જીસકા ખાયા, ઉસી કી થાલી મે છેદ!!

કટોકટી વેળાએ ભૂખમરાથી પીડાતા લંકાને ભારતે જ મદદ કરી હતી, ઋણ ચૂકવવાનું તો ઠીક ઉલ્ટાનું ભારતીય નાગરિકોને હેરાન કરી રહ્યું છે

શ્રીલંકાએ 24 ભારતીય માછીમારોની દરિયામાંથી ધરપકડ કરી છે અને તેમની પાંચ બોટ જપ્ત કરી છે. કટોકટી વેળાએ ભૂખમરાથી પીડાતા લંકાને ભારતે જ મદદ કરી હતી. હવે લંકા ઋણ ચૂકવવાનું તો ઠીક ઉલ્ટાનું નાગરિકોને હેરાન કરી રહ્યું છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્તરી જાફના દ્વીપકલ્પમાં કરાનગરના કિનારે નૌકાદળ અને શ્રીલંકા કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી.  નેવીએ જણાવ્યું હતું, બાદમાં તેઓને કાંકેસંથુરાઈ બંદર પર લાવવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી માટે મત્સ્ય નિરીક્ષકને સોંપવામાં આવ્યા હતા.

શ્રીલંકાના નૌકાદળે જણાવ્યું હતું કે, આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 252 ભારતીય માછીમારોની શ્રીલંકાના જળસીમામાં શિકાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. માછીમારોનો મુદ્દો ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોમાં વિવાદાસ્પદ મુદ્દો છે, તેમ છતાં શ્રીલંકાના નૌકાદળના જવાનોએ શ્રીલંકાના પ્રાદેશિક જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના અનેક કથિત બનાવોમાં ભારતીય માછીમારો પર ગોળીબાર કર્યો હતો અને તેમની બોટને જપ્ત કરી હતી.

પાક જલડમરુમધ્ય, જે તામિલનાડુને શ્રીલંકાથી અલગ કરતી પાણીની સાંકડી પટ્ટી છે, બંને દેશોના માછીમારો માટે માછલી પકડવા માટેનું સમુદ્ધ મેદાન છે.

સમયાંતરે, ભારતીય માછીમારોની શ્રીલંકાના અધિકારીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાને કથિત રીતે પર કરવા અને શ્રીલંકાના જળસીમામાં માછીમારી કરવા બદલ ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.