શ્રીલંકાની ટીમ દુબઈ અને ત્યાંથી વેસ્ટઈન્ડીઝની ટૂર માટે તૈયાર જ હતી કે તેના ૧૨ કલાક પહેલા ધનંજય ડી-સિલ્વાના પિતા પર હુમલો થયો હતો. તેમને કોલંબોના દક્ષિણમાં એક નગર પાલિકા માઉન્ટ લેવિનિયામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે પછી તેમને કલુબૌલા હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવાયાં હતાં. જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યાં હતાં.
આ ઘટના દરમિયાન તેમની સાથે બે અન્ય લોકો પણ ઘાયલ થયાં હતાં. આ ઘટના પછી ધનંજયના સાથીઓએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યાં હતાં. ધનંજય ડી સિલ્વાના પિતા રંજના ડી સિલ્વાએ તાજેતરમાં જ સ્થાનીક ચૂંટણી લડી હતી. ધનંજયે અત્યાર સુધીમાં પોતાની ટીમ શ્રીલંકા માટે ૧૩ ટેસ્ટ મેચ રમી છે.
જોકે, આ ઘટનાના કારણે શ્રીલંકા ટીમની વેસ્ટઈન્ડિઝ ટૂર પર કોઈ જ અસર પડી નથી. જોકે, હવે ટીમમાં ફેરફાર થવાની શક્યતા છે. ધનંજયની મેનેજમેન્ટ ટીમે એક જાહેરાતમાં જણાવ્યું હતું કે,હું તમને બધાને એ જણાવતાં દુ:ખ અનુભવી રહ્યો છું કે ગત રાતે (ગુરુવારે) મારા પિતાની હત્યા કરવામાં આવી છે. આ એક ખૂબ અગત્યની ટેસ્ટ સિરીઝ અને એક વેસ્ટઈન્ડિઝ ટૂર પહેલા થયું છે.
ધનંજય ટીમમાં ન હોવાને કારણે ટીમને નુકસાન ભોગવવું પડે તેમ છે. શ્રીલંકા માટે ૧૩ ટેસ્ટ રમી ચૂકેલા ધનંજયે ગત વર્ષે ભારત વિરુદ્ધ શ્રીલંકાની રાષ્ટ્રીય ટીમમાં કમબેક કર્યું હતું. દિલ્હીમાં રમાયેલી અંતિમ ટેસ્ટ મેચમાં ધનંજયે મજબૂત ઈનિંગ રમીને મેચને ડ્રો કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com