નિકોલસ પૂરનની સદી એળે: અવિસ્કા ફર્નાન્ડોએ ફટકારી સદી
વર્લ્ડકપની ૩૯મી મેચમાં ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે શ્રીલંકાએ વેસ્ટ ઇન્ડિઝને ૨૩ રને હરાવ્યું છે. ૩૩૮ રનનો પીછો કરતા વેસ્ટ ઇન્ડિઝની ટીમ ૫૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવી ૩૧૫ રન જ કરી શકી હતી. તેમના માટે નિકોલસ પૂરને ૧૦૩ બોલમાં ૧૧ ચોક્કા અને ૪ છગ્ગાની મદદથી ૧૧૮ રન કર્યા હતા. જોકે તે ૪૮મી ઓવરના પહેલા બોલે એન્જલો મેથ્યુઝની બોલિંગમાં કીપર પરેરાના હાથે કેચ આઉટ થયો હતો. રસપ્રદ રીતે મેથ્યુઝની આ મેચમાં પહેલી ઓવર હતી અને તેને પહેલા બોલે જ સફળતા મળી હતી. પૂરન આઉટ થયો ત્યારે ટીમ જીતથી માત્ર ૩૦ રન દૂર હતી.
રનચેઝ દરમિયાન વિન્ડીઝે ૧૪૫ રનમાં ૫ વિકેટ ગુમાવી હતી અને તેમની હાર નક્કી હતી. ત્યારે પૂરને પહેલા કાર્લોસ બ્રેથવેટ અને પછી ફેબિયન એલેન સાથે ભાગીદારી કરીને મેચમાં જીવ રેડ્યો હતો. બ્રેથવેટ સાથેની ૫૪ રનની ભાગીદારીમાં બ્રેથવેટનુ માત્ર ૮ રનનું યોગદાન હતું. જયારે ફેબિયન એલેને ૩૦ બોલમાં મેડન ફિફટી ફટકારી પૂરનનો સારો સાથ આપ્યો હતો. જોકે તે જોડી તૂટતાં જ લંકા માટે મેચ જીતવી માત્ર ૧ વિકેટનો સવાલ હતો. શ્રીલંકા માટે લસિથ મલિંગાએ ૩ વિકેટ લીધી હતી. તે પહેલાં એલેને ૩૦ બોલમાં ફિફટી ફટકારી હતી. જેસન હોલ્ડર વાન્ડરસેની બોલિંગમાં મીડ-ઓન પર જીવન મેન્ડિસના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ૨૬ બોલમાં ૨૬ રન કર્યા હતા. ક્રિસ ગેલ રજિથની બોલિંગમાં મોટો શોટ મારવા જતાં માત્ર એજ મેળવી શક્યો હતો અને વાન્ડરસેએ તેનો સરળ કેચ કર્યો હતો. ગેલે ૪૮ બોલમાં ૩૫ રન કર્યા હતા. શાઈ હોપ ૫ રને લસિથ મલિંગાની બોલિંગમાં કટ એન્ડ બોલ્ડ થયો હતો. તે પહેલાં સુનિલ એમ્બ્રીસ ૫ રને લસિથ મલિંગાની બોલિંગમાં કીપર પરેરાના હાથે કેચ આઉટ થયો હતો. વર્લ્ડકપની ૩૯મી મેચમાં ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે શ્રીલંકાએ વેસ્ટ ઇન્ડિઝને ૩૩૯ રનનો લક્ષ્યાંક આપ્યો છે. શ્રીલંકા માટે ૨૧ વર્ષીય આવીષ્કા ફર્નાન્ડોએ ૧૦૩ બોલમાં ૧૦૪ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તે વર્લ્ડકપમાં શ્રીલંકા માટે સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે. તે પહેલા આ રેકોર્ડ લાહિરૂ થિરિમાનેના નામે હતો. તેણે ૨૫ વર્ષની ઉંમરે વર્લ્ડકપમાં સદી ફટકારી હતી. ફર્નાન્ડો સિવાય વિકેટ કીપર કુશલ પરેરાએ ફિફટી ફટકારતાં ૬૪ રનનું અને લાહિરૂ થિરિમાનેએ ૩૩ બોલમાં ૪૫ રનનું યોગદાન આપ્યું હતું. વેસ્ટ ઇન્ડિઝ માટે જેસન હોલ્ડરે ૨ વિકેટ લીધી હતી. તે વનડેમાં ૧૦૦ વિકેટ ઝડપનાર ચોથો કેપ્ટન બન્યો છે.
