• બોટાદ જિલ્લાને બાદ કરતા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ: સવારથી કયાંક ધીંગી ધારેતો કયાંક ધીમીધારે  મેઘરાજા વરસાવી રહ્યા છે હેત
  • ખંભાળીયામાં 9 ઈંચ, કલ્યાણપુરમાં આઠ ઈંચ, ધોરાજીમાં સાત ઈંચ, રાજુલા, મોરબી, તાલાલા, મહુવા અને ગીર ગઢડામાં સાડા પાંચ ઈંચ વરસાદ
  • ઉના, કુતિયાણા, દ્વારકામાં સાડાચાર ઈંચ,  ખાંભા, જામજોધપુર, ભાણવડ, જેતપુર અને કાલાવાડમાં ચાર ઈંચ,  ઉપલેટા, રાણાવાવ,  સુત્રાપાડા, કુંકાવાવ, વડિયા, જામનગરમાં  સાડા ત્રણ ઈંચ વરસાદ

સૌરાષ્ટ્રભરમાં સોમવારે  પણ શ્રીકાર વર્ષા થવા પામી હતી.   આજે પણ અનરાધાર વરસાદની  આગાહી  હવામાન વિભાગ દ્વારા  આપવામાં આવી છે.   આજે સવારથી   રાજયના 109 તાલુકાઓમાં વરસાદ  વરસી રહ્યો છષ. કયાંક ધીગી ધારે તો કયાંક ધીમી ધારે મેઘરાજા કૃપા વરસાવી રહ્યા છે. જળાશયોમાં માતબર પાણીની આવક થવા પામી છે.  જૂનાગઢ જિલ્લામાં   જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ  છેલ્લા બે  દિવસથી  સુપડાધારે   વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામા આવી છે.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં બારે મેઘ  ખાંગા થયા છે. આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લાના ભેંસાણમાં  170 મીમી, જૂનાગઢ સિટી  તથા ગ્રામ્યમાં  297 મીમી, કેશોદમાં  248 મીમી,  માળીયાહાટીનામાં  161 મીમી,   માણાવદરમાં  224 મીમી, માંગરોળમાં 119 મીમી,  મેંદરડામાં  183 મીમી,  વંથલીમાં  સૌથી વધુ 361 મીમી અને વિસાવદરમાં  336 મીમી  વરસાદ પડયો છે. માત્ર બે  દિવસમાં જ  જૂનાગઢમાં  સિઝનનો   45.79 ટકા જેટલો વરસાદ  વરસી ગયો છે.

રાજકોટ

રાજકોટ જિલ્લામાં પણ મેઘાએ  કૃપા વરસાવી રહ્યા છે. જિલ્લાના  ધોરાજીમાં 178 મીમી,  ગોંડલમાં 45 મીમી,  જામકંડોરણામાં  71 મીમી,   જસદણમાં 16 મીમી, જેતપુરમાં  91 મીમી, કોટડાસાંગાણીમાં  38 મીમી,   લોધીકામાં  42 મીમી,  પડધરીમાં 38 મીમી, રાજકોટમાં 22 મીમી, ઉપલેટામા 89 મીમી અને  વિંછીયામાં 25મીમી વરસાદ પડયો હતો. રાજકોટ જિલ્લામાં  22.76 ટક્ા  વરસાદ પડી ગયો છે.

ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લાના  ગીરગઢડામાં 134 મીમી,   કોડિનારમાં 119 મીમી,  સુત્રાપાડામાં 87 મીમી,  તાલાલામાં 137 મીમી અને પાટણ-વેરાવળમાં 41 મીમી વરસાદ પડી ગયો છે. જિલ્લામાં  આજ સુધીમાં  સિઝનનો  21.08 ટકા વરસાદ  વરસી ગયો છે.

અમરેલી

અમરેલી જિલ્લામાં અમરેલી શહેરમાં પર મીમી, બાબરામાં  25 મીમી,  બગસરામાં 120 મીમી,  ધારીમાં 65 મીમી, જાફરાબાદમાં 59 મીમી,  ખાંભામાં 109 મીમી,  લાઠીમાં  25 મીમી, લીલીયામાં 49 મીમી,  રાજુલામાં 139 મીમી,  સાવરકુંડલામાં 22 મીમી,  કુંકાવાવ-વડીયામાં 84 મીમી, વરસાદ પડી ગયો છે. સીઝનનો  26.31 ટકા પાણી પડી ગયું છે.

