- ચાંદી પુરા વાયરસ અટકાવવા ધોકડવા ગામમાં સ્વચ્છતા અભિયાન શરૂ
- તંત્ર દ્વારા દવાના છંટકાવની કામગીરી કરાઇ
ગીર ગઢડા ન્યુઝ: ગીર ગઢડા તાલુકાના હેલ્થ ઓફિસ અંતર્ગત અલગ અલગ ગામડાઓના આરોગ્ય કેન્દ્રોમાં ચાંદીપુરા વાયરસ અટકાવવા દવાનો છંટકાવ શરૂ કરાયો છે. જેમાં ધોકડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ તેમજ સ્ટાફ દ્વારા ધોકડવાના વિવિધ ગામડાઓમાં મીલેથીઓની દવા નો છંટકાવ કરી અને કુવાઓમાં નવા નિર આવતા કલોરીનેશન કરવામાં આવ્યું હતું તેમજ અધિકારીઓએ દરેક વિસ્તારોમાં લોકોને સ્વચ્છતા અભિયાન શરૂ રાખવા, પાણી જન્ય રોગચાળા થી બચવા અને ચાલુ વરસાદ દરમિયાન ફરજ બજાવી સ્કૂલો આંગણવાડી કેન્દ્રો વગેરે જાહેર જગ્યાઓમાં મીલેથીઓની દવાનો છંટકાવ કરી ચાંદીપુરા રોગચાળા થી સાવચેતી રાખવા અનુરોધ કર્યો હતો
મનુ કવાડ