કુસલ મેન્ડિસ સારી બેટિંગ કરી રહ્યો હતો. તે સ્પિનર ફેબિયન એલેનની બોલિંગમાં આગળ આવીને શોટ રમા જતાં કોટ એન્ડ બોલ્ડ થયો હતો. તેણે ૪૧ બોલમાં ૩૯ રન કર્યા હતા. કુશલ પરેરા બ્રેથવેટની બોલિંગમાં ડીપમાં શોટ રમ્યા પછી ૨ રન દોડવા જતા કોતરેલ/બ્રેથવેટ દ્વારા રનઆઉટ થયો હતો. તેણે ૫૧ બોલમાં ૬૪ રન કર્યા હતા. તે પહેલાં દિમૂઠ કરુણારત્ને જેસન હોલ્ડરની બોલિંગમાં કીપર શાઈ હોપના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ૪૮ બોલમાં ૩૨ રન કર્યા હતા. વર્લ્ડકપની ૩૯મી મેચમાં ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતીને બોલિંગ લીધી છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં કેમર રોચની જગ્યાએ શેનોન ગેબ્રિયલ રમી રહ્યો છે. જયારે શ્રીલંકાએ પોતાની ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે. જયારે શ્રીલંકાએ પોતાની ટીમમાં ૩ ફેરફાર કર્યા છે. લાહિરૂ થિરિમાને, જેફરે વેન્ડરસે અને કસુન રજિથને જીવન મેન્ડિસ, સુરંગા લકમલ અને થિસારા પરેરાની જગ્યાએ રમાડવામાં આવ્યા છે.
વિજય શંકર ઈજાગ્રસ્ત થતાં વિશ્ર્વકપમાંથી આઉટ: મયંક અગ્રવાલનો કરાયો સમાવેશ
આઈસીસી વર્લ્ડ કપ ૨૦૧૯માં ભારતીય ટીમને વધુ એક ફટકો પડ્યો છે. ઓલ-રાઉન્ડર વિજય શંકરને પગના અંગૂઠામાં ઈજા થવાના કારણે તે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. તેનાં સ્થાને મયંક અગ્રવાલને સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય ઓલરાઉન્ડર વિજય શંકરને પગના અંગૂઠા ઈજા પહોંચી છે જેના કારણે તેને વર્લ્ડ કપમાંથી બહાર થવું પડ્યું છે. આ અગાઉ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન પણ ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર પણ ઈજાગ્રસ્ત થયો હતો. ભારતના ઓલરાઉન્ડર વિજય શંકર ઈજાને કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા છે. તેની જગ્યાએ મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રાઈટ હેન્ડ બેટ્સમેન મયંક સ્થાનિક ક્રિકેટમાં કર્ણાટક તરફથી રમે છે. વિજય શંકરને પ્રેક્ટિસ સેશન દરમિયાન પગના અંગૂઠામાં ઈજા થઈ હતી. જો કે આ ઈજાને વધુ ગંભીર બતાવવામાં નહોતી આવી. જે બાદ તે અફઘાનિસ્તાન વિરૂદ્ધ ટીમમાં સામેલ કરાયો હતો. જો કે તેને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રવિવારની મેચમાં સામેલ કરવામાં આવ્યો ન હતા. નોંધનીય છે કે રવિવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી મેચમાં શંકરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. તેના સ્થાને યુવાન વિકેટકીપર રિષભ પંતને તક આપવામાં આવી હતી. પ્રેક્ટિસ મેચ દરમિયાન વિજય શંકરના પગના અંગૂઠામાં બોલ વાગતા ગંભીર ઈજા પહોંચી છે જેથી તે વર્લ્ડ કપની આગામી એકપણ મેચ રમવા માટે સક્ષમ નથી. શંકરનું પ્રદર્શન એમ પણ આ વર્લ્ડ કપમાં કંઈ ખાસ પ્રભાવશાળી નથી રહ્યું.