- લોહાણા મહાજન દ્વારા પિતૃઓના મોક્ષાર્થે યોજાનારી
- ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂએ આપી વિગતો
- રંગીલા રાજકોટમાં અત્ર તત્ર સર્વત્ર ગુંજશે રાધે…. રાધેનો નાદ
- 30 માર્ચથી બપોરે 3 થી 7 સુધી કથા શ્રવણ બાદ હજારો ભાવિકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા
વિશ્ર્વના સૌથી મોટા લોહાણા મહાજન રાજકોટ લોહાણા મહાજન દ્વારા પિતૃઓના મોક્ષાર્થે તથા તેઓના આત્માની શાંતિ અર્થે ચૈત્રી નવરાત્રી 30 માર્ચથી પ એપ્રિલ, 2025 દરમિયાન ભાગવતચાર્ય પૂ. જીજ્ઞેશદાદા ‘રાધે રાધે’ ના વ્યાસાસને રાજકોટનાં વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે 108 શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું ભવ્ય, દિવ્ય, અલૌકિક આયોજન કરવામાં આવ્યું છે. કથાનો સમય દરરોજ બપોરે 3 થી 7 સુધીનો રહેશે. અને દરરોજ કથા વિરામ બાદ હજારો ભાવિકો મહાપ્રસાદ લેશે. કથામાં હજારો ભાવિકો, વૈષ્ણવો, સનાતનીઓ કૃષ્ણમય બનીને પુણ્યનું ભાથું બાંધશે.
અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્ઠી કીરીટભાઇ ગણાત્રાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ સુપ્રસિઘ્ધ ભાગવતાચાર્ય પુ. જીજ્ઞેશદાદા રાધે રાધેના વ્યાસાસને યોજનાર 108 શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં રાજકોટના વિવિધ વેપારી એસો.નો, યજમાનો, સંસ્થાઓના સેંકડો સભ્યો ભાગવત સપ્તાહ થકી પુણ્ય કમાશે. વિવિધ એસોસીએશનનો, યજમાનો, સંસ્થાઓની મીટીંગોમાં એક જ સુર જોવા મળ્યો હતો.
સમગ્ર સૌરાષ્ટ્ર રાજકોટમાં અત્ર, તત્ર, સર્વત્ર રાધે રાધેનો નાદ ગુંજશે. કૃષ્ણ ભકિતનો જબ્બર માહોલ સર્જાશે. સમગ્ર વિશ્ર્વના લોકો પવિત્ર ભાગવત સપ્તાહને ઘર બેઠા નિહાળી સાંભળી શકે તે માટે અકિલા લાઇવ દ્વારા અપ ટુ ડેટ નેટવર્ક ગોઠવવામાં આવી રહ્યું છે.
‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતેમાં લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂએ ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતાને જણાવ્યું હતું કે, રેસકોર્ષ ગ્રાઉન્ડમાં જર્મન ડોમમાં 10,000 થી વધુ લોકો બેસી શકે તેવી સગવડતા તેમજ વી.આઇ.પી. બેઠક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે આ ભાગવત સપ્તાહ માટે 950 સ્વયસેવકો ખડે પગે કામગીરી કરી રહ્યા છે. તેમ જ તેમણે જણાવ્યું હતું કે, આ ભાગવત સપ્તાહમાં 18 વર્ણોની પધારવા આમંત્રણ આપવામાં આવે છે.
શ્રીમદ્દ ભાગવત સપ્તાહના ભવ્ય, દિવ્ય, અલૌકિક આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનનાં પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ રૂપલબેન રાજદેવ, મંત્રી રિટાબેન કોટક, ખજાનચી ધવલભાઇ કારીયા, ટ્રસ્ટીઓ જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્ખર, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શૈલેશભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ડો. જનકભાઇ ઠકકર, મુકેશભાઇ પાબારી, ડો. ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિંડોચા, ધવલભાઇ ખખ્ખર, રીટાબેન કુંડલીયા, અલ્પાબેન બચ્છા, અલ્કાબેન પુજારા, નીકીતાબેન નથવાણી, ડો. કૃપાબેન ઠકકર, ભાવીનીબેન ખખ્ખર, સીમાબેન રાજદેવ, મહાજન વાડી એડમિનિસ્ટ્રેટર હિતેનભાઇ પારેખ- દક્ષીણી, પિયુષભાઇ ગોકાણી, વિમલભાઇ લાખાણી, ભુવનેશભાઇ ચાંદ્રાણી, મૌલિકભાઇ ચાંદ્રાણી, ચેતનભાઇ દેવાણી, જીગરભાઇ વિઠ્ઠલાણી, પરેશભાઇ તન્ના, નવદિપભાઇ દતાણી, ભાવિકભાઇ એરડા, દર્શિતભાઇ ચૌહાણ, નિલેશભાઇ ગોંડલીયા, હિતેષભાઇ અનડકટ, જયેશભાઇ કકકડ, ભાવેશભાઇ રૂપારેલીયા, શભમભાઇ રઘુરા, ભાવિકભાઇ પોપટ, અભયભાઇ પોપટ, કિરીટભાઇ કેશરીયા, દિપભાઇ કોટેચા, કપિલભાઇ ગણાત્રા, નિલેશભાઇ કોટેચા, પિયુષભાઇ અભાણી સહીતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉટાવી રહી છે.
શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં વિવિધ પ્રસંગો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનો રસથાળ
વિશ્ર્વના સૌથી મોટા લોહાણા મહાજન રાજકોટ લોહાણા મહાજન દ્વારા પિતૃઓના મોક્ષાર્થે તેઓના આત્માની શાંતિ અર્થે 108 શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવ ર એપ્રિલને બુધવારે મનોરથી કમલેશભાઇ વિઠ્ઠલાણી પરિવાર દ્વારા ઉજવણી ધામધુમથી ઉજવાશે તેમજ ગોવર્ધન મહોત્સવ 3-4 ને ગુરૂવારે મનોરથી રૂક્ષ્મણબેન ભગવાનજીભાઇ નથવાણી પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવશે.
નૃસિંહ અવતાર અને રૂક્ષ્મણી વિવાહ 4 એપ્રિલના મનોરથી ભરતભાઇ તથા કીરીટભાઇ નથવાણીના પરિવાર દ્વારા ભગવાનના લગ્ન પ્રસંગ મનાવાશે. તેમજ વામન અવતાર મનોરથી જીતુભાઇ શીંગાળા પરિવાર દ્વારા ઉજવણી કરશે. તા. 6 એપ્રિલના સુદામા ચરિત્ર અને ભગવાન રામ અવતાર સ્વ. હરિભાઇ, પ્રવિણભાઇ સેજપાલ દ્વારા ર-4 ના બુધવાર ઉજવણી કરશે.
તેમજ કથા પુર્ણાહુતિ તારીખ પ એપ્રિલને શનિવારે બપોરે 1ર કલાકે થશે તેમ જ 31 માર્ચથી 4 એપ્રિલ સુધી દરરોજ રાત્રે 9 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનો રસથાળ પીરસાશે.
શોભાયાત્રામાં 3પ0 થી વધુ સાફાધારી યુવાનો જોડાશે
સુપ્રસિઘ્ધ ભાગવત ચાર્ય જીજ્ઞેશભાઇના વ્યાસાસથી 108 શ્રીમદ્દ ભાગવત સપ્તાહની પોથીયાત્રા 30 માર્ચ રવિવારના રોજ બપોર ર વાગ્યે વિરાણી હાઇસ્કુલના મેદાનથી વિશાળ શોભાયાત્રા શરુ થઇને સરદારનગર મેઇન રોડ, યાજ્ઞીક રોડ થઇને રેસકોર્સ મેદાન ખાતે 108 ભાગવત પોથીજીનું સ્થાપન કરવામાં આવશે. આ શોભાયાત્રામાં ડ્રેસ કોડ સાથે સાફા પહેરેલા 3પ0 થી વધુ યુવાનો બાઇક રેલી સાથે જોડાશે. ઉપરાંત સેંડકો ગાડી પણ જોડાશે. તેમ જ મહિલા મંડળના બહેનો ડી.જે. ના સંગે રાસ ગરબાની રમઝટ બોલાવશે.
બહારગામથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો લ્હાવો લેવા આવતા ભાવિકો માટે ઉતારાની સગવડતા
લોહાણા મહાજન પિતૃ મોક્ષાથે શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં સૌરાષ્ટ્રના 139 મહાજન સમાજને આમંત્રણ આપવામાં આવ્યું છે. બહાર ગામથી આવતા તમામ ભાવિકો માટે લોહાણા મહાજનવાડીમાં ઉતારાની સગવતા પણ કરવામાં આવી છે. તો બહાર ગામથી તમામ ભાવિકોને કોઇ કસર રહીના જાય તેવી સગવડતા કરવામાં આવી છે.