ઉઘરાણીના મામલે જીયાણા ગામે બોલાવી પિતા-પુત્રોએ એસીડ પીવડાવી યુવકને મોતને ઘાટ ઉતાર્યો‘તો.
રાજકોટ તાલુકાના જીયાણા ગામે ત્રણ માસ પૂર્વે રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારના વેપારી યુવાનની ઉઘરાણીના મામલે પિતા અને બે પુત્રોએ એસીડ પીવડાવી મોતને ઘાટ ઉતારવાના ગુનામાં સ્પ્રે.પી.પી.તરીકે નિતેશ કથીરિયાની લીગલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે.
વધુમાં રાજકોટ નજીક જીયાણા ગામે ગત તા.૫/૧૧/૨૦૧૮ના રોજ શહેરના કબીરવન સોસાયટીમાં રહેતા જયેશભાઈ છગનભાઈ રામાણી નામના ચાંદીના વેપારીને બળજબરીથી એસિડ પીવડાવી મોતને ઘાટ ઉતાર્યાની મૃતકના પિતા છગનભાઈ રામાણીએ કિશોર ચના, ચના મોહન અને જીતેન્દ્ર ઉર્ફે જતીન ચુના સામે ફરિયાદ નોંધાવી છે. મૃતક જયેશભાઈ રામાણીએ આરોપી કિશોર ચનાને રૂ.૨૬ લાખના ચાંદીના દાગીના ઉધારમાં આપેલા તે રકમની ઉઘરાણી માટે કિશોર ચનાએ જીયાણા ગામે બોલાવી પિતા અને ભાઈની મદદથી કૃત્ય આચર્યું હતું. પોલીસે તમામની ધરપકડ કરી હતી. તપાસ પૂર્ણ થતા કોર્ટમાં ચાર્જશીટ રજુ થયું છે.
આ કેસની હકિકત જોતા તેમજ ગુન્હાની ગંભીરતા જોતા રાજય સરકારના લીગલ ડિપાર્ટમેન્ટ દ્વારા આ કેસ સરકાર તરફે ચલાવવા માટે ખાસ સરકારી વકીલ તરીકે નિશભાઈ કથીરીયાની નિમણુક કરવામાં આવેલી છે. આ કામમાં મુળ ફરિયાદીવતી ભગીરથસિંહ ડોડીયા, કિરીટ નકુમ, હેમાંશુ પારેખ, જયવીર બારૈયા, મિલન જોષી, રવિરાજસિંહ જાડેજા, દીપ વ્યાસ એડવોકેટ તરીકે રોકાયેલા છે.