અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી શ્રીલંકાના રાષ્ટ્રપતિને મળ્યાં: કોલંબો પોર્ટ 5000 કરોડના ખર્ચે વિકસાવાશે
ચીનના સામ્રાજ્યવાદના સંકજામાં નાના દેશો એક પછી એક આવી જાય તે રીતે ડ્રેગન આર્થિક સહાયના બાહાને વિકસિત દેશોને દાબમાં લઇ તેનું ધાર્યું કરી રહ્યાં છે ત્યારે શ્રીલંકાએ ચીનના સંકજામાંથી છૂટવા માટે ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું શરણ લીધું હોય તેમ અદાણીને કોલંબો પોર્ટના વિકાસની જવાબદારી સોંપવાની કવાયત હાથ ધરી છે.
ગૌતમ અદાણી સોમવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષને મળીને શ્રીલંકાના સરકારી શ્રીલંકા પોર્ટ ઓથોરિટી દ્વારા સંચાલિત કોલંબો પોર્ટના વિકાસ માટે ચર્ચા કરી હતી. ગૌતમ અદાણી અને 10 પ્રતિનિધિઓ રવિવારે ચાટર્ડ પ્લેનથી કોલંબો ગયાં હતાં. અદાણી ગ્રુપે શ્રીલંકા સરકારની પશ્ર્ચિમ આંતરરાષ્ટ્રીય ક્ધટેનર ટર્મિનલનો 5,000 કરોડના ખર્ચે વિકાસ કરવા માટેની સંધી કરી હતી.
પ્રાદેશિક ધોરણે એશિયા અને વિશ્ર્વના દેશો સાથે બંદર વ્યવહાર માટે ખૂબ જ મહત્વ ધરાવતું કોલંબો બંદરના વિકાસથી ક્ધટેનરનું પરિવહન સરળ બનશે અત્યારે ભારતના ક્ધટેનરો 45% થી વધુ માત્રામાં આ બંદરમાંથી વિશ્ર્વમાં જાય છે. શ્રીલંકાએ અદાણીને આ બંદરનું સંચાલન આપવાનું 2019થી નક્કી કર્યું હતું.
35 વર્ષના કરાર સાથે આ પોર્ટનું સંચાલન શરતે ચીન શ્રીલંકાના બંદરોને કબ્જામાં લેવાના પ્રયાસો કરી રહી છે ત્યારે શ્રીલંકાએ અદાણીનો સાથ લઇ એક નવો અધ્યાય ઉભો કર્યો છે.