સરપ્રાઇઝ ડેટ એ ઓચિંતા મૃત્યમાં પરિવર્તિત કર્યુ
અદભુત ‘શ્રી’ દેવી…. તેઓ સ્ટાફને પણ પરિવારના જ સભ્યની જેમ સાચવતા હતા. સુપરસ્ટાર અભિનેત્રી શ્રી દેવીના નિધનથી બોલીવૂડ અને તેમના ચાહકોને જેટલો આઘાત આંચકો લાગ્યો છે તેના કરતા અનેકગણા શોકમાં તેમનો સ્ટાફ ગરકાવ થઈ ગયો છે.
શ્રી દેવીના મેક અપ આર્ટિસ્ટ સુભાષ શિંદેએ જણાવ્યું હતુ કે હું દુબઈમાં મોહિત મારવાહના લગ્નમાં શ્રીદેવીની સાથે જ હતો. તેઓ પોતાના સ્ટાફને પરિવારના સભ્યની જેમ સાચવતા હતા. મેં ૨૦૧૨માં પિલ્મ નઈગ્લિશ વિંગ્લિશથથી તેમની સાથે કામ શરૂ કર્યું હતુ તેઓ હંમેશા મને મારા પરિવારના કુશળ-મંગળ પૂછતા.
શીંદેએ આગળ જણાવ્યું કે હવે હું તેમનો પરમેનેન્ટ મેક અપ મેન બની ગયો હતો. મેં તેમની સાથે સાઉથની ફિલ્મ નપુલીથ અને ત્યારબાદ બોલીવૂડ ફિલ્મ નમોમથમાં પણ મેક અપ આર્ટિસ્ટ તરીકે કામ ર્ક્યું હું હંમેશા તેમની સાથે તેમના નપડછાયાથની જેમ રહેતો હતો. તેઓ જેટલા બહારથી ખૂબસૂરત હતા. તેટલા જ આંતરિક રીતે ખૂબસૂરત અને લાગશીશીલ હતા.
શીંદેએ શ્રી દેવી સાથેના આખરી સંભારણા યાદ કરતા જણાવ્યું હતુ કે, હું દુબઈમાં પણ તેમની સાથે જ હતો.
મેં લગ્ન અને રીસેપ્શનમાં હાજરી આપવા મેક અપ કરીને તેમને તૈયાર કર્યા હતા. પરંતુ મને તો સ્વપ્ને ય ખ્યાલ ન હતો કે શ્રી દેવી પરની આ મેક અપ પ્રોસેસ તે આખરીબ ની રહેશે.
શીંદે સિવાય શ્રીદેવીનાં ડોમેસ્ટીક અને અંગત સ્ટાફમાં બધા આજે તેમને મિસ કરે છે. કેમકે તેઓ તેમને એમ્પ્લોયીની જેમ નહી પરંતુ ફેમિલી મેમ્બરની જેમ ટ્રીટ કરતા અને તેમની દેખભાળ કરતા માત્ર સ્ટાફનીજ નહી પણ સ્ટાફના પરિવારજનોની પણ ખેવના રાખતા હતા. આજે સ્ટાફને શ્રીદેવીની કમી ખલે છે.
સરપ્રાઈઝ ડીનર ડેટ
બાથરૂમમાં ટબમાં અકસ્માતે મૃત્યુ થયું તે પહેલા શ્રીદેવી તેના પતિ બોની કપૂર સાથે સરપ્રાઈઝ ડીનર પર જવાની તૈયારી કરી રહી હતી.
રીપોર્ટ અનુસાર મુંબઈથી પરત ફરેલા બોની કપૂર સાંજે લગભગ ૫.૩૦ વાગે બીવી શ્રીદેવીને સરપ્રાઈઝ ડીનર માટે બોલાવવા તેના રૂમમાં ગયા હતા જયાં તેમને બાથટબમાંથીક શ્રીદેવી મૃત હાલતમાં મળી હતી. પોલીસે આવીને શ્રીદેવીને મૃત જાહેર કરી હતી.
હકીકતમાં બોની કપૂર ભાણેજ મોહીત મારવાહના લગ્નમાં હાજરી આપીને મુંબઈ નાની પુત્રી ખુશી સાથે પરત આવ્યા હતા. પરંતુ તેઓ તુરંત પરત દુબઈ ફરીને સરપ્રાઈઝ ડીનર પાર્ટી આપવાના હતા.
પરંતુ પેલી ગુજરાતી કહેવત છે ને કે નન જાણ્યું જાનકી નાથે કે કાલે સવારે ઉઠીને શું થવાનું છે?થ તે મુજબ તેમની સરપ્રાઈઝ ડેટે ઓચિંતા મૃત્યુમાં પરીવર્તીત થઈ ગઈ હતી.
