યુવા આચાર્ય પૂ.ગોવર્ધનેશજી મહોદય રસમયી તેમજ સાગરર્ભીત વાણીથી જ્ઞાનયજ્ઞનું રસપાન કરાવશે
ગોંડલના દાસીજીવણ સત્સંગ મંડળના સહયોગથી ધોરાજી તેમજ આસપાસના સમસ્ત સનાતન ધર્મપ્રેમી સૃષ્ટિને જણાવતા આનંદ થાય છે કે વલ્લભકુલ ભૂષણ યુવા આચાર્ય પ.પૂ.ગો.૧૦૮ ગોવર્ધનેશજી મહોદય (દર્શન કુમારજી) આચાર્ય પીઠ પર બીરાજી રસમયી તેમજ સાગરર્ભીત વાણીથી મદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવનું રસપાન કરાવશે. ધોરાજી ખાતે આજરોજ તા.૫/૧ને શનિવારના રોજ બપોરે ૩ કલાકે સરદાર ચોક, જેતપુર રોડ, ધોરાજીથી શોભાયાત્રા કથા સ્થળ વલ્લભાચાર્યનગર કે.ઓ.શાહ કોલેજ ગ્રાઉન્ડ ધોરાજી ખાતે પહોંચશે ત્યારે તા.૫/૧ને શનિવારથી તા.૧૧/૧ને શુક્રવાર સુધી રોજ બપોરે ૩ કલાકથી સાંજે ૭ કલાક સુધી ભાગવતનું રસપાન કરાવશે તેમજ રોજ કથામાં જન્મ મહોત્સવ ઉજવવામાં આવશે. તેમજ તા.૮/૧ને મંગળવારે રાત્રે ૯ કલાકે રાસોત્સવ યોજાશે. કથાના મુખ્ય મનોરથી ગોંડલના સમસ્ત અગ્રણી, ઉદ્યોગપતિ રમેશભાઈ ધડુક, ડો.નૈમિષભાઈ ધડુક, સાવનભાઈ ધડુક તથા ધડુક પરિવાર ગોંડલ રહેશે. તેમજ અન્ય મુખ્ય મનોરથી કાંતિભાઈ સુદાણી, વિપુલભાઈ ઠેસીયા, નિતીનભાઈ જાગાણી, પરસોતમભાઈ ગુંદણીયા પરિવાર રહેશે તેમજ સમગ્ર ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે રસીકભાઈ રાજપરા, લક્ષ્મણભાઈ પટેલ, રવજીભાઈ માંડણકા, ધનસુખભાઈ નંદાણીયા, કુંરજીભાઈ વિરડીયા, બટુકભાઈ પાંભર, ધીરૂભાઈ વેકરીયા, ભીખાભાઈ વૈષ્ણવ, અમૃતભાઈ ભાલાળા, ભોલાભાઈ તળાવીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યાં છે.