ભારતના દક્ષીણ તટે આવેલુ કેરળ રાજ્ય જયાં એકવાર એવો સમય પ્રવર્તમાન હતો જયારે જાતિ વ્યવસ્થાની બુરાઇઓનો દ્વેષપુર્ણ ઓછાયો સમગ્ર પ્રદેશ પર પથરાયેલો હતો.સમાજ જેને અછુત કહે છે એ જાતિમાં પણ નિમ્ન તરિકે જેમની ગણના થતિ ’અવર્ણ’ જાતિ.હાશિયામાં ધકેલાયેલો એ સમાજ કે જેમની છાયા પણ લોકો અપવિત્ર માનતા.આવા સામાજિક વાતાવરણમાં કેરળના વિખ્યાત સંત શ્રી નારાયણગુરુનો જન્મ 22 ઓગ્સ્ટ , 1856 (મલાયલમ કેલેન્ડર મુજબ 1032 ચિંગમ) માં તિરુવનંતપુરમના ચેમ્પાઝંથી ગામમા થયો.પિતા મદન આસન , એક કિશાન અને માતા કુટીઅમ્મા ઘરગૃહિણી ઉપરાંત ત્રણ બ્હેનો સાથેનો પરિવાર.
નારાયણગુરુને ઘરના લોકો લાડથી ’ નાનૂ ’ કહેતા એવા આ નાના બાળકે તત્કાલીન સમાજની આ વ્યવસ્થા સામે જ મોટા પ્રશ્ર્નો ઉભા કરિ અને વડિલોને આશ્ર્ચર્યચક્તિ કરિ દીધા.એકશગુરુના નાતે એમણે લોકોને ઇશ્ર્વર અને માનવજાતિની એક્તાના વિષયમાં શિક્ષિત દિક્ષિત કરવા પ્રયાસો કર્યા.સામાજિક માન્યતા અનુસાર ’અવર્ણ’ એવી ’ એઝાવા ’ જાતિમાં એમનો જન્મ થયેલો.નારાયણગુરુ એ સામાજિક વિભેદોની દિવાલોનું છેદન કરવા પ્રસિદ્ધ નારો આપ્યો :
એક જાતિ, એક ધર્મ , એક ભગવાન (ઓરુ જાતિ , ઓરુ મથમ , ઓરુ દૈવમ્ , મનુશ્યાનુ ) 19 અને 20 મી સદ્દીમાં ભારતની આ પૂણ્યધરાએ ખુબ મોટી સંખ્યામાં સામાજિક , રાજનીતિક અને ધાર્મિક સુધારકોની ભેટ આપી , દેશનું આ સૌભાગ્ય હતુ.જેમા સ્વામી વિવેકાનંદ , મહાત્મા ફૂલે , મહાત્મા ગાંધી , ડો.આંબેડકર વગેરે પ્રમુખ હતા.વૈદિક આદર્શોની પૂર્નવ્યવસ્થા કરવાની એમની ક્ષમતા અને આધુનિક મનુષ્ય માટે એની પ્રાસંગિકતાને વ્યાખ્યિત કરવાની એમની આવડત અથવા કહો કે એમના કરિશ્માઇ નેતૃત્વને કારણે એમને આંતરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઇ.પરંતુ શ્રી નારાયણગુરુને આ આભા સામાજિક-ધાર્મિક સુધારાની આ જ પરંપરામાં આટલી સિદ્ધિ-પ્રસિદ્ધિ કે ખ્યાતિ પ્રાપ્ત ન થઇ.
જયારે આનાથી વિપરિત જમીની સ્તર પર એમનુ કાર્ય ભારત અને ખાસ કરિને કેરળ અને તેના આસપાસના વિસ્તારોમાં ઠોસ રુપમાં સામાજિક પરિવર્તનની દિશામાં એમના પ્રયત્નો ’મિલ કે પથ્થર ’ સાબિત થયા.અધીક સામાજિક બહિષ્કાર અને કઠોર ધાર્મિક રુઢીવાદીતા ના કાલખંડમાં નારાયણ ગુરુએ ” અહહ ળયક્ષ ફયિ યિીફહ ફક્ષમ યિીફહ જ્ઞિં લજ્ઞમ ’ ની ઉક્તિનો પુર જોરથી પ્રચાર-પ્રસાર કર્યો.એમણે પોતાના સાર્વભૌમિક સામાજિક રુપમા અદ્વૈતદર્શનની વ્યાખ્યા ” સર્વ પુરુષ સમાન અને ઇશ્ર્વર સમાન”ના રુપમાં કરિ.એમના આ જ દર્શને કેરળના સામાન્ય જન-મનમાં એક અમીટ છાપ છોડી.જેણે અંતે કેરળની પુરિ આબાદી ઉપર એક સમાજવાદી વિચારને જન્મ આપ્યો.
