‘કાગડા બધે કાળા’ શ્રીલંકા ક્રિકેટના ચીફ ફાઈનાસીયલ ઓફીસરની ભ્રષ્ટાચાર મામલે ધરપકડ
ભ્રષ્ટાચારની ફરિયાદોને લઈ શ્રીલંકા ક્રિકેટ ચર્ચામાં છે. પોલીસ પ્રવકતા સવાન ગુણાસેકરાએ કહ્યું કે એસએલસીની ફરિયાદ પર પિયાલનદનાની ધરપકડ કરાઈ છે.જેમાં પહેલા શ્રીલંકા સરકારમા મંત્રી અને ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અર્જુન રણતુગા એ કહ્યું કે તેમના દેશમાં મેચ ફિકિસંગ સાથે જોડાયેલા મામલાઓની તપાસ અને કાયદો બનાવવામાં ભારત મદદ કરશે.
પેટ્રોલીયમ મંત્રી રણતુંગાએ કહ્યું કે ભારતની કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ શ્રીલંકા ક્રિકેટમાં મોટાપાયે લાગેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસમાં ટેકનીકલ મદદપુરી પાડી શકે છે. રણતુગાએ નવી દિલ્હીથી શ્રીલંકા ગયા બાદ કહ્યું કે અમારી પાસે આ સમસ્યા સાથે પુરી રીતે લડવાની કુનેહ કે કાયદો નથી. ભારત આ માટે કાયદો બનાવવામાં પણ મદદ કરશે.
સીબીઆઈએ ૨૦૦૦માં રણતુંગા અને ટીમના ઉપકપ્તાન અરવિંદ ડી સિલ્વા પર મેચ ફિકિસંગનો આરોપ લગાવ્યો હતો. પરંતુ ત્યારબાદ બંનેને આરોપ મૂકત કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે શ્રીલંકા ક્રિકેટના સીએફઓની ધરપકડ એક કથિત નાણાકીય ધોખાઘડી સાથે સંબંધીત છે. જેનો ખુલાસો આ વર્ષે સપ્ટેમ્બરમાં થયો છે. આ મામલો શ્રીલંકાનો ઈગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પ્રસારણ અધિકાર સાથે જોડાયેલા ૫૫ લાખ કરોડના ઘોટાળાને લઈને છે.
પોલીસને થયેલી ફરિયાદમાં શ્રીલંકા ક્રિકેટે સીએફઓ નંદનાને મુખ્ય આરોપી બતાવ્યા હતા નદનાએ દાવો કર્યો હતો કે તેમના ઈમેલને હેક કરવામાં આવ્યા હતા. અને રકમને કોઈ અન્ય ખાતામાં સ્થળાંતરીત કરવાનો અનુરોધ કર્યો હતો.આ રકમ ઈગ્લેન્ડના પ્રવાસ દરમિયાન પ્રસારણ અધિકારો સાથે જોડાયેલી છે. જેનો અધિકાર સોની પિકચર્સ નેટવકર્સ પાસે છે. શ્રીલંકાએ અગાઉ ક્રિકેટ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના ઘણી હકિકતો બહાર આવતા આશ્ર્વાસન આવ્યું હતુ કે મેચ ફીકિસંગના આરોપોની તપાસ માટે વિશેષ પોલીસ ટુકડી બનાવવામાંઆવશે મેચ ફિકિસંગના આરોપ મેમાં લગાવવામાં આવ્યા હતા. જયારે હાલ શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સનથ જયસૂર્યા પર આઈસીસી એ મેચ ફિકિસંગ સાથે જોડાયેલી તપાસમાં સહયોગ નહી કરવાનો આરોપ લગાવ્યો હતો.