મેયર ડો.પ્રદિપ ડવ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સહિતના મહાનુભાવોની ઉ5સ્થિતિ
ગુર્જર સુથાર જ્ઞાતિ મંદિર આયોજીત ‘વિશ્ર્વકર્મા-અર્વાચીન નવરાત્રી મહોત્સવ’માં ખેલૈયાઓ રાસ ઝરમરમાં રૂમઝુમ થઇને અનેરો આનંદ માણી રહ્યા છે. 1200થી વધુ ખેલૈયાઓ હિંચ, સીક્સ સ્ટેપ, દોઢી, મધુબંસી, ટીટોળો, સનેડો, રેલગાડી જેવા વિવિધ રાસના રાઉન્ડમાં ઉત્સાહભેર ઝુમ્યા હતા. આ રાસોત્સવ પીડીએમ કોલેજ સામે દશેરા સુધી ચાલવાનો છે.
રાસોત્સવમાં ખેલૈયાઓને પ્રોત્સાહન આપવા મેયર ડો.પ્રદિપ ડવ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સહિતના મહાનુભાવો હાજર રહીને પ્રોત્સાહન પુરૂ પાડીને સુંદર આયોજન માટે સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા.
શિવરંજની ઓરકેસ્ટ્રાના સંગાથે જાણિતા ગાયક કલાકારો જયંત ગજ્જર, મૌલિક ગજ્જર અને દિપ્તી ગજ્જર સંગીતનાં સુર-તાલ સાથે ખેલૈયાઓને ડોલાવીને જમાવટ કરે છે. પ્રેક્ષકો માટે ખુરશીની સુંદર વ્યવસ્થા સાથે આ રાસોત્સવનું સુંદર ડેકોરેશન, વ્યવસ્થા અને પાર્કિંગ વ્યવસ્થા ઉડીને આંખે વળગે તેવી છે.