વિશ્વકપના પોલિફાયર મેચમાં આયર્લેન્ડને 133 રને શ્રીલંકાને મ્હાત આપી, હસરંગાની પાંચ વિકેટ

વિશ્વનો ત્રીજો સ્પિનર બન્યો કે જેને ત્રણ મેચમાં સતત પાંચ વિકેટ ઝડપી હોય

હાલ ક્રિકેટ અત્યંત ફાસ્ટ બની ગયું છે અને દરેક ખેલાડીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપવા માટે તનતોડ મહેનત પણ કરી રહ્યા છે ત્યારે હાલ વિશ્વ કપ માટે ક્વોલીફાયર મેચો રમાયા છે જેમાં શ્રીલંકાએ આયર્લેન્ડને 133 રને મહાત આપી હતી. શ્રીલંકાના વનિન્દુ હસરંગાએ 79 રન આપી 5 વિકેટો ઝડપી હતી. પ્રથમ બેટિંગ કરતાં શ્રીલંકાની ટીમને 325 રન નોંધાવ્યા હતા અને જીત માટે 326 રનની જરૂરિયાત હતી ત્યારે શ્રીલંકાના બોલરોએ આયર્લેન્ડને 192 રનમાં જ સીમિત કરી ખૂબ મોટા માર્જીનથી મેચ જીત્યો હતો.

હસરંગાની ઘાતક બોલિંગે અનેક નવા રેકોર્ડ સ્થાપિત કર્યા છે. સતત ત્રણ મેચમાં તેને પાંચથી વધુ વિકેટ ઝડપી વિશ્વનો ત્રીજો સ્પિનર બની ગયો છે અને તેને હાલ પાકિસ્તાનના ભૂતપૂર્વ લિજન્ડ બોલર વકાર યુનિસ સાથે જોડાયો છે. તેને પ્રથમ મેચમાં 24 રન આપી છ વિકેટ ઝડપી હતી જ્યારે બીજા મેચમાં 13 રન આપી પાંચ વિકેટો ઝડપી હતી અને આયર્લેન્ડ સામેના મેચમાં 79 રન આપી અને પાંચ વિકેટો ઝડપી આ રેકોર્ડ બનાવ્યો છે. ત્યારે ઓક્ટોબર નવેમ્બરમાં શરૂ થનારા વિશ્વકપ પૂર્વે જે ટીમ પોલિફાઇડ થઈ શકી નથી અને જે ક્વોલીફાઈ થવા તેઓએ તે તમામ ટીમો એડીચોટી નું જોર લગાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.