શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચંદીમલ પર હવે બોલ ટેમ્પરિંગનો આરોપ લાગ્યો છે. ચંદીમલે પોતાના ખીસ્સામાં રાખવામાં આવેલા સ્વીટનરથી બોલ ટેમ્પરિંગ કર્યું છે. આ ઘટના શ્રીલંકા-વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ઘટી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ત્રણ માસમાં બીજી વખત બોલ ટેમ્પરિંગનો મામલો સામે આવ્યો છે. માર્ચમાં ઓસ્ટ્રેલિયાઈ ખેલાડી કેમરૂન બેનક્રોફ્ટે સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ટેસ્ટ દરમિયાન બોલ ટેમ્પરિંગ કર્યું હતું.
જે બાદ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરને ટેમ્પરિંગનું ષડયંત્ર રચવાની વાત કબૂલી હતી.શ્રીલંકા-વેસ્ટઈન્ડિઝ ટેસ્ટના ત્રીજા દિવસે શ્રીલંકાને વિકેટની તલાશ હતી. ત્યારે ઓન ફિલ્ડ અંપાયર અલીમ ડાર, ઈયાન ગુલ્ડ અને ટીવી અંપાયર રિચર્ડ કેટલબોરોએ બોલ ચમકાવવાની શ્રીલંકાના કેપ્ટનની રીત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બ્રોડકાસ્ટર્સથી ફુટેજ માંગ્યા કે જેથી મામલાની ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે.
અંપાયરોએ બીજા દિવસે સવારે ફુટેજ જોયાં જેમાં નજર આવ્યું શ્રીલંકાના કેપ્ટને પોતાના ડાબા ખીસ્સામાંથી સ્વીટનર કાઢ્યું, તેને મોઢામાં રાખ્યું અને જે બાદ મોઢામાંથી તેને બોલ પર લગાવી દીધું. જે બાદ બોલ શ્રીલંકાના બોલર લહીરૂ કુમારાને આપી હતી.