બાય ધ વે, બોની કપૂર ફિલ્મ ‘મીસ્ટર ઈન્ડિયા’ વખતે શ્રી દેવીના પ્રેમમાં પડયા હતા.
શ્રી દેવીનું મૃત્યુ એક રહસ્ય: તપાસ શરૂ મૃતદેહ લાવવામાં વિલંબ
*શ્રી દેવીની કોલ ડીટેલ્સની તપાસ શરૂ
*જરૂર પડે તો ફરી પી.એમ. કરાશે
*હોટલ રૂમ સીલ કરાયો
*હજુ આજે પણ મૃતદેહ આવશે કે કેમ?
*પતિ બોની કપૂરની દુબઈ પોલીસ દ્વારા ૪ કલાક પૂછતાછ
*દુબઈ પોલીસે કહ્યું: સેલિબ્રિટી હોય તો શું? શ્રી દેવીના મૃત્યુ અંગેના રીપોર્ટમાં સ્હેજ પણ ઢીલ નહીં મૂકાય
*શ્રી દેવીના મૃત્યુની વધુ તપાસ દુબઈ પબ્લિક પ્રોસિકયુશનને સોંપાઈ
*બીજી તરફ, મુંબઈમાં, બોનીના ભાઈ અભિનેતા અનિલ કપૂરનાં ઘરે શ્રી દેવીને શ્રધ્ધાંજલિ આપવા ફિલ્મી સીતારા પહોચી રહ્યા છે.
*અહી શ્રીદેવીની અંતિમ યાત્રા માટે તૈયારી પૂરી થઈ ગઈ છે. પરંતુ દુબઈથી ડેડ બોડી લાવવામાં હજુ થઈ શકે છે વિલંબ.
*રવિવારે ડેડ બોડી આવવાની હતી તેના સ્થાને આજે મંગળવાર થઈ ગયો.
*દુબઈ પોલીસની તપાસ છે પારદર્શક
*શ્રી દેવીનું શરાબના નશામાં બાથટબમાં ડૂબી જવાથી મૃત્યુ થયું
બાતેં ભૂલ જાતી હે, યાદેં યાદ આતી હે
શ્રી દેવી હવે આપણી વચ્ચે નથી રહ્યા હવે તસવીરો થકી શેષ રહી છે. માત્ર તેમની યાદો. આ તસવીર છેલ્લે દુબઈમાં તેમણે લગ્નમાં હાજરી આપી ત્યારની છે. હંમેશા સ્માઈલ રેલાવતી શ્રી દેવી આ તસવીરમાં પણ મુશ્કુરાય છે. પરંતુ યમરાજ તેમને લઈ ગયા.
બોલીવૂડ તો ઠીક સાઉથમાં પણ ડંકો વગાડયો હતો
ચેન્નાઈ: શ્રી દેવીએ બોલીવૂડ તો ઠીક સાઉથમાં પણ પોતાના અભિનયનો ડંકો વગાડયો હતો. તાજેતરમાં તેમણે સાઉથમાં કરેલી ફિલ્મ નપુલીથ સુપરડુપર બ્લોક બસ્ટર હીટ સાબિત થઈ છે. નપુલીથમાં તેમણ વેમ્પ એટલે કે ખલનાયીકાનો રોલ નીભાવ્યોહતો.
સાઉથમાં શ્રીદેવીના અસંખ્ય ચાહકો છે. શ્રી દેવીના મૃત્યુ અંગે સુપરસ્ટાર રજનીએ કહ્યું હતુ કે મેં એક અચ્છો દોસ્ત ગુમાવ્યો. શ્રીદેવીને યાદ કરતા કમલ હાસને કહ્યું હતુ કે મેં તેમની સાથે નસદમાથમાં કામ કર્યું હતુ.
શ્રી દેવીએ બોલીવૂડ સિવાય તામીલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કયુર્ંં છે.
કહેવાની કે લખવાની જરૂર નથી કે તેઓ ત્યાં પણ સુપરહીટ હતા. રજની સાથે તેમણે ૨૦ ફિલ્મો કરી. ત્યારબાદ તેમણે સાઉથમાં વધુ ફિલ્મો કમલ હાસન અને નાગેશ્ર્વર રાવ સાથે કરી. નાગાર્જૂન તે સાઉથનો અન્ય હીરો છે. જેણે બોલીવૂડમાં ફિલ્મ નશિવાથથી પદાર્પણ કર્યું હતુ. જેને રામગોપાલ વર્માએ ડાયરેકટ કરી હતી.