાથી આ નાટકનું નિર્માણ કરવામાં આવ્યું છે.
કણાર્ટકના રાજયપાલ વજુભાઇ વાળાએ સંબોધન આપતા જણાવ્યું હતું કે, આયોજકો વ્યકિતના જીવનની અંદર આનંદ મેળવવા માટે થઇને ઘણાં કાર્યક્રમો કરે છે પરંતુ જીંદગીનો સાચા આનંદ માણવો હોય તો આઘ્યામીક વસ્તુ શું છે અને આઘ્યામિક જીવન મારફત સમાજમાં કેવી રીતે પરિવર્તન લાવી શકીએ અને શાસ્ત્રના સિઘ્ધાંત પ્રમાણે આપણે આપનુંજીવન કેવી રીતે વ્યતિત કરી શકીએ એ દર્શાવાનું આજે યુગપુ‚ષના નાટક માટેનો પ્રયોગ છે. આ માટે મારા વતી કણાર્ટકની પ્રજા વતી ખુબ ધન્યવાદ આપું છું.
માણસ કેટલું જીવ્યો એ મહત્વનું નથી કેવું જીવ્યો એ મહત્વનું છે. જ્ઞાન દરેક વ્યકિત પાસે હોય છે. પણ માણસનું જ્ઞાન તેના કર્મમાં પરિવર્તન ન થાય ત્યાં સુધી નકામું છે. ગરીબ માણસને જમાડવા એ દરેકમાં જ્ઞાન હોય છે. પણ ખરેખર કેટલા માણસો ગરીબોને જમાડે છે. આજના
આ યુગમાં દરેક માણસ પોતાના દૈનિક જીવનમાંથી જ ટાઇમ નથી મળતો પરોપકારી મનોવૃત્તિ રાખી જીવન જીવવુ એ સર્વશ્રેષ્ઠ જીવન છે. સ્વર્ગોય રાજચંદ્રજીએ જે જીનન જીવી જાણ્યું તેને સ્પર્શતા પણ આપણને વર્ષો લાગે. ૩૩ વર્ષની ઉંમરમાં ૧૦૦ વર્ષનું અનુભવી જીવન રાજચંદ્રજીએ જીવી જાણ્યું. જેવી રીતે રાજચંદ્રજીએ ૩૩ વર્ષની ઉમરમાં પોતાની જીવન લીલા પૂરી કરી તેમ સ્વામી વિવેકાનંદે ૩૯ વર્ષની અંદર જીવન લીલા પૂરી કરી, આપણે આ મહાન પુ‚ષોમાંથી કંઇક શીખવાનું છે.
આજના આ યુગમાં દરેક માણસ બે વસ્તુનો ગુલામ છે. એક ફેશન અને એક વ્યસન સારા દેખાવાને બદલે સારા થવાનો પ્રયત્ન કરવો એ જ સાચી જીંદગી મહાત્મા ગાંધીથી સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલ્યા તે જ્ઞાન તેને શ્રીમદ્દ રાજચંદ્રજી પાસેથી મેળવ્યું. રાજચંદ્રજીના
કહેવાથી મહાત્માં ગાંધીએ પોતાના જીવનમાં પરિવર્તન લાવી. દેશને આઝાદી અપાવી શકતા હોય તો આપણે પણ થોડું આ નાટકમાંથી પ્રેરણા લઇ સમાજને ઘણું આપી શકીએ છીએ.
સાયલાના વર્તમાન અધિયકતાના પૂજય નલીનભાઇ એ જણાવ્યું હતું કે પરમ કૃપાળુ દેવની ૧૫૦માં વર્ષની જયંતિનું વર્ષ ચાલી રહ્યું છે. આ ઉપરાંત પરમ કૃપાળુ દેવનો પરમ સમાધિ દિવસ પણ છે. અને એ જ દિવસે પરમકૃપાળુ દેવએ આજ ભૂમિ પર દેહ છોડેલો હતો અને આ જ ભુમિ પર આ યુગપુ‚ષ અને ડ્રામાનો ૪૦૦મો શો ભજવાય રહ્યો છે એ વાત ખરેખર સુચક બને છે કેઆ મહાપુ‚ષને જગતના ઘણા લોકો ઓળખી શકશે. અને પોતાનું આત્મ કલ્યાણ સાધી શકશે. ડ્ામા માટે જે ને યોગદાન આપેલું છે એ બધાને હુ અંત:કરણથી આશીર્વાદ આપું છું.
