તાજેતરમાં અમદાવાદ ખાતે 58મી ગુજરાત સ્ટેટ રાયફલ-પિસ્તોલ સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં પોરબંદર જીલ્લાના રમતવીરોએ ગૌરવ વધાયુઁ છે, ત્યારે પોરબંદર ડીસ્ટ્રીકટ રાયફલ એશોશીયેશનના કોચ તેમજ ટ્રસ્ટીઓની કામગીરીને લોકોએ બિરદાવી હતી.
તાજેતરમાં અમદાવાદ ખાતે 58મી ગુજરાત સ્ટેટ રાયફલ-પિસ્તોલ શૂટીગ સ્પર્ધા-ર0રર નું આયોજન થયું હતું જેમાં પોરબંદરની એકમાત્ર રાયફટ-પિસ્તોલ શૂટીગ સંસ્થા પોરબંદર ડીસ્ટ્રીકટ રાયફલ એસોશીએશનના રમતવિરોએ પણ ભાગ લીધો હતો અને 10 મીટર પિસ્તોલ શૂટીગ નેશનલ રૂલ્સ ઈવેન્ટમાં રાજ્યકક્ષાએ પોરબંદર જિûાની ટીમે દ્વિતીય ક્રમે આવી સીલ્વર મેડલ મેળવ્યો હતો.
ક્વોલીફાય થયેલા શુટરો ઓલ ઇન્ડિયા ચેમ્પીયનશીપમાં કેરલ ખાતે ભાગ લેશે
જે ટીમમાં નિલેષકુમાર જી. જોષી, કાર્તિક પરમાર અને પીયુષ ચાવડાની ટીમે ભાગે લીધેલ હતો. જયારે વ્યકિતગત ઈવેન્ટમાં એડવોકેટ નિલેષકુમાર જી. જોષી એ 10 મીટર પિસ્તોલ માસ્ટર ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે. તે ઉપરાંત તેઓએ પ0 મીટર ફી પિસ્તોલ માસ્ટર ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદર બાર એસોસીએશનના એડવોકેટ નિલેષકુમાર જી. જોષીએ ત્ર્ાણ મેડલો મેળવી પોરબંદર જિûા સાથે પોરબંદર જિûા બાર એસોશીએશનનું પણ ગૌરવ વધાયુઁ છે. તેમજ પોરબંદર જિûાના શુટીગ કોચ દિવ્યરાજિસહ રાણાના નેતૃત્વ અને તેઓના માર્ગદર્શનમાં આ રમતવીરોએ મેદાન માયુઁ છે.
તે સિવાયના અન્ય પોરબંદર રાયફલ કલબના શૂટરો કાતર્કિ પરમાર, પિયુષ ચાવડા, રામ ટીબા, સતિષ ગોહીલ, પૃથવીરાજિસહ રાણા, જય ઠાકર, અનુવરીગ ચૌહાણ તથા કોચ દિવ્યરાજિસહ રાણાએ કવોલીફાઈડ થઈ હવે પછીની નેશનલ કક્ષાની પ્રતિયોગીતામાં ભાગ લેવાની રાહ કંડારી છે. જેમાં તમામ શૂટરો તથા અન્ય શૂટરો સાથે તમામ ખેલાડીઓ હવે પછીની 31 મી ઓલ ઈન્ડીયા ળ.વી.માવલણકર શૂટીગ ચેમ્પીયનશીપ કે, જે તિરૂવંથપુરમ(કેરલા) મુકામે યોજાનાર છે તેમાં ભાગ લેશે. આ તકે પોરબંદર ડીસ્ટ્રીકટ રાયફલ એસોસીએશન ના કોચ દિવ્યરાજિસહ રાણાએ નિ:શુલ્ક સેવા આપેલ છે. ઉપરાંત દિવ્યરાજિસહ રાણાએ સંસ્થાના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીઓ એડવોકેટ એમ.ળ.શીગરખીયા તથા ભરત બી. લાખાણી એન.જી.જોષી સહીતનાઓએ કોઈપણ જાતના સ્વાર્થ વગર પોતાનું યોગદાન આપ્યું હતું.