ઘણી વખત આવી ઘટનાઓ આપણી આસપાસ બનતી રહે છે જેને આપણે જાણી જોઈને અથવા અજાણતા અવગણીએ છીએ, પરંતુ આપણે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન કરતા નથી કે આવું કેમ થાય છે. આખી દુનિયામાં એવી ઘણી બધી ઘટના ઘટતી હોય છે જેને સમજવી સરળ નથી, કેટલાક તેને પ્રકૃતિનો ચમત્કાર કહે છે અને કેટલાક તે ઘટના પાછળ વૈજ્ઞાનિક કારણ હશે તેવું માને છે. આપણા દેશમાં એવી ઘણી વસ્તુઓ છે જેના વિશે આજ સુધી કોઈ સમજી શક્યું નથી, જેમ કે હિમાચલ પ્રદેશના પવિત્ર મણિકર્ણ ગુરુદ્વારામાં ઠંડા પાણી અને ગરમ પાણીના સ્ત્રોત એકસાથે છે.

આ ગરમ પાણી કેવી રીતે અને ક્યાંથી આવે છે તે કોઈ જાણતું નથી, તેવી જ રીતે, હિમાચલ પ્રદેશમાં જ જ્વાલા દેવીના મંદિરમાં, માતાની અખંડ જ્યોત તેલ વગર સળગતી રહી છે અને તેના વિશે કોઈ સ્પષ્ટ રીતે કહી શક્યું નથી. આજે અમે તમને કુદરતના આવા અનોખા સ્વરૂપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે સાંભળીને તમને આશ્ચર્ય થશે, આપણે એવા વૃક્ષ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સતત પાણી આપે છે.Screenshot 2 46

યુરોપના મોન્ટેગ્રોમાં શેતૂરનું એક ઝાડ છે, જે શેતૂર સિવાય વસંત ઋતુમાં સતત પાણી આપતું રહે છે. પાણી પણ ઓછી માત્રામાં નહીં પણ ફાઉન્ટેનની જેમ બહાર આવે છે, જ્યારે અહીં પાણી આવવાનું શરૂ થાય છે, ત્યારે આસપાસના તમામ સ્થળોએ પાણી ભરાવાનું શરૂ થાય છે. આ વૃક્ષમાં થળની વચ્ચેથી પાણી બહાર આવી રહ્યું છે. વૃક્ષમાંથી બહાર આવતું પાણી એકદમ સ્વચ્છ છે. શેતૂરના ઝાડમાંથી પાણી નીકળતું જોઈએ એ દ્રશ્ય ખૂબ જ મનોહર લાગે છે.

શા કારણે આ ઝાડમાંથી સતત પાણી વહે છે ?

CE0D798D D886 450E 86EB 13996835CACA

મળતી માહિતી મુજબ, મોન્ટેગ્રોના ડાઈનોસા ગામમાં સ્થિત આ વૃક્ષમાં ભારે વરસાદ બાદ પાણી છોડવાનું શરૂ કરે છે. આ એક ખૂબ જ દુર્લભ કુદરતી ઘટના છે જે દર વર્ષે વરસાદની ઋતુ પછી થાય છે, એવું કહેવાય છે કે આ વૃક્ષ નીચે એક ભૂગર્ભ નદી છે જે ચોમાસાની ઋતુમાં વધુ પડતા વરસાદને કારણે વહેવા લાગે છે. આ પાણી ફાઉન્ટેનની જેમ આ વૃક્ષમાંથી સતત વહ્યા કરે છે.

સ્થાનિક રહેવાસીઓ શું કહે છે?

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ફાઉન્ટેનની જેમ ઝાડમાંથી પાણી નીકળવાની ઘટના છેલ્લા 20 થી 25 વર્ષથી વધુ સમયથી અહી બની રહી છે અને બની શકે છે કે તે અગાઉ પણ આ ઘટના ચાલુ હશે. આ વૃક્ષ વિશે કહેવામાં આવે છે કે તે કદાચ 100 થી 150 વર્ષ જૂનું છે, તેમના મતે, વૃક્ષની નીચે હાજર નદીના દબાણને કારણે વૃક્ષની વચ્ચે પાણી થડમાંથી નિકડે છે અને જ્યારે પાણી વૃક્ષમાંથી બહાર આવે છે તેથી તેને જોવું ખૂબ જ સુંદર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.