રવિન્દ્ર જાડેજાએ ૩ અને મહમંદ સામીએ ૨ વિકેટો ખેડવી: બીજા દાવમાં ભારતે ધવન અને પુજારાની વિકેટો ઝડપી ગુમાવી: ભારતને ૩૬૫ રનની લીડ

ગાલે ખાતે રમાય રહેલા પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે આજે શ્રીલંકાની પુરી ટીમ ૨૯૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે લંકાના ફોલોઓન કરી બીજા દાવમાં ઉતારવાના બદલે ખુદ બેટીંગમાં આવી હતી. બીજા દાવમાં ભારતે ૨ વિકેટના ભોગે ૫૬ રન બનાવી લીધા છે અને ૩૬૫ રનની મહત્વપૂર્ણ લીડ હાંસલ કરી લીધી છે. ગાલે ટેસ્ટના ત્રીજા દિવસે જ શ્રીલંકાની પ વિકેટો ધરાશાય થઈ જતા શ્રીલંકાનો રકાશ નિશ્ર્ચિત થઈ ગયો હતો. આખી ટીમ ૨૯૧ રનમાં ઓલઆઉટ થઈ જતા ભારતને પ્રથમ દાવાના આધારે ૩૦૯ રનની લીડ મળી હતી. ઉકુલ થરંગા, એન્જેલો મેથ્યુસ તથા પરેરા સિવાયના તમામ બેટસમેનો ભારતના બોલરોનો ઝાંખ ઝીલવામાં નિષ્ફળ રહ્યા હતા. શ્રીલંકાની પુરી ટીમ ૭૮.૩ ઓવરમાં ૨૯૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત વતી મહંમદ સામીએ ૪૫ રન આપી ૨ વિકેટ અને રવિન્દ્ર જાડેજાએ ૬૭ રન આપી ૩ વિકેટ ખેડવી હતી. ભારતે પ્રથમ દાવમાં ૬૦૦ રન બનાવ્યા હતા. શ્રીલંકા પ્રથમ દાવમાં ૨૯૧ રનમાં ઓલઆઉટ થઈ જતા તેને ફોલોઓન આપી બીજો દાવમાં ઉતારવાના બદલે ટીમ ઈન્ડિયાના સુકાની વિરાટ કોહલીએ બીજો દાવ લેવાનો નિર્ણય લીધો છે. પ્રથમ દાવમાં આક્રમક ૧૯૦ રન ફટકાર શિખર ધવન માત્ર ૧૪ રનમાં આઉટ થઈ ગયો હતો. જયારે પ્રથમ દાવમાં ૧૫૩ રન ફટકાર સૌરાષ્ટ્રના રનમશીન ચેતેશ્ર્વર પુજારા પણ ૧૫ રને આઉટ થઈ જતા ૫૬ રનમાં ભારતની ૨ વિકેટો ધરાશાયી થઈ ગઈ હતી. જોકે પ્રથમ દાવની ૩૦૯ રનની લીડ ઉમેરતા ભારતને ત્રીજા દિવસે જ પ્રથમ ટેસ્ટમાં ૬૬૫ રનની મજબુત લીડ હાંસલ થઈ ગઈ છે. ભારત પ્રથમ ટેસ્ટ જીતવા માટે મજબુત સ્થિતિમાં આવી ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.