રાષ્ટ્રપતિ મૈત્રિપલા સિરીસેનાએરાનીલેને ઓકટોબરમાં બરખાસ્ત કર્યા હતા પાંચ વાર વડાપ્રધાન બનનાર રાનીલેએક પણ ટર્મ પૂર્ણ કરી નથી
શ્રીલંકામાં રાનિલ વિક્રમસિંઘને નવા પ્રધાન મંત્રી પદના શપથ લીધા વિવાદાસ્પદ પરિસ્થિતિઓમાં રાષ્ટ્રપતિ મૈત્રિપાલ સિરીસેના દ્વારા હટાવવામાં આવ્યા બાદ એક સપ્તાહમાં જ તેમને ફરીથી વડાપ્રધાન બનાવવામાં આવ્યાછે.
મહત્વનું છે કે નીતિ મામલાઅને અન્ય મુદ્દાઓ પર મતભેદો બાદ સિરીસેના એ વિક્રમસિંઘને પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેએ પદભ્રષ્ટ કર્યા હતા. જો કે રાજપક્ષે સંસદીત બહુમત મેળવવામાં નિષ્ફળ ગયા અને શનિવારે તેમણે રાજીનામું આપી દીધુ જેથી પોલીટીકલ ક્રાઇસીસ વચ્ચે રાનિલ વિક્રમસિંઘને પ્રધાનમંત્રી પદે નિયુકત કરવા પડયા.
મહત્વનું છે કે સિરીસેનાએ વારંવારકહ્યું હતું કે તેઓ વિક્રમસિંઘને પ્રધાનમંત્રી રુપે બીજીવાર નહી ઉતારે પરંતુ સિરીસેનાને તેનું સ્ટેન્ડ બદલવું પડયું છે. કેમ કે ૧ જાન્યુ.એ સંસદીય બજેટ રજુ થવાનું હોવાથી તેમની ફરીથી પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યાછે.
તો બીજી તરફ વિક્રમસિંહે પણ ટવીન કરીને જણાવ્યું કે,આ શ્રીલંકાની લોકશાહી સંસ્થાઓ અને આપણા નાગરીકત્વની જીત છે. હું એ દરેકને ધન્યવાદ આપું છું. જે સંવિધાનનો બચાવ કરવાઅને લોકતંત્રની જીત સુનિશ્ચીત કરવા દ્રઢ છે. શપથ ગ્રહણ સમારોહમાં વિક્રમસિંઘે ગઠબંધનના કેટલાક સાંસદની હાજરી હતી ઉલ્લેખનીય છે કે વિક્રમસિંઘે પ્રધાનમંત્રીના‚પે પરત ફરતા રાજકીય સંકટ ઓછા થવાની સંભાવના છે. પરંતુ વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે આ સીરીસેના અને પ્રધાનમંત્રી વચ્ચે થઇ રહેલી નવી અવધિની શરુઆત છે. જો કેપ્રધાનએ સંકેત આપ્યો છે કે તેઓ મેલ મેલાપ કરવા ઇચ્છુક હશે. ઉલ્લેખનીયછે કે વિક્રમસિંઘે વડાપ્રધાન તરીકે એક પણ ટર્મ પુર્ણ કરી નથી તેનો પાંચ વાર વડાપ્રધાનપદે નિયુકત થયા છે.