ભાવનગર

ભાવનગર જિલ્લામાં પણ સાર્વત્રિક  વરસાદ પડયો  હતો મહુવામાં  137 મીમી પાણી પડયું હતુ. ભાવનગરમાં 5 મીમી, ગારીયાધારમાં  19 મીમી, ઘોઘામાં 4 મીમી,   જેસરમાં  60 મીમી,  પાલીતાણામાં  20 મીમી,  સિંહોરમાં 20 મીમી,  તાલાલામાં 31 મીમી,  ઉમરાળામાં 23 મીમી અને  વલ્લભીપુરમાં 29 મીમી  વરસાદ પડયો હતો.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનું   જોર થોડુ ઓછુ રહ્યુ હતુ.  ચોટીલામાં  24 મીમી, ચૂડામાં 6 મીમી, દસાડામાં 4 મીમી,  ધ્રાંગધ્રામાં 29 મીમી, વરસાદ પડયો હતો. જિલ્લામાં આજ સુધીમાં 13.16 મીમી વરસાદ વરસી ગયો છે.

મોરબી

મોરબી જિલ્લાનાં હળવદમાં 64 મીમી,  માળીયામાં  9 મીમી, મોરબી શહેર તથા તાલુકામાં 138 મીમી,  ટંકારામાં 72 મીમી અને   વાંકાનેરમાં  15 મીમી વરસાદ પડયો હતો. મોરબી  જિલ્લામાં  સીઝનનો 31.11 ટકા વરસાદ પડી ગયો છે.

જામનગર

જામનગર જિલ્લામાં પણ મેઘ મેર જોવા મળી હતી ધ્રોલમાં  4 મીમી,  જામજોધપુરમાં  106 મીમી,  જામનગરમાં 82 મીમી,  જોડિયામાં  68 મીમી,  કાલાવાડમાં 90 મીમી અને લાલપુરમાં 55 મીમી વરસાદ પડયો હતો. જિલ્લામાં 23.55 મીમી વરસાદ   વરસી ગયો છે.

દેવભૂમી દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના  ભાણવડમાં  95 મીમી,  દ્વારકા શહેરમાં 116 મીમી,  કલ્યાણપુરમાં  200 મીમી અને ખંભાળીયામાં 229 મીમી  વરસાદ પડયો છે. જિલ્લામાં 50.68 મીમી  વરસાદ વરસી ગયો છે.

પોરબંદર

પોરબંદર જિલ્લામાં કુતિયાણામાં 121 મીમી, પોરબંદર  શહેરમાં   63 મીમી  અને રાણાવાવમાં  87 મીમી વરસાદ વરસી ગયો હતો.  જિલ્લામાં 31.29 ટકા વરસાદ વરસી ગયો છે.

કચ્છ

કચ્છમાં હળવા ઝાપટાથી લઈ દોઢ ઈંચ સુધી  વરસાદ પડયો હતો. અબડાસામાં 30 મીમી,  અંજારમા  17 મીમી, ગાંધીધામમાં 26 મીમી,  માંડવીમાં 36 મીમી,  મુંદ્રામાં 36 મીમી  વરસાદ પડી ગયો છે. કચ્છ રિજીયનમાં  25.10 ટકા  વરસાદ પડયો છે. જયારે  સૌરાષ્ટ્ર રિજીયનમાં  28.82 ટકા વરસાદ પડયો છે.

ચોમાસાના આરંભે જ સરદાર સરોવર ડેમ 51 ટકાથી વધુ ભરાયો

રાજ્યમાં ચોમાસાના પ્રારંભ બાદ મોટાભાગના વિસ્તારોમાં અને ઉપરવાસમાં પણ સારો વરસાદ પડી રહ્યો છે. જેનાથી સરદાર સરોવર ડેમમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહશક્તિના 51.58 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલું વંસલ જળાશય 100 ટકા છલકાયું છે અને હાઇ એલર્ટ પણ મૂકવામાં આવ્યું છે. જ્યારે ધોળીધજા ડેમ 88 ટકાથી વધુ ભરાતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના સરદાર સરોવર જળાશયમાં હાલમાં 10882 ક્યુસેક, ઉકાઇમાં 6293, ઉબેણમાં 5916, મોજમાં 3952 તેમજ બાંટવા જળાશયમાં 3859 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. રાજ્યના જળાશયોમાં કુલ સંગ્રહશક્તિના 29.60 ટકા પાણી સંગ્રહ થયું છે. તેમાં પણ ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 25.21 ટકા, મધ્ય ગુજરાતના 17માં 72 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 32 ટકા, કચ્છના 20માં 21 ટકા જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 15 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.

રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આગામી ત્રણ કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ભારે વરસાદ સાથે અને ભારે પવન સાથે ભરૂચ, સુરત, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં તેમજ મધ્યમ વરસાદ સાથે પાટણ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા અને બોટાદમાં આગાહી છે. રાજ્યના આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કચ્છ, દ્વારકા, જામનગર અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, સુરત અને નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્થાનિક વહિવટી તંત્ર અને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.