- સ્વ.પુજીત રૂપાણીના જન્મદિવસની રૂપાણી પરિવાર તેમજ શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા અનોખી ઉજવણી
- બાળ સંગમ કાર્યક્રમ હેઠળ ફનવર્ડ ખાતે ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોએ વિવિધ રાઇડ્સની મોજ કરી
શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ છેલ્લા 26 વર્ષથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે.જેમાં કચરો વિણતા બાળકોને શિક્ષણ સહિતની બાળકોમાં માટે સતત પ્રવૃત્તિઓ ચાલી રહી છે.વિજયભાઈ રૂપાણીના પુત્ર સ્વ.પુજીત રૂપાણીનો આજે જન્મદિવસ હોઈ તેના જન્મદિવસ નિમિતે રૂપાણી પરિવાર અનેકવિધ સેવાકીય કાર્યો કરતા રહે છે ત્યારે આજરોજ ફનવર્ડ ખાતે ઝૂંપડપટ્ટીના બાળકો તેમજ કચરો વિણતા બાળકોને ફનવર્ડની વિવિધ રાઈડ્સની મોજ બાળ સંગમ કાર્યક્રમ હેઠળ શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા કરાવવામાં આવી હતી.
ટ્રસ્ટ દ્વારા બાળકોના વિકાસ માટે બનતા તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે .ત્યારે આજરોજ ફનવર્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કાર્યક્રમના અધ્યક્ષ પૂર્વ મુખ્યમંત્રી અને ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણી, ટ્રસ્ટી શ્રીમતી અંજલિબેન રૂપાણી,મેયર ડો.પ્રદીપ ડવ, સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા,કાઠિયાવાડ નિરાશ્રિત બલાશ્રમના પ્રમુખ હરેશભાઈ વોરા,ખોડલધામ ટ્રસ્ટ,ચેરમેન શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના રમેશભાઈ ટીલારા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઝૂંપડપટ્ટીના બાળકોએ તમામ રાઈડ્સમાં બેસીને ખુબજ આનંદ ઉઠાવ્યો હતો.
તમામ બાળકો માટે પુજીતના જન્મદિવસે બાળ સંગમના કાર્યક્રમની ઉજવણી કરીએ છીએ: પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
સમગ્ર કાર્યક્રમ અંતર્ગત પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ પુજીતના જન્મદિવસ નિમિત્તે 26 વર્ષથી આ કાર્યક્રમ કરી રહ્યું છે જેમાં કચરા વીણતા બાળકોથી લઈને વિવિધ બાળ પ્રવૃત્તિ કરતા દરેક ભૂલકાઓને સારું ભોજન આનંદ સાથે ફન વર્લ્ડ ખાતે મજા માણતા બાળકોને ગિફ્ટ આપીને પણ પ્રોત્સાહિત કરીએ છીએ; 8 ઓક્ટોબરે પૂજિતના જન્મદિવસે દર વર્ષે બાલ કલ્યાણ માટે બાળ સ્વપ્ન રથ, બાળ જ્ઞાન પ્રવૃત્તિની કાર્યક્રમ તથા બાળ સુરક્ષા દિન તરીકેનો કાર્યક્રમ આ બાળ સંગમના કાર્યક્રમ થકી ઉજવીએ છીએ.