પાબ્લોને હરાવી શ્રીકાંત અને ઇન્ડોનેશિયાની ફિતરિયાનીને હરાવી સિંધુ કવાર્ટર ફાઇનલમાં
ભારતના સ્ટાર શટલર કિદાંબી શ્રીકાંતે બુધવારે વિશ્ર્વ બેડમિન્ટન ચેમ્પીયન શીપનાં પ્રી.કવાર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા કાયમ કરી લીધી છે. આ ઉપરાંત પી.વી.સિંધુ એ પણ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. વિશ્ર્વ નંબર-૬ શ્રીકાંતે પુરુષ એકલ વર્ગના બીજા દોરમાં સ્પેનના પાબ્લો અબિયાન ને સંધર્ષપૂર્ણે મુકાબલામાં ૨૧-૧૫, ૧૨-૨૧, ૨૧-૧૫ થી હરાવ્યા છે. ભારતીય શટલરે આ મેચ એક કલાક અને બે મીનીટ બાદ જીતી લીધી.
શ્રીકાંતની હવે આગળનો સ્પર્ધા મલેશિયા ના ડારેન લીવ સાથે થશે શ્રીકાંતે ને ધીમી શરુઆતથી પહેલી ગેમના હાફ ટાઇમ સુધી ૧૧-૯ થી બઢત આપી ત્યારબાદ તેમણે આગળના ૧૮ મીનીટમાં પહેલા ગેમ ૨૧-૧૫ થી પોતાના નામે કર્યુ.
સિંધુને પહેલા રાઉન્ડમાં બાય મળ્યું હતું અને બીજા દૌરની મેચ પણ તેમણે આસાનીથી જીતી લીધી ભારતીય શટલરે મહીલા સીગલ્સના મુકાબલામાં ઇંડોનેશિયાની ફિતરીયાની ને ૨૧-૧૪, ૨૧-૯ થી હરાવ્યું ર૩ વર્ષીય સિંધુની આગામી મેચ કોરિયાની સુંગ જી સૂૈન સાથે થશે.
તો બીજી તરફ શ્રીકાંત પહેલી ગેમની અને પાબ્લો કમાલ બીજી ગેમમાન બતાવી શકયા અને પાબ્લો તેમના પર હાવી થઇ ગયો છે. બીજી ગેમના હાફ ટાઇમ સુધી પાબ્લોએ ૧૧-૭ ની બઢત બતાવી. પાબ્લો બીજા હાફમાં પોતાના પુરા રંગમાં દેખાયુ અને જોત જોતાના ૧૦ અંક હાંસલ કરી લીધા. જયારે શ્રીકાંત માટે પ અંક જ બનાવી શકયા. આ રીતે બીજી ગેમમાં પાબ્લોએ ૨૧-૧૨ થી સ્કોર ૧-૧ ની બરાબર પર લાવી દીધો.
ત્રીજી અને અંતિમ ગેમમાં બને શટલર્સ વચ્ચે શરુઆતમાં જોરદાર સંધષ જોવા મળ્યો જો કે શ્રીકાંતે આક્રમકતા અપનાઇ અને પાબ્લોને હરાવવાનો કોઇપણ મોકલ છોડયો નહી અને સ્પર્ધા પોતાના નામે કરી દીધી.