૫મી જાન્યુઆરીથી શ્રીલંકા સામે ટી-૨૦ સિરીઝનો પ્રારંભ: ટીમનું સુકાન લસીથ મલિંગાનાં હાથમાં
૫મી જાન્યુઆરીથી શરૂ થતી ટી-૨૦ સીરીઝ માટે શ્રીલંકા ટીમને જાહેરાત કરવામાં આવી છે જેમાં ૧૬ મહિના બાદ ટી-૨૦ સિરીઝમાં શ્રીલંકન ક્રિકેટ બોર્ડે એન્જેલો મેથ્યુસની પણ પસંદગી કરી છે. ત્રણ ટી-૨૦ સીરીઝ માટે શ્રીલંકાનું સુકાનીપદ લસીથ મલિંગાને સોંપવામાં આવ્યું છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડ દ્વારા મળતી વિગત મુજબ ગુરૂવારના રોજ શ્રીલંકન ટીમ ભારતનાં પ્રવાસ માટે આવશે. એન્જેલો મેથ્યુસે તેનો છેલ્લો ટી-૨૦ ઓગસ્ટ-૨૦૧૮માં સાઉથ આફ્રિકા સામે રમ્યો હતો જેમાં શ્રીલંકાની ટીમ વિજેતા પણ બની હતી.
શ્રીલંકન ટીમ કે જે ટી-૨૦ માટે પસંદ કરવામાં આવી છે તેના નામ પણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે જેમાં સુકાની તરીકે લસીથ મલિંગા, ધનસુખા ગુનાથીલકા, અવિસ્કા ફનાન્ડો, એન્જેલો મેથ્યુસ, દશુન શણકા, કુશળ પરેલા, નિરોષન ડિકવેલા, ધનંજય ડિસીલવા, ઈસુરુ ઉદાના, ભાનુકા રાજપક્ષા, ઓસાડા ફનાન્ડો, વાનીંડુ હસરંગા, લાહીરુ કુમારા, કુશલ મેન્ડીઝ, લક્ષણ સંડાકન, કસુન રજીઠા.
ટી-૨૦ સીરીઝ માટે શ્રીલંકા માટે ભારત સામેની સીરીઝ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે ત્યારે ભારતીય ટીમ માટે પણ આ સીરીઝ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આગામી સમયમાં રમાનારી ટી-૨૦ વર્લ્ડકપ માટે સૌથી વધુ ટી-૨૦ મેચ રમવા માટેનો પ્રોગ્રામ ભારતની તરફેણમાં બનાવવામાં આવ્યો છે ત્યારે ભારતીય ટીમ પોતાના દાવપેચો અજમાવવા માટે અનેકવિધ અખતરાઓ પણ કરી રહી છે ત્યારે શ્રીલંકા સામેની સીરીઝ ભારતીય ટીમ માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે તેમ પણ હાલ માનવામાં આવી રહ્યું છે.