મિલેટમાં ભરપૂર ન્યુટ્રીઅન્ટ, વિટામિન એ, ઈ, બી કોમ્પ્લેક્સ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા ખનિજોથી ભરપુર
મિલેટ દિવસે દિવસે ફેમસ થતી જાય છે. ખાવાના શોખીનોએ તેની કેટલીય વાનગીઓ શોધી કાઢી છે. એનું મુખ્ય કારણ છે તેના પોષક-ન્યુટ્રીશનલ- લાભોથી ભરપૂર છે . સ્ટોર્સમાં સૌથી વધારે એ છડેલા રૂપમાં મળે છે. મિલેટ એટલે વિવિધ એવા ધાન્યો જે એકસરખા નથી હોતા.
બજારમાં મિલેટની ઘણી વેરાયટીઝ જેવી કે રાગી , જુવાર , સામો બાજરો કોદરી વગેરે મળે છે. એ જ રીતે બાજરો પણ મિલેટનું એક સ્વરૂપ છે. મિલેટમાં ભરપૂર ન્યુટ્રીઅન્ટ હોય છે. એમાં લગભગ 15% પ્રોટીન હોય છે. એ વિટામિન ઊ, ઇ કોમ્પ્લેક્સ, નિયાસિન, થાઇમીન અને રિબોફ્લાવિનનો સારો સોર્સ છે. વધારામાં, મિલેટમાં મેથોનાઇન અને લેસિથિન જેવા જરૂરી એમિનો એસિડ્સ અને આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા ખનિજો પણ હોય છે. સૌથી અગત્યની વાત એ કે તેમાં ફાઈબર પુષ્કળ હોય છે જે બ્લડસુગરનું નિયંત્રણ કરે છે.
બાજરો હાર્ટ સંબંધી બીમારી થવાનો ખતરો ઘટે
બધાંના ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી ખવાય છે પણ સ્વાસ્થ્યને સારું રાખવા જુદા-જુદા લોટ અને મલ્ટીગ્રેન લોટ ખાવાનું પણ અત્યારે ચલણ વધ્યું છે. પણ આ બધાંમાં બાજરીના રોટલા ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા મળે છે. તેમાંથી કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગ્નીઝ, ફોસ્ફરસ, વિટામિન બી, એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. જેથી બાજરીના રોટલા પાચનતંત્રને સારું રાખવાની સાથે ગંભીર બીમારીઓ સામે પણ બચાવે છે.બાજરીના રોટલા હાર્ટના દર્દીઓને રાહત અને શક્તિ આપે છે. તેમાં રહેલું નિયાસિન નામનું વિટામિન કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. જેનાથી હાર્ટ સંબંધી બીમારી થવાનો ખતરો ઘટે છે. સાથે જ તેમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ બીપીને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે.
મોરૈયામાં હિમોગ્લોબિનનું સ્તર વધારે
મોરૈયાનું સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ દૂર થાય છે. કારણ કે મોરૈયામાં વિટામિન બી1, વિટામિન બી2, વિટામિન બી3. પ્રોટીન, ફાઇબર, આયર્ન, કેલ્શિયમ, થાઇમિન, નિયાસિન અને ચરબી જેવા તત્વો જોવા મળે છે, જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ ફાયદાકારક છે. કેન્સર જેવા જીવલેણ રોગનો ખતરો ઓછો કરવા માટે મોરૈયાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે મોરૈયામાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે કેન્સરનું જોખમ ઘટાડે છે.
શરીરમાં આયર્નની ઉણપના કારણે શરીરમાં લોહીની કમી રહે છે. પરંતુ મોરૈયાનું સેવનથી શરીરમાં આયર્નની ઉણપ નથી થતી, કારણ કે મોરૈયામાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, જે હિમોગ્લોબિનનું સ્તર વધારે છે.