કોબા આશ્રમના પુજય શર્મિષ્ઠાબેન એ જણાવ્યું હતું કે આજના યુગ પુ‚ષ નાટક પ્રયોગ જોઇ ખરેખર ખુબ જ આનંદ થયો. મહાત્મા ગાંધીજીના જીવનમાં જે કાંઇ પરિવર્તન આવેલું તેમાં મુખ્ય ફાળો પરમકૃપાળુ દેવનો હતો.
પરંતુ આ ડ્રામાં જે વિશેષ સંબંધો બતાવ્યા અને પરમકૃપાળુ દેવનો જે પ્રભાવ પડયો એ જાણવા મળ્યું, મહાત્મા ગાંધીજી મહાત્મા બન્યા તેના મુળમાં પરમકૃપાળુ દેવ હતા એમ કહી શકાય. આઝાદી આપવામાં તેના મુળમાં પરમકૃપાળુ દેવ હતા તે ચોકકસથી કહી શકાય.
રાજકોટ રાજચંદ્ર જ્ઞાન મંદીરમાં સ્વાઘ્યાયકાર વસંતભાઇ ખોખાણીએ જણાવ્યું હતું કે મહાત્માના મહાત્માં યુગપુ‚ષ રાજચંદ્રજીના નાટય પ્રયોગનો આજે ૪૦૦મો પ્રયોગ રાજકોટની અંદર આજે પરમકૃપાળુ દેવના સમાધિ દિનના દિવસે હેમુ ગઢવી હોલ ખાતે થયો એ યોગનું યુગ છે આનંદની વાત એ છે કે શ્રીમદ્દજીના બોધ વચનો અને ગાંધીજીની અસર હતી એ અસરમાં લખેલા એમના અભિપ્રાયો તે બન્ને એક કરી નાટકમાં સંવાદોનો ગુંથણો ઘણી સચોટ અને અસરકારક રહી અને જ‚ર એ નાટકના ‚પમાં વધુ સ્પર્શી શકે. આવા પ્રયોગો વધુને વધુ થતાં તો મહાપુ‚ષના ચરિત્રો જીવંત બનશે અને લોકોને પ્રેરણાનો માર્ગ મોકળો બનશે.
યુગપુ‚ષ નાટકના સહયોગી કીશોર મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે આ યુગપુ‚ષનો નાટકનો ૪૦૦મો પ્રયોગ થઇ રહ્યો છે. મેં પોતે આ પ્રયોગ સાતથી આઠવાર જોયો છે. હજુ પણ વારંવાર જોવાનો ભાવ થાય છે. આ નાટક દ્વારા જે સંદેશો મળે તે સર્વ જીવોને લાભદાયી થશે. વધુને વધુ ગામે પહોચે તેવો શુભેચ્છા.
નાટકના સહયોગી હર્ષદભાઇ ઉદાણીએ જણાવ્યું હતું કે, આપણે શ્રીમદ્દ રાજચંદ્ર મીશન ધરમપુર તરફથી ૪૦૦મો શો નીહાળ્યો તેના પ્રણેતા પૂજય રાકેશભાઇ પ્રેરણાથી આ શો થઇ રહ્યા છે. આવા ૧૫૦૦ થી વધુ શો દુનિયાભરમાં થવાના છે. હાલ સાત થી આઠ ભાષામાં આ શો ભજવાઇ રહ્યાં છે. અને એક દિવસમાં ૨૪ શો સાથે થવાનાં છે. અત્યારે ૧૫૦મું વર્ષ શ્રીમદ્દ રાજચંદ્રજીનું છે. તેની પ્રેરણાથી ધરમપુરમાં હોસ્પિટલ ૨૦૦ બેડ સાથે થવા જઇ રહી છે. જેથી આજુબાજુમાં આદિવાસી વસાહતો ફ્રીમાં લાભ લઇ શકે.