• ‘અબતક’ની મુલાકાતમાં વિશ્ર્વંભરી કલબના આગેવાનોએ નવરાત્રી મહોત્સવની આપી વિગતો
  • માં અંબાની આરાધના પર્વ નવરાત્રીના આગમનની ઘડીઓ ગણાય રહી છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્ર્વંભરી કલબ દ્વારા 1પ0 ફુટ રીંગ રોડ અયોઘ્યા ચોક ખાતે વેલ્વેટ પાર્ટી પ્લોટમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

‘અબતક’ની મુલાકાતમાં વિશ્ર્વંભરી કલબના સ્થાપક દેવેન્દ્રસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજા, દીવ્યરાજસિંહ ઝાલા, એડવોકેટ ખીમજીભાઇ રાઠોડ, કોર્પોરેટર ડો. હાર્દીક ગોહિલ, રજનીશભાઇ સારીખાડ, પરેશભાઇ દુલાણી, ટીકુભાઇ ટેભાણી, અને પ્રકાશભાઇ લોકવાણીએ વિશ્ર્વંભરી કલબના આયોજન અંગે જણાવેલ કે,રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષથી વેલ્વેટ પાર્ટી પ્લોટ ખાતે વિશ્ર્વંભરી નવરાત્રીનું આયોજન થાય છે. આ વર્ષે એક અલગ જ અંદાજમાં પારિવારિક વાતાવરણવાળુ એક માત્ર આયોજન જેમાં જેન્ટસ કરતાં લેડીઝ ખેલૈયાની સંખ્યા વધારે રહેશે. સાથે ગેટથી લઇને ગ્રાઉન્ડ પરના તમામ ખુણે સજજડ સિકયુરીટી સાથે પરિવારની જેમ બહેન દીકરીઓ મન મુકીને માં શકિતની આરાધના કરી શકે તેવું વાતાવરણ રહેશે. આ આયોજનાને સફળ બનાવવા વિશ્ર્વંભરી કલબના સ્થાપક દેવેન્દ્રસિંહ જાડેજા (છોટે રાજા), કલબના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા (રાવકી) દીવ્યરાજસિંહ ઝાલા, એડવોકેટ ખીમજીભાઇ રાઠોડ (કે.કે.) કોર્પોરેટર ડો. હાર્દિક ગોહિલ, રજનીશભાઇ સારીખાડ,  વિરલભાઇ પુરોહિત, ધવલભાઇ ઠકકર, પરેશભાઇ દુલાણી, ટીંકુ ટેભાણી, પ્રકાશ લોકવાણી અને સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે. પાસ બુકીંગ માટે મો. નં. 70480 0919, 90546 90590 નો સંપર્ક કરવા જણાવ્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.