એક જમાનામાં મશહૂર તેલુગુ ફિલ્મ સ્ટાર એન.ટી.રામારાવ ની બાયોપિકનું શૂટિંગ શરૂ થઇ ગયું છે.ખાસ બાબત એ છે કે આ ફિલ્મમાં એન.ટી.આરના પુત્ર નંદામુરી બાલકૃષ્ણાના જ તેના પિતાની ભૂમિકા આ ફિલ્મમાં ભજવી રહ્યો છે. નંદામુરીનું નામ પણ સાઉથના દિગ્ગજ અભિનેતાઓમા લેવામાં આવે છે. આ ફિલ્મના મહત્વને એ વાત ઉપરથી સમજી શકાય છે કે મહુરત શૉટ ભારતના ઉપરાષ્ટપતિ વેંક્યાનાયડુએ આપ્યો હતો. એન.ટી આરના જીવન કવન ઉપરથી ઘણા ડાયરેક્ટરો ફિલ્મ બનાવવા માંગતા હતા પણ ડાયરેક્ટર તેજા આ બાજી જીતી ગયા અને ફિલ્મ બનાવવાનું તેના નસીબમાં આવ્યું. એના પિતાની ભૂમિકા નિભાવવાની સાથો સાથ નંદામુરી આ ફિલ્મના કો-પ્રોડ્યુસર પણ છે. આ ફિલ્મ તામિલ,તેલુગુ અને હિન્દીમાં બનશે.
એન.ટી.આર. એમના જમાનામાં લોકપ્રિય અભિનેતા હોવાની સાથો સાથ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. એન.ટી.આર. ના પરિવારના ઘણા સભ્યો ફિલ્મો અને રાજનીતિમાં સક્રિય છે. એન.ટી.આર.નો પૌત્ર પણ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનું બહુ મોટું નામ ગણાય છે. આ કુટુંબ આંધ્રમાં રાજનીતિ અને દક્ષિણની ફિલ્મ દુનિયા માં ખાસું વર્ચસ્વ ધરાવે છે.1982માં એન.ટી.આરે તેલુગુ દેશમ પાર્ટીની સ્થાપના કરી હતી. આંધ્રમાં આજે પણ તેની સરકાર છે.
ફિલ્મો થી રાજનીતિ સુધીની સફર.
એન.ટી.આરે. જે દૌરમાં રાજનીતિક કારકિર્દી શરૂ કરી એ સમયે તેઓ એક લોક પ્રિય અભિનેતા હતા. 1983ની સાલમાં સર્વ સહમતિથી તેઓને તેલુગુ દેશમ પાર્ટીના વિધાયક દળના નેતા ચૂંટવામાં આવ્યા. જેમાં દસ કેબિનેટ મંત્રી અને પાંચ રાજય મંત્રી હતા. એન.ટી.આર. આંધ્રપ્રદેશના દસમા મુખ્યમંત્રી હતા. 1983 થી 1994 વચ્ચે તેઓ ત્રણ વખત આ પદ ઉપર રહ્યા.
ધાર્મીક પાત્રો ભજવીને તેઓ ઘર-ઘરમાં લોકપ્રિય બન્યા.
એન.ટી.આર.ને તેમના ધામીક કિરદારોને રૂપેરી પરદે ઉપસાવવા બદલ ઘર-ઘરમાં લોકપ્રિયતા મળી હતી. ખાસ કરીને રામ અને ભગવાન કૃષ્ણના પાત્રો ભજવીને તેઓ ખૂબ લોકપ્રિય થયા હતા. આ એ સમય હતો જ્યારે લોકો એમને શ્ર્ધાભાવથી જોતાં અને એમના આશીર્વાદ લેવા લોકો પાગલપણની હદ સુધી જતાં અચકતા ના હતા.
હાલમાં આ પ્રોજેક્ટને કારણે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખાસી ઉત્સુકતા જોવા મળી રહી છે. આખરે એમના સમયના સહુથી વધુ ચર્ચિત વયક્તિની બાયોપિક જો બની રહી છે. નંદામુરારી બાલકૃષનની વાત જો કરવામાં આવે તો તેઓ ‘લીજેન્ડ’, ‘નરસિંમંહા નાયડું’, ‘સીમ્હા’, શ્રી રામ રાજયમં’ અને ગૌતમીપુત્ર શતકર્ણી’ માટે જાણીતા છે.