તમામ પરિબળોમાં ખરૂ ઉતરતું સહિયર ક્લબના સુરેન્દ્રસિંહ વાળાનું લાજવાબ આયોજન

સહિયર ક્લબના નયનરમ્ય મેદાનમાં લાઇટીંગ, ફ્લોરિંગથી સજ્જ ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ મન મૂકીને ઘૂમ્યા હતા. સુરેન્દ્રસિંહ વાળા પ્રમુખ, કૃષ્ણપાલસિંહ વાળા, પ્રોજેક્ટ કેર ચંદુભાઇ પરમાર, ઉપપ્રમુખ સહિતના તમામ આયોજકો બે મહિનાની મહેનત રંગ લાવી છે. ફરી એકવાર આયોજન કરીને સહિયર ક્લબ રાજકોટમાં રંગ દેખાડ્યું છે. પ્રથમ નોરતે રાહુલ મહેતા દ્વારા વિવિધ ગીતો રજૂ કરી ખેલૈયાઓ ડોલાવવામાં આવ્યા હતા. કોકિલ કંઠી ગાયકી ઉર્વી પુરોહિતે રંગ જમાવી રાખ્યો હતો. હિતેષ ઢાંકેચા, નરેશ ઢાંકેચા, દર્શન ઢાંકેચા, કરન ઢાંકેચા તાલની જમાવટ સાથે ખેલૈયાઓ એક્શન પર રવિ, વિજય, સાગર બેન્જો, જીલ એન્ટરટેનઇમેન્ટ મ્યુઝિક ગ્રુપે ખેલૈયાઓને ડોલાવ્યા હતા. શબ્દોની ભરચક્ક સંચાલન તેજસ શિશાંગીયા જમાવટ કરી રહ્યા છે. સહિયરની સાઉન્ડ સિસ્ટમ પેરામાઉન્ટ અને સુનિલ પટેલ ખેલૈયાઓની વાહવાહી મેળવી રહ્યા છે. વિજેતાઓને કૃષ્ણસિંહ વાળાએ ઇનામો વિતરણ કર્યા હતાં.

સહિયરના વિજેતાઓ

– સિનિયર ફર્સ્ટ પ્રિન્સ : રોહન રાજપુત

– સિનિયર સેક્ધડ પ્રિન્સ : સુનિલ ઠાકોર

– સિનિયર થર્ડ પ્રિન્સ : હિમાંશુ જરીયા

– વેલડ્રેસ પ્રિન્સ : શુભમ બ્રહ્મભટ્ટ

– ફર્સ્ટ પ્રિન્સેસ : ક્રિષ્ના વાઢેર

– સેક્ધડ પ્રિન્સેસ : રિધ્ધી બગથરીયા

– થર્ડ પ્રિન્સેસ : કિંજલ

– વેલડ્રેસ પ્રિન્સેસ : શ્રદ્વા ઢોલરીયા

– જુનિયર ફર્સ્ટ પ્રિન્સ : વૈદીક શિશાંગીયા

– જુનિયર સેક્ધડ પ્રિન્સ : વિવેક ડોડીયા

– વેલડ્રેસ પ્રિન્સ : વીર મારૂ

– ફર્સ્ટ પ્રિન્સેસ : પ્રાંચી સંઘાણી

– સેક્ધડ પ્રિન્સેસ : હેત્વી

– વેલડ્રેસ પ્રિન્સેસ : આરાધ્યા મહેતા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.