નારાયણગુરુએ જેનુ પાલન કર્યુ હોય એવા એમના કાર્યોનુ કોઇ નિર્ધારિત સ્વરુપ ન હતુ.પરંતુ એમનો સાર્વજનિક મંત્રાલય શબ્દ અને કર્મમા પ્રત્યક્ષ શુદ્ધતા અને સંક્ષિપ્તતા એમના કાર્યોમાં સ્થિત હતી.તેઓ પુરી રિતે સક્રિય રહ્યા છતા આમ માનસ માટે એમના હ્રદયમાં કરુણા અને વ્યાવહારિક ચિંતાથી તેઓ હંમેશા ભરેલા રહેતા.એમણે કેરલ , તેની આસપાસના પ્રદેશો અને સિલોનમાં સતત પરિભ્રમણ કરવા છતા તેમની પ્રવૃત્તિનું કેન્દ્રબિંદુ કેરલ હતુ.તો પણ ભૌગોલીક સિમાઓથી ઉપર ઉઠી જાતિ અને ધર્મની બાધાઓથી પિડીત એવા જરુરતમંદોની સહાય માટે તેઓ હંમેશા તત્પર રહેતા , આ જ એમનુ જીવન મિશન હતુ.
એમના સાર્વજનિક કાર્યનો પહેલો પડાવ ત્રિવેન્દ્રમ થી લગભગ 20 કિમી દુર , દક્ષીણમાં નય્યર નદિના ઝરણા પાસે , અરુવિપુરમમાં હતો.જયાં 1888 માં જાતિભેદની પરંપરાને ઢોંગ બતાવી અને શિવલીંગ ઉપર એક ’અવર્ણ’ જાતિની વ્યક્તિ તરિકે અભિષેક કર્યો.આ પૂર્વે આ કાર્ય ફક્ત એક બ્રાહ્મણ વ્યક્તિને જ કરવાનો અધીકાર નિહિત હતો.આ મંદિરની દિવાલો પર એમણે નિમ્નલિખિત વાંકય લખ્યુ :
“જાતિભેદ અને પંથની દુશ્મનિ વગર આ એક પ્રતિરુપ નિવાસ છે , જયાં લોકો ભાતૃભાવ સાથે હ્રદયથી રહે છે”. (આજે પણ ગુરુ દ્રારા રચિત આ વાંકય ત્યાં કોતરાયેલુ છે )
મંદિર સુધી પહોંચવામાં વંચિત રહેલા લોકો માટે આ મંદિર બનાવાયુ હતુ.આ મંદિર પાસે જ એમણે એમના મઠની સ્થાપના કરિ અને મંદિરની સંપતિની સુરક્ષા અને ઉપાસકોના કલ્યાણ માટે એક સંગઠનની રચના કરિ. આ એજ સંગઠન છે જે પાછળથી પુરા કેરલ રાજયમાં એની શાખાઓ વિસ્તરી સાથે શ્રી નારાયણ ધર્મ પરિપાલન યોગમ ( જગઉઙ) તરિકે વિખ્યાત થયુ.કેરલમાં સૌથી મોટી સામાજિક શક્તિ અને ભારતનુ આ પ્રકારનું પહેલુ સંગઠન હતુ.
અલવાયમાં શ્રી નારાયણગુરુએ બે મહત્વપૂર્ણ સંમ્મેલનોની અધ્યક્ષતા કરિ , પહેલી 1921 માં ઓલ કેરલ એસોશિએશન ઓફ બ્રધરહુડ ની વાર્ષિક સભા જેમા શ્રી નારાયણગુરુએ આ સંદેશ આપ્યો :
’મનુષ્યના પંથ-ભાષા-ભુષા વગેરેમાં જે અંતર છે , એ એક રચનાનો જ ભાગ છે.સાથે ભોજન કરવામા કે વૈવાહિક સંબંધ રાખવામાં કોઇ બુરાઇ નથી.’જાતિ ભેદ વિરુદ્ધ નારાયણગુરુનું પહેલુ ખુલ્લુ , નિશ્ર્ચિત અને સ્પષ્ટ બયાન.જે અંતર જાતિય ભોજ અને વિવાહના નિષેધના વિરુદ્ધમાં હતુ.
શ્રી નારાયણગુરુએ ત્રણ પ્રકારના મંદિરોની સ્થાપના કરિ અને ત્રણ વિશિષ્ટ સુધારો લાવ્યા.
