સામગ્રી
- ખીરા માટે
- -અડધો કપ બાજરીનો લોટ
- -અડધો કપ ચોખાનો લોટ
- -અડધો કપ તાજું વલોવેલું દહીં
- -અડધો કપ ફણગાવેલા મગ
- -એક ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
- -પા કપ ઝીણી સમારેલી કોથમીર
- -મીઠું સ્વાદાનુસાર
- -પા ટીસ્પૂન હળદર
- -તેલ સેકવા માટે
રીત
એક ઊંડા બાઉલમાં બાજરીનો લોટ, ચોખાનો લોટ, દહીં, ફણગાવેલા મગ, લીલા મરચાં, કોથમીર, મીઠું અને પૂરતા પ્રમાણમાં પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી ખીરૂ બનાવી લો. હવે તેમાં હળદર ઉમેરી, સરખી રીતે મિક્સ કરી 15 મિનિટ સુધી પલળવા દો. પછી એક નોનસ્ટિક તવા પર થોડું તેલ લગાવી તેને ગરમ કરો. પછી તેના પર એક ચમચો ખીરૂ લઈ પાછરી દો. હવે તેની કિનારીએ એક નાની ચમચી તેલ નાખો અને બંને તરફ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. પુડલા સેકાય જાય એટલે તેને ગરમ ગરમ સર્વ કરો.