વાનખેડેમાં જીતેલી બાઝી શ્રીલંકા કેમ હારી ગયું હતું: ગડા હુઆ મુડદા ઉખેડાશે

૨૦૧૬માં એક બોલીવૂડ ફિલ્મ આવી હતી. ધોની એન અને ટોલ્ડ સ્ટોરી આ ફિલ્મની શ‚આત જ ૨૦૧૧ના ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચથી થાય છે. આ મેચનો હીરો હતો કેપ્ટન કૂલ માહી ઉર્ફે મહેન્દ્રસિંગ ધોની દશેરા ને દી જ ઘોડું ન દોડે તેમ ત્યારે સચિન, વિરાટ બધા પાણીમાં બેસી ગયા હતા. માહી તો વાહ વાહી લૂટાવી ગયો પણ શ્રીલંકા જીતતા જીતતા આ મેચ હારી ગયું હતું. એક તબકકે શ્રીલંકાનું પલડું આ મેચમાં ભારે હતું. માહીએ બાઝી પલટાવી નાખી હતી.

શ્રીલંકાની ઓથોરીટી હવે ૨૦૧૧ના વર્લ્ડ કપમાં હારવાનું પોસ્ટ મોર્ટસ કરશે. શ્રીલંકાના ખેલકૂદ મંત્રીએ ફાઇલ ફરીથી ખોલવાની મંજુરી આપી દીધી છે.

મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી હાથમાં આવેલી આ મેચ હારીગયા બાદ તૂર્ત જ કેપ્ટન કુમાર સંગાકારાએ સુકાનીપદેથી રાજીનામુ આપી દેવું પડયું હતું.

શ્રીલંકાના તત્કાલીન ખેલકૂદ મંત્રીએ ત્યારે સવાલો ઉઠાવ્યા હતા આજે વર્તમાન મંત્રી તેમનો ટેકો આપી રહ્યા છે. ત્યારે મેદાન પર કેટલાક સીનીયર ખેલાડીઓનું વર્તન પણ વિચિત્ર હતું. તેઓ કુમારની વાત માનતા ન હતા.

અગાઉ શ્રીલંકન અમ્પાયર અને ખેલાડીઓ પર મેચ ફિકિસંગના આરોપ લાગી ચૂકયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.