પ્રથમ , ખરાબ આત્માઓના સ્થાને દેવતાઓને પ્રતિષ્ઠિત કર્યા.અને નિચલા વર્ગમાંથી પ્રશિક્ષિત અને સમર્પિત સંન્યાસીઓને મઠ-મંદિરના પૂજારિ તરિકે નિયુકત કર્યા.ઉપરાંત દરેક મંદિરમાં એક વાંચનાલય અને એક બગીચો બનાવ્યા.
બીજુ , અનુયાયીઓને સસ્તા અને સરળ રિતે નવા મંદિર બનાવવા માટે નિર્દેશિત કર્યા.જેથી કરિને ધનને અન્ય સેવાના માર્ગે વાળી શકાય.ખર્ચાળ મંદિરો ન બનાવવાનો તેઓ આગ્રહ રાખતા જે એ જમાનાની રુઢી પ્રમાણે એક સામાન્ય પ્રથા હતી.મંદિરમાં આવતે ચઢાવાનો ઉપયોગ ગરિબોના કલ્યાણ અર્થે થાય.ત્રીજુ,મૂર્તિપૂજા બાબતે એ ઉલ્લેખિત દ્રષ્ટીકોણ જોવા મળે છે.તેમનુ મુખ્ય લક્ષ મનુષ્યને ઇશ્ર્વર સુધી પહોંચાડવાનુ હતુ.વ્યકત મૂર્તિના અવ્યકત ગુણોને એ મનુષ્ય સુધી પહોંચાડવા માગતા હતા.મનુષ્યને એ અહમ બ્રહ્માસ્મી ના સ્તર સુધી ઉઠાવવા માગતા હતા. શ્રી નારાયણગુરૂ હંમેશા પૂન:જાગરણની અવસ્થામાં રહ્યા.સાંસ્કૃતિક,સામાજિક , સાહિત્યિક અને રાજનીતિક , બ્રાહ્મણોની વચ્ચે સતિપ્રથાનુ ઉન્મૂલન એમના ઉત્તમ ઉદા.છે.
અનુયાયીઓને જાતિભેદથી પરે ઉઠવા માટે કહેતા.વૈદિક કાલખંડથી , સાયદ બૌદ્ધ કાલખંડ છોડી દઇએ તો ભારતમાં જાતિ વ્યવસ્થા પ્રચલિત હતી.આદિ શંકરાચાર્યનુ આગમન સામાજિક સ્તરે ચતુર્વણ પર આપેલો ભાર આના કારણે જાતિવ્યવસ્થાને તત્પશ્ર્ચાત સારુ એવુ ઉત્તેજન મળ્યુ.જાતિ વ્યવસ્થા લોક મગજમાં એટલી ઘર કરિ ગઇ કે ફક્ત ઉપદેશ આપવાથી એમાં કાંઇ વળે તેમ ન હતુ.ગુરુ એવુ જીવન જિવ્યા જે બીજા માટે આદર્શ બની ગયુ.એમના આશ્રમમાં એમણે બધા પ્રકારની અસમનતા દુર કરિ.બધાને કોઇને કોઇ મંદિરો – મઠોમાં પ્રતિષ્ઠિત કરાવ્યા.ગરિબોના બાળકોને મુકતમાં શિક્ષા-દિક્ષા આપી મુકતમાં લઇ અને વિદ્વાન બનાવતા હતા.એમના કઠોર પરિશ્રમના અને નિર્મિત તાકતોના પરિણામ સ્વરુપ કેરલમાંથી પૂર્ણ રૂપેણ અસ્પૃશ્યતા નાબુદીમાં મદદ પ્રાપ્ત થઇ.લોકો પોતાના માનવીય અધીકારો બાબતે જાગૃત થયા અને સમાજમાં ભાઇચારાનું નિર્માણ થયુ.સંગઠન,શિક્ષા અને ઓદ્યોગિક વિકાસ જેવા ત્રણ આવશ્યક કદમો પ્રસ્તાવિત કર્યા.
શિક્ષાના માધ્યમ થકી કોઇપણ જાતિનું ઉત્થાન કરિ શકાય છે.દલિતો – વંચિતોની સ્થિતિ સુધાર માટે કંઇ કરવુ હોય તો બાળકોને શિક્ષિત કરો.અમીરોને પણ એમણે ગરિબ બાળકોની શિક્ષા માટે ધન ખર્ચ કરવા પ્રેરણા આપનારા શ્રી નારાયણગુરુનું અસમતા , અસ્પૃશ્યતા , જાતિભેદ અને નિરક્ષરતા ઉન્મૂલનમાં ઉલ્લેખનિય પ્રદાન રહ્યુ.