જીબીઆ અને વિદ્યુત કામદાર સંઘ લાભ પાંચમના શુભ દિવસે સુત્રોચ્ચાર કાર્યક્રમ યોજી લડતનો આરંભ કરશે: દિવાળીના પર્વે લોકોની હેરાનગતિ ન થાય તે માટે તહેવાર પૂર્ણ થયા બાદ આંદોલન શરૂ કરાયું
સુત્રોચ્ચાર બાદ ૮મીએ કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન, ૧૪મીએ માસ સીએલ અને ૨૦મીથી અચોક્કસ મુદ્દતની હડતાલ
અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઇબી એન્જિનિયર એસોસિએશન દ્વારા ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ દ્વારા ઉર્જા ખાતાના તમામ કર્મચારીઓ અને અધિકારીઓના સમૂહને લગતા લાભો અને હક્કો માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. વડોદરાને આપેલ નોટિસ અન્વયે આવતીકાલ અને લાભ પાંચમના શુભ દિવસે આંદોલનનો પ્રારંભ કરી તમામ કંપનીઓના ડીવીઝન, સર્કલ, ઝોનલ ઓફિસ અને નિગમિ કચેરીઓની સામે સુત્રોચાર કરી લડતનો આરંભ થશે.
આ લડત કરતા પહેલા ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ દ્વારા એક વર્ષથી વધુ સમય સુધી રજૂઆતો અને ચર્ચા કરી ઉર્જાખાતાના કર્મચારીઓને સાતમા વેતન પંચ મુજબ એલાઉન્સ, એચ આર એ, જીએસઓ ૪ મુજબ ખૂટતો સ્ટાફ અને કામ ન પ્રમાણમાં વધારાનો સ્ટાફ રજાના પૈસા રોકડ માં ચૂકવવા, મેડિકલના લાભો આપવા, અને અન્ય લાભો જે માંગણી કરેલ છે તે આપવા સતત રજૂઆતો કરવામાં આવેલ પરંતુ મેનેજમેન્ટ દ્વારા કોઈ હકારાત્મક અભિગમ કે અમલવારી માટે કોઈ કાર્યવાહી નહીં કરી અને મિટિંગ માં ચર્ચા કરવા કે લેખિત પ્રત્યુતર આપવાની પણ કોશિશ કરેલ નથી જેથી સાતેય કંપનીઓ ના કર્મચારીઓ માં ઉગ્ર આક્રોશ જોવા મળેલ જેના પરિણામે આખરે લડત કરવામાટે નોટિસ આપવામાં આવેલ ને વિવિધ કાર્યક્રમો નક્કી કરવમાં આવેલ જે પૈકી લાભ પાંચમ ના શુભ મુહૂર્ત ના દિવસે જેટકો,જીસેક અને ડિસ્કોમ કંપનીઓ ના ડીવીઝન, સર્કલ, ઝોનલ ઓફિસ અને નિગમિત કચેરી સામે સાંજે ૬.૧૦ પછી સુત્રોચાર ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં ખૂબ મોટી સંખ્યા માં કર્મચારીઓ અને ઇજનેરો હાજરી આપશે ગુજરાત ની પ્રજા ને દીપાવલી ના તહેવાર માં વીજ વિક્ષેપ ના થાય તેવા શુભ આશયથી આંદોલન દિવાળીના તહેવાર પછી નિર્ધારિત કરેલ છે જે વીજ કર્મચારીઓ અને અધિકારીઓ ની સાચી નિષ્ઠા દર્શાવે છે પરંતુ ઉર્જા ખાતા ના કર્મચારીઓ અને અધિકારીઓની સાચી વ્યાજબી અને ન્યાયિક માંગણીઓ પરત્વે મેનેજમેન્ટ ના સતત નકારાત્મક અભિગમ ના કારણે આંદોલન અનિવાર્ય બનેલ છે.
ઉલ્લેખનીય છે કે આવતીકાલે સુત્રોચ્ચાર કર્યા બાદ ૮મીએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન, ૧૪મીએ માસ સીએલ અને ૨૦મીથી અચોક્કસ મુદતની હડતાલનો કાર્યક્રમ યોજાનાર છે. તેમ ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિનાં બળદેવ.એસ.પટેલ, બી.એમ. શાહ, ગીરીશભાઈ જોશી, આર. બી. સાવલિયા અને મહેશ. એલ.દેશાણીની યાદીમાં જણાવાયું છે.