જુવારને પોષણનું પાવરહાઉસ
જુવારની ગણતરી વિશ્વભરના ટોચના પાંચ આરોગ્યપ્રદ અનાજમાં થાય છે.જુવારને પોષણનું પાવરહાઉસ કહેવામાં આવે છે. આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા આવશ્યક ખનિજોથી સમૃદ્ધ, આ ખોરાક આપણને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ખનિજો શરીરને ઊર્જાવાન રાખવામાં અને સ્નાયુઓને મજબૂત બનાવવામાં સારી રીતે કામ કરે છે. તેના સંકલિત સ્વાસ્થ્ય લાભોને કારણે તેણે પહેલેથી જ નવું શીર્ષક પન્યૂ ક્વિનોઆથ મેળવ્યું છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન, પંજાબ અને અન્ય રાજ્યોમાં રહેતા લોકો શક્તિ અને સંતૃપ્તિની લાગણી મેળવવા માટે મુખ્ય ભોજનમાં જુવારના લોટની વાનગીઓનો ઉપયોગ કરે છે.જુવારમાં અનેક પોષક તત્વ છે. જુવારમાં મિનરલ્સ, પ્રોટીન અને વિટામિન બી કોમ્પ્લેક્સ જેવા ઘણા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ સિવાય જુવારમાં પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને આયર્ન પણ મોટી માત્રામાં હોય છે. જુવાર ખૂબ જ ઓછી કેલરી સાથે ઉચ્ચ પોષણ પ્રદાન કરે છે. લોકો જુવારનો ઉપયોગ અનાજ તરીકે કરે છે.જુવાર કફ અને પિત્તને શાંત કરે છે. શરીરને શક્તિ પ્રદાન કરે છે અને થાક દૂર કરે છે. વીર્ય વધારે છે ઉપરાંત બળતરા, સ્થૂળતા, વાયુ, ઘા, પાઈલ્સ અને પિત્તનો નાશ કરે છે. જો તમે વજન ઉતારવા માંગો છો તો પણ જુવારની રોટલી આપના માટે ઉત્તમ છે કારણ કે તે ફાઈબરથી ભરપૂર
હોવાથી વજન ઘટાડવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. વજન ઘટાડવાના આહારમાં ઉચ્ચ ફાઈબરનું સેવન કરવું જોઈએ જેથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે અને વારંવાર ખોરાક ન ખાવો. ફાઈબરને પચવામાં વધુ સમય અને મહેનત લાગે છે, જે મેટાબોલિઝમનો રેટ પણ વધારે છે. અને મેટાબોલિઝમ બૂસ્ટ થતાં આપોઆપ વજન ઉતરે છે. જુવારનું સેવન અલ્સરના દર્દીઓ માટે વિશેષ લાભદાયી રહે છે. તેને ખાવાથી શરીરને ઠંડક મળે છે. જુવારના રસને નિયમિત સેવન કરવાથી અસાધ્ય રોગો મટી જાય છે. તેના સેવનથી થાક દૂર થાય છે અને દિવસભર સ્ફૂર્તિનો અહેસાસ થાય છે. જુવારનું નિયમિત સેવન કરવાથી કાર્ડિયોવાસ્કયુલર તંદુરસ્ત રહે છે. સાથે જ કોલેસ્ટ્રોલને કંટ્રોલ રાખે છે. તેના નિયમિત સેવનથી હિમોગ્લોબિનની ખામી દૂર થઈ જાય છે. ઘઉંના જવારાનો રસ દૂધ, દહીં અને માંસથી અનેકગણો વધુ ગુણકારી હોય છે.
રાગી કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત
આપણને કેલ્શિયમની વાત આવે એટલે દૂધ અને દહીં જ યાદ આવે, પરંતુ દૂધ વધુ પ્રમાણમાં પીવાથી સેચ્યુરેટેડ ફેટ પણ મળે છે, જ્યારે કિંમતમાં સસ્તી રાગી બહુ જ ઓછી ચરબી અને ભરપૂર કેલ્શિયમ ધરાવે છે. તેથી રાગી કેલ્શિયમનો શ્રેષ્ઠ નો-ડેરી સોર્સ ગણાય છે. જે બાળકોને દૂધ પીવાની અથવા તો લેક્ટોઝની તકલીફની સમસ્યા છે તેમને રાગીના લોટમાંથી કોઈ પણ વસ્તુ તૈયાર કરીને ખવડાવી શકાય છે.
ડાયાબિટીસને કંટ્રોલ કરે છે
ફાઈબરના ઊંચા પ્રમાણના કારણે તેમાંથી ઊર્જા ધીમે ધીમે રિલીઝ થાય છે અને સલામત રેન્જમાં બ્લડ શુગરનું લેવલ જાળવી રાખે છે. રાગી યુવાન ત્વચાની જાળવણી માટેનું કામ કરે છે, તેમાં રહેલ મુખ્ય એમિનો એસિડ રિંકલ્સ ઘટાડે છે.
ડાયાબિટીસના દર્દી માટે કોદરીની બેસ્ટ
જુવાર-બાજરીથી થોડાક નાના હોય છે. સાઉથમાં એ વરાગુ તરીકે ઓળખાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, ઓડિશા અને બિહારમાં એનું વાવેતર વિપુલ માત્રામાં થાય છે. કોદરી પચવામાં હલકું, પોષક તત્વોથી ભરપૂર છે. પહેલાંના જમાનામાં તો કોઈ પણ માંદગીમાં રૂટીન ખાવાનું બંધ કરીને કોદરી ખવડાવવામાં આવતી. ખાસ કરીને તાવ, કમળો, ટાઇફોઇડ વગેરે થયું હોય ત્યારે પાચનશક્તિ સાવ જ નંખાઈ જતી. એવા સમયે કોદરી શરીરને બળ પણ આપતી અને રોગ સામે લડવાની તાકાત પણ. ડાયાબિટીસના દરદીઓ માટે પણ કોદરીની ખીચડી બેસ્ટ ગણાય. એ પચવામાં હલકી છે. એ ધીમે-ધીમે પચીને લાંબા સમય સુધી શરીરને એનર્જી આપે છે એટલે લાંબો સમય સુધી પેટ ભરાયેલું લાગતું હોવાથી ગરીબોનું પ્રિય ધાન્ય છે.’ અંતરિયાળ ગામડાંઓ અને આદિવાસી વિસ્તારોમાં તો આજેય કોદરી મુખ્ય ખોરાક માટેનું ધાન્ય છે, પણ એ સસ્તું હોવાથી ભણેલા-ગણેલા સમાજે કોદરીને હલકું ધાન્ય માની લીધું છે. જોકે જો તમે એના ગુણધર્મ અને એમાં સમાયેલાં પોષક તત્વોની વાત જાણશો તો જરૂર તમારા રસોડાનું આ અભિન્ન અંગ